બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીનાં પાનનો રસ મધમાં મેળવી બેત્રણ વાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી છાતી, તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત મળે છે. દાંત આવે ત્યારે આંખ આવવી હોય તો ફુલાવેલી ફટકડીને ગુલાબજળમાં મેળવી આંખમાં ટીપાં નાખવા તથા ફટકડીના નવશેકા પાણી થી આંખ ધોવાથી આરામ થાય છે. બાળકોને ગાજરનો રસ પિવડાવવાથી દાંત નીકળવામાં સરળતા થાય છે. અને દૂધ પણ સારી રીતે પચે છે.
એક ચમચી પાલખની ભાજીનો રસ મધમાં મેળવી રોજ પાવાથી સુકલકડી બાળકો શકિતશાળી બને છે. પાકાં ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નિરોગી અને બળવાન બને છે. બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.
બાળકોના પેટમાં કરમિયા થતા હોય તો કાચા ગાજર ખાવાથી કરમિયાં મટી જાય છે. એક ચમચી કાંદાનો રસ પીવાથી પણ બાળકોનાકરમિયાં મરી જાય છે અને ફરી થતા નથી. ગ્લુકોઝ મેળવેલા પાણીમાં લીંબુ નિચોવી બબ્બે ચમચી દિવસમાં ચાર વખત પાવાથી બાળકના શરૂઆતનાં દાંત ખૂબ જ સરળતાથી આવે છે અને ઝાડા થતા નથી.
ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવી ખૂબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાનાં બાળકોને બે ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલા બાળકો હૃષ્ટપુષ્ટ અને ભરાવદાર બને છે. કાંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊંચાઈ વધે છે. તાંદળજાનો રસ એક ચમચી ધાવણ સાથે બાળકને પાવાથી કબજિયાત મટે છે.
દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતા હોય તો જાવંત્રીનો તાવડી પર શેકી પાઉડર કરી મધ સાથે માતાના દૂધમાં આપવાથી ઝાડા મટે છે. બાળકોના પેઢાં પર મધ અને સિંધવ-મીઠું મેળવી ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે. તુલસીનાં પાનનો રસ મધમાં મેળવી પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી આવે છે.
બાળકોને દાંત આવે ત્યારે લીંડી પીપરનું ચૂર્ણ અથવા ફુલાવેલો ટંકણખાર મધમાં મેળવી પેઢા પર ઘસવાથી અને ટંકણખારનું ચૂર્ણ મધમાં ભેળવીને લગાવવાથી સરળતાથી પીડા વગર દાંત આવે છે. 500 ગ્રામ પાણીને ખૂબ ઉકાળી તેમાં પાંચ તોલા કાંદાની છીણ નાંખી ઠંડું થયા બાદ ગાળી તેમાંથી એક ચમચી પાણી લઈ તેમાં પાંચ ટીપાં મધ મેળવીને પાવાથી બાળક ઘસઘસાટ ઊંઘે છે.
તુલસીનાં પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પિવડાવવાથી બાળકના સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. અને બાળક જલદી ચાલતાં શીખે છે. ટામેટાનો એક ચમચી રસ દૂધ પિવડાવતાં પહેલા પાવાથી બાળકોને થતી દૂધની ઊલટી મટે છે. હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠુંને ગોળ નાખીને પાવાથી બાળકોની શરદી, કફ મટે છે. સફેદ કાંદાને પીસીને સૂંઘાડવાથી બાળકોની આંચકી–તાણમાં ફાયદો થાય છે.
નાના બાળકને છાશ પિવડાવવાથી દાંત નીકળવામાં તકલીફ થતી નથી. નાગરવેલનાં પાનના રસમાં મધ મેળવીને ચટાડવાથી વાછૂટ થઈ નાના બાળકોનો આફરો અને અપચો મટે છે. દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતા હોય તો મકાઈના દોડામાંથી દાણા કાઢી લીધા પછી તે મકાઈના દોડાને બાળી તેની ભૂકી (એક કે બે વાલ જેટલી) પાણી કે છાશમાં પાવાથી ઝાડા બંધ થાય છે.
બાળકોને ચૂંક આવતી હોય તો ઘૂંટી પર હિંગ ચોપડવાથી વાછૂટ થઈ આરામ મળે છે. જાયફળ અને સૂંઠને ગાયના ઘીમાં ઘસીને તેનો લેપ ચટાડવાથી બાળકને શરદીને લીધે થતા ઝાડા મટે છે. લસણની એક કે બે કળી દૂધમાં પકાવી ગાળી દૂધ પાવાથી બાળકોની ઉધરસ મટે છે.
લસણની કળીઓને પીસીને, પોટલી બનાવી બાળકના ગળામાં બાંધી રાખવા બાળકની ખાંસી મટે છે. નાગરવેલનાં પાનને દિવેલ ચોપડી, સહેજ ગરમ કરી નાના બાળક ની છાતી પર મૂકી ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ છૂટો જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.