ઘણી વખત પગ બળતરાને કારણે આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ, ઉનાળાનાં દિવસોમાં આ સમસ્યા આપણને વધારે પરેશાન કરે છે. તેને ચિકિત્સા શાસ્ત્ર અનુસાર ન્યુરોપથી અથવા પેરાસ્થેસિયા પણ કહેવામાં આવે છે. આ સમસ્યા માટે ડોક્ટર પાસે જવાનું યોગ્ય માનતા નથી. ઘરેલુ ઉપાય દ્વારા આપણે આ સમસ્યાને દૂર કરી શકીએ છીએ.
ચાલો અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું જે પગના તળિયામાં બળી રહેલી ઉત્તેજના અને બળતરાના મુખ્ય કારણોને દૂર કરે છે. પગમાં લોહીનો પ્રવાહ ઓછો થવો, વૃદ્ધ થવું, ડાયાબિટીઝ, કિડનીની સમસ્યા, વિટામિનની ઉણપ, વધારે આલ્કોહોલનું સેવન, દવાની આડઅસર, લોહીનું દબાણ વગેરે પગની બળતરા ના કારણો હોઇ શકે છે.
પગની બળતરામાં રાહત માટે ઠંડુ પાણી એક શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે. ઠંડુ પાણી પગમાં કળતર, સુન્નતા અને સોજાથી ઝડપી રાહત આપે છે. આ માટે, ડોલમાં ઠંડુ પાણી ભરો. પછી પગને આ પાણીમાં થોડીવાર માટે પલાળી રાખો. પછી પગને થોડો આરામ આપ્યા પછી, ફરીથી આજ રીતે કરો. સફરજનનું વિનેગર પગના પીએચ સંતુલનને જાળવવામાં મદદ કરે છે અને પીડા ઘટાડવા અને અગવડતા દૂર કરવા માટે કામ કરે છે.
પગની બળતરા દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એક ડોલમાં ગરમ પાણી લેવું અને તેમાં એક કપ સફરજનનું વિનેગર ઉમેરવો. દિવસમાં ઓછામાં ઓછા બે વાર આ પાણીમાં પગ રાખવાથી પગની બળતરાની સમસ્યાથી છૂટકારો મળે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફરજનનું વિનેગર ઉમેરો અને પીવો, આમ કરવાથી પણ પગમાં થતી બળતરાની સમસ્યા દૂર થાય છે.
હળદર તેના રોગનિવારક ગુણધર્મો માટે જાણીતી છે. હળદરમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-માઇક્રોબાયલ ગુણ પગને આરામ કરવા તેમજ પીડાને દૂર કરવામાં મદદ કરે છે. તમે પગ પર હળદર અને નાળિયેર તેલથી બનેલી પેસ્ટ લગાવી શકો છો, અથવા એક ગ્લાસ દૂધમાં હળદર અને ઘી ભેળવીને પીવું જોઈએ. આ કરવાથી, પગની બળતરાથી છુટકારો મળે છે.
પગના તળિયાની બળતરા દૂર કરવા માટે મસૂરની દાળ પીસીને પેસ્ટ બનાવી લો અને રાત્રે તેને પગના તળિયા પર લગાવીને સુઇ જાવ. જેનાથી તળિયાને ખૂબ ઠંડક મળી રાહત મળે છે. આદુના રસમાં થોડા પ્રમાણમાં જૈતુનનું કે નારિયેળ તેલ મિક્સ કરીને ગરમ કરી લો અને ઠંડુ કરીને તેનાથી 10 મિનિટ માટે પગના તળિયાની માલિશ કરો. જેથી તળિયામાં થતી જલન દૂર થાય છે.
સરસીયાનું તેલ એક કુદરતી ઔષધી છે. જે પગની બળતરા માંથી છુટકારો અપાવવામાં ઘણું ફાયદાકારક છે. ૧ વાટકીમાં લગભગ ૨ ચમચી સરસીયાનું તેલ લો. હવે તેમાં ૨ ચમચી ઠંડુ પાણી કે ૧ બરફનો ટુકડો નાખો અને માલીશ કરો. અઠવાડિયામાં બે વખત આમ કરવાથી ઘણી રાહત મળે છે.
દુધી શીતળ પ્રકૃતિનું શાક છે. જો પગમાં થઈ રહેલી બળતરાથી પરેશાન છો તો દુધીનો રસ કાઢીને પીવો, માથું દુખતું હોઈ તો દુધી માથા પર બાંધવાથી રાહત મળે છે. તે સિવાય દુધીની પેસ્ટ બનાવી તળિયા પર લગાવવાથી પગની બળતરા પણ દૂર થઇ શકે છે.
રાઈ મસાલા નો રાજા છે, પગમાં બળતરા, સોજા, દુખાવો દૂર કરવા માટે રાઇનો પાઉડર બેસ્ટ ઉપાય છે. એક ડોલ ગરમ પાણીમાં ત્રણ ચમચી રાઇનો પાઉડર ઉમેરીને પગના તળિયાને તેમાં ડૂબાડી રાખવાથી બળતરા કે દુખાવામાં રાહત મળે છે. મહેંદીમાં વિનેગર કે લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી તેને પગના તળિયા પર લગાવવાથી પગમાં થતી બળતરા દૂર થાય છે.
સૂકા ધાણા અને ખાંડને સરખા પ્રમાણમાં લઇને પીસી લો. રોજ તેનો 2 ચમચી ચાર વખત ઠંડા પાણી સાથે સેવન કરવાથી હાથ અને પગના બળતરાની સમસ્યા કાયમ માટે દૂર થાય છે. રાત્રે સૂતા સમયે પગના તળિયામાં એલોવેરા જેલ લગાવવાથી પણ બળતરાથી રાહત મળી શકે છે.
દરિયાઈ મીઠું સ્નાયુઓને આરામ કરવા, તાણ અને અસ્વસ્થતા ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં, દુખાવો અને બળતરા ઘટાડવા માટે પણ તે ખૂબ અસરકારક છે. ખરેખર, આ મીઠામાં મેગ્નેશિયમનુ પ્રમાણ ખૂબ વધારે છે અને જ્યારે ત્વચા મેગ્નેશિયમ ગ્રહણ કરે છે ત્યારે પગમાં બળતરાની સમસ્યા ઓછી થવા લાગે છે. એક મુઠ્ઠીભર દરિયાઈ મીઠું ગરમ પાણીની ડોલમાં નાંખો અને દિવસમાં ઓછામાં ઓછા બે વાર તે પાણીમાં પગ પલાળો.