નાસપતીના ફાયદા અગણિત છે અને નાસપતી ને ખાવાથી શરીરને ઘણા પ્રકારના લાભ મળે છે. નાસપતીનું ફળ વરસાદની ઋતુમાં જોવા મળે છે. આ ફળની અંદર ઘણા પ્રકારના પોષક તત્વ હોય છે. જેના કારણે આ ફળ ખાવાનું ઉત્તમ માનવામાં આવે છે.
તો ચાલો આપણે જાણીએ નાસપતીથી થતાં ફાયદાઓ. નાસપતીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પર સારી અસર પડે છે અને તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. રોગપ્રતિકારક શક્તિ વધવાથી શરીર ની રક્ષા ઘણા રોગોથી થાય છે. તેથી ડાયેટ માં આ ફળ ને જરૂર સામેલ કરવું જોઈએ.
નાસપતીના ફાયદા વજન ઓછુ કરવામાં અસરદાર હોય છે. તેથી વજન ઓછુ કરવાની ઈચ્છા રાખવા વાળા લોકો આ ફળ ને પોતાની ડાયેટ માં સામેલ કરવું જોઈએ અનેરોજ એક નાસપતી ખાવાથી વજન ઘટાડી શકાય છે. નાસપતી ખાવાથી શરીરમાં લોહી ઘટતું નથી. તેથી જે લોકોના શરીરમાં લોહીની કમી છે તે લોકો એ રોજ એક નાસપતી ખાવાથી લોહીની કમી તરત પૂરી થઈ જાય છે.
નાસપતી ની અંદર વિટામીન સી ભરપૂર માત્રામાં મળે છે. વિટામીન સી ખાવાથી કોલેજનનું નિર્માણ થાય છે અને રક્ત વાહિકાઓને મજબુતી મળે છે. તેના સિવાય વિટામિન સી યુક્ત ફળ ખાવાથી ત્વચા પર પણ સારી અસર પડે છે.
નાસપતી ખાવાથી આંખો પર સારી અસર પડે છે. જે લોકો રોજ આ ફળ નું સેવન કરે છે તે લોકોની આંખોની નજર મજબુત બની રહે છે. આ ફળ ને ખાવાથી હાડકાઓથી જોડાયેલ પરેશાની પણ નથી થતી. આ ફળ ના અંદર બોરોન નામનું રસાયણિક તત્વ મળે છે અને આ તત્વ શરીરમાં કેલ્શિયમનું સ્તર બનાવી રાખે છે.
નાસપતીના ફાયદા ચહેરા સાથે પણ જોડાયેલ છે. નાસપતી ખાવાથી ચહેરા પર નિખાર આવી જાય છે. તેના અંદર વિટામીન અને ખનીજ મળે છે જે ચહેરા પર ગ્લો લાવે છે. નાસપતી નું જ્યુસ પીવાથી શરીરમાં હાજર બેક્ટેરિયા પણ નષ્ટ થઇ જાય છે અને લોહી એકદમ શુદ્ધ રહે છે. લોહી શુદ્ધ થવાથી ચહેરા પર ડાઘા નથી થતા.
વરસાદની ઋતુમાં હંમેશા ચહેરા ની ત્વચા તૈલીય થઇ જાય છે. તૈલીય ત્વચા ની સમસ્યા થી પરેશાન રહો છો, તો ચહેરા પર નાસપતી નો પેક લગાવો. નાસપતી નું પેક તૈયાર કરવા માટે એક નાસપતી ને પીસી લો. પીસેલ નાસપતી ના અંદર એક ચમચી મધ અને દહીં મેળવીને એક મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણ ને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવી દો, અને જયારે આ સુકાઈ જાય ત્યારે મોઢાને હલકા ગરમ પાણી થી સાફ કરી લ્યો.
પથરીની બીમારીથી પીડિત લોકો માટે નાસપતી લાભકારી સાબિત થાય છે. આ ફળથી મળતું મૈલીક એસીડ ગેસ્ટ્રાથોન ને રોકવામાં સહાયક સાબિત થાય છે. તેથી પથરી થવા પર તમે આ ફળ ના જ્યુસ નું સેવન જરૂર કરો. આ મિશ્રણ લગાવવાથી ત્વચાનું તેલ બહાર નીકળી આવે છે, અને એક નીખરેલ ત્વચા જોવા મળશે.આમ આ પેકને અઠવાડિયામાં બે વખત લગાવો. આ પેકની અંદર હળદર પણ નાખી શકો છો.
નાસપતીના ફાયદા કબજિયાત માં રામબાણ ઈલાજ છે. કબજિયાત ની સમસ્યા થી પરેશાન લોકો નાસપતી નું સેવન કર્યા કરો. આ ફળ ને ખાવાથી કબજિયાત થતો નથી. નાસપતીના અંદર પેક્ટીન નામનું પદાર્થ જોવા મળે છે જે કબજિયાત ની સમસ્યા થી છુટકારો અપાવવામાં મદદગાર થાય છે.
નાસપતી ગળાની ખરાશ ને બરાબર કરવામાં લાભકારી સાબિત થાય છે. ગળામાં ખરાશ થવા પર નાસપતી નો ઉપયોગ કરો. નાસપતી ને ખાવાથી ગળાની ખરાશ એકદમ બરાબર થઇ જાય છે. તમે નાસપતી લઈને તેને કાપી ને પછી તેમાં થોડુક મધ મેળવી દો. તેનું સેવન દિવસ માં ત્રણ વખત કરો.
તેના સિવાય તેનું જ્યુસ કાઢીને તેમાં મધ પણ મેળવીને પી શકો છો. તેને પીવાથી ગળા ની ખરાશ એકદમ બરાબર થઇ જશે. નાસપતીનું સેવન કરવાથી પાચન ક્રિયા પર સારી અસર પડે છે અને તેને ખાવાથી ભોજન સારી રીતે પચી જાય છે. એટલું જ નહિ નાસપતી ખાવાથી પેટ ના આંતરડા પર પણ સારી અસર પડે છે.