નાગરવેલના પાન એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ મુખવાસથી લઇને પૂજામાં પણ કરવામાં આવે છે. ઘણા લોકોને પાન ખાવાની ટેવ હોય છે. નાગરવેલના ઘણા આયુર્વેદિક ગુણો પણ હોય છે. નાગરવેલના પાનમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ તેમજ વિટામિન હોય છે. તેની તાસિર પણ ગરમ હોય છે. જો તેનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે તો ખૂબ ફાયદાકારક નીવડે છે. તો આજે અમે તમને નાગરવેલથી થતાં ફાયદો વિશે જણાવીશું.
શ્વાસની નળી પર સોજો આવતો હોય તો નાગરવેલના 7 પાનને 2 કપ પાણીમાં ખાંડ નાખીને ઉકાળો. જ્યારે પાણી અડધુ થઈ જાય પછી 3-4 વખત આ પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. પેઢામાં લોહી નીકળતું હોય તો 2 કપ પાણીમાં 4 પાંદડા નાખીને ઉકાળી લો. અને પછી તે પાણીથી કોગળા કરો. આમ કરવાથી પેઢામાંથી લોહી આવવાનું બંધ થઇ જશે.
નાગરવેલના પાંદડામાં એરંડાનું તેલ લગાવીને ગરમ છાતી પર બાંધવાથી છાતીમાં રહેલો કફ મટે છે. 2 થી 3 નાગરવેલના પાનનો રસ કાઢીને નાકમાં નાખવાથી કફ ઠીક થાય છે. નાગરવેલના મૂળ અને જેઠીમધએ વાટીને મધ સાથે રોગીને ચાટવા માટે આપવાથી કફ દુર થઈ જાય છે.
નાગરવેલના પાંદડા પર ચૂનો અને કાથો લગાવીને તેમાં થોડીક તમ્બાકુ નાખીને તેને વાટી લો અને પછી તેને ગરમ કરીને ઈજા વાળા ભાગ પર બાંધવાથી દુખાવો ઓછો થાય છે અને જખમ જલ્દી ભરાઈ જાય છે. પાનના રસમાં થોડો ચૂનો લગાવીને સોજા પર પટ્ટી બાંધવાથી સોજો ઓછો થઇ જાય છે. પાનના પાંદડા ઈજા વાળા સ્થાન પર લગાવવાથી સોજો ઓછો થઇ જાય છે.
ઉનાળાના દિવસોમાં નાક માંથી લોહી નીકળતું હોય તો નાગરવેલના પાંદડાને વાટીને સુંઘો. તેનાથી ખુબ જલ્દી આરામ મળશે. નાગરવેલનું પાન ખીલ પણ દૂર કરે છે. પાનને વાટી લો અને પાણીમાં મિક્સ કરી તેને બરાબર ઉકાળો. ત્યારબાદ ઘટ્ટ મિશ્રણને ફેસપેકની જેમ લગાવો. 20 મિનીટ રાખ્યા પછી તમારો ફેસ ધોઇ લો.
નાગરવેલના પાન ખાવાથી કબજીયાતની તકલીફ પણ દૂર થાય છે. પાન ચાવવાથી જે રસ નીકળે છે તેનાથી મોંઢાના કેન્સર થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. જેને મોં ના કેન્સરની તકલીફ હોય તેમને નાગરવેલના 10 થી 12 પાન પાણીમાં ઉકાળવા ત્યાર બાદ તે પાણીમાં મધ નાખી તેને પીવાથી રાહત મળે છે.
5-6 નાગરવેલના નાના પાંદડાને એક ગ્લાસ પાણીમાં ઉકાળો કરીને એ પાણીથી આંખો ઉપર છાંટવું. આનાથી આંખોને ઘણો આરામ મળશે. નાગરવેલના પાનના ૨૦ પાંદડા ને પાણીમાં ઉકાળો. સારી રીતે ઉકાળ્યા પછી તે પાણીથી નહવાથી ખંજવાળની તકલીફ દુર થઈ જશે. શરીરમાંથી દુર્ગંધ વધુ આવે છે તો પાનના પત્તા નાખીને ઉકાળેલુ પાણી પીવો.
નાગરવેલના રસને ગરમ કરીને 1 ચમચીની માત્રામાં દિવસમાં 3 વખત પીવાથી તાવ ઉતરે છે. લગભગ 3 મિલીલીટર રસ ગરમ કરીને દિવસમાં 2 થી 3 વખત પીવાથી તાવ આવવાનો બંધ થઇ જાય છે. 6 મિલીની માત્રામાં નાગરવેલ પાનનો રસ, આદુનો રસ અને મધને ભેળવીને સવારે અને સાંજે પીવાથી તાવ મટી જાય છે.
નાગરવેલનું એક પાન લઈને તેમાં તેલ લગાવીને આગમાં ગરમ કરીને બાળકની છાતી પર રાખો, તેના પર 2 પાન વધારે રાખીને બાંધવાથી બાળકોના શ્વાસ રોગ, હ્રદયના રોગ, શરદી અને ઉધરસ, ખાંસી અને લીવર વગેરે સમસ્યાઓ ટીક થાય છે. દાંતના પેઢામાંથી ઘણા લોકોને લોહી નીકળે છે. જો તમારે પણ એવી સમસ્યા છે તો તેના માટે પાનની સાથે નાગરવેલના પાણીને ઉકાળીને કોગળા કરવાથી રાહત મળી જાય છે.
વધારે તરસ લાગવાની સમસ્યામાં નાગરવેલના રસમાં થોડો ફુદીનો ભેળવીને સેવન કરવાથી તરસ મટે છે. નાગરવેલના પણ ખાવાથી તરસ ઓછી લાગે છે. માટે જે લોકોને વાંરવાર તરસ લાગવાની સમસ્યા રહે છે તેમને નાગરના વેલ પાન ખાવા જોઈએ. 7 નાગર વેલના પાંદડાને ઘૂંટીને થોડા દિવસો સુધી સેવન કરવાથી હાથીપગો મટે છે. નાગરવેલના પાનના 7 પાંદડાનું ચૂર્ણ ગરમ પાણી અને સિંધવ મીઠામાં દિવસમાં 3 વખત લેવાથી હાથીપગાનો રોગ ઠીક થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.