અંજીર એ એક એવું ફળ છે. જેના ગુણધર્મોને સદીઓ પહેલાં જ ઓળખી લેવામાં આવ્યા હતા, સૂકા ફળોમાં તેનું ખૂબ જ મહત્વનું સ્થાન છે, જો સૂકા અંજીર વિટામિન અને ખનિજ ક્ષારથી ભરપૂર છે. અંજીરમાં કોપર, સલ્ફર અને ક્લોરિન પૂરતા પ્રમાણમાં હોય છે. અંજીરમાં વિટામિન A, B અને C પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તાજા અંજીરની સરખામણીમાં સુકાં અંજીરમાં શુગર અને ક્ષાર ત્રણ ગણો વધુ હોય છે. એટલે તેને વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેને પાણીમાં પલાળીને ખાવાથી માત્ર 10 દિવસમાં બીમારીઓ જડમૂળથી ખતમ થઈ શકે છે.
રોજ 3થી 5 અંજીરને પીસ કરીને પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ઉકાળીને અડધું કરી દો અને પી જાવ. પાણી પી લીધા પછી વધેલી અંજીરને ચાવીને ખાઈ જાવ.
અંજીરમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર્સ વિપુલ પ્રમાણમાં હોય છે, દ્રાવ્ય ફાઇબર્સ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવા અને મેદસ્વીતા ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે અદ્રાવ્ય ફાઇબર્સ પેટને સાફ કરવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદગાર છે.
અંજીર રક્તની શુદ્ધિ કરનાર છે. એટલે રક્તના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ રાત્રે ત્રણ નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ (બીજ કાઢેલી) પંદર નંગ લઈ, એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી એ દૂધ ધીમે ધીમે પી જવું. અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા. થોડા દિવસમાં આ ઉપચારથી મળશુદ્ધિ થવાથી રક્ત પણ શુદ્ધ થવા લાગે છે.
અંજીરનું સેવન કરવાથી પાચક સિસ્ટમ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે. અંજીરમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર મળી આવે છે. તેથી, અંજીર ખાવાથી પેટ સાફ કરવામાં મદદ મળે છે. પાચક શક્તિમાં સુધારો લાવવા માટે, રાત્રે અંજીરને પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે ખાઓ.
જ્યારે શરીરમાં આયર્નની કમી હોય છે, ત્યારે વ્યક્તિ એનિમિયાનો શિકાર બને છે. સુકા અંજીર આયર્નનો મુખ્ય સ્રોત માનવામાં આવે છે. તેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. પલાળેલા અંજીર ખાવાથી શરીરમાં આયર્નની માત્રા વધી શકે છે. અને શરીર કોઈપણ પ્રકારના રોગ સામે લડવામાં સક્ષમ બને છે.
પલાળેલા અંજીર અસ્થમાથી બચાવવામાં મદદ કરે છે. અંજીરના ઉપયોગથી શરીરની અંદર રહેલા મ્યુકસ મેમ્બ્રેનને ભેજ મળે છે અને કફ સાફ થાય છે, જે દમના દર્દીને રાહત આપે છે. અંજીર ફ્રી રેડિકલ સામે લડે છે. જો ફ્રી રેડિકલ શરીરમાં રહે છે, તો તે અસ્થમાને વધુ ગંભીર બનાવી શકે છે.
જ્યારે હૃદયમાં ફ્રી રેડિકલ રચાય છે અને હૃદયને લગતા રોગો શરૂ થાય છે ત્યારે હૃદયમાં રહેલી કોરોનરી ધમનીઓ અવરોધિત થઈ જાય છે. આવી સ્થિતિમાં, અંજીરમાં હાજર એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો આ રેડિકલને દૂર કરીને હૃદયને સુરક્ષિત રાખે છે. આ સિવાય અંજીરમાં ઓમેગા -3 અને ઓમેગા -6 ફેટી એસિડ ગુણ પણ છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
અંજીરમાં પુષ્કળ પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદગાર છે, તેથી હાઈ બીપીવાળા લોકો માટે પલાળેલા અંજીર ફાયદાકારક છે.
કેટલાક દિવસો માટે સવારે અને સાંજે પલાળેલા અંજીર ખાવા અને પાણી પીવાથી હરસમાં ફાયદો થાય છે.અંજીરમાં મોટી માત્રામાં કેલ્શિયમ હોય છે, જે સરળતાથી શરીરમાં સમાઈ જાય છે, તેથી અંજીરનું સતત સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે અને સાંધાનો દુખાવો પણ દૂર થાય છે.
અંજીર એક એવો ઉમદા કુદરતી મેવો છે જે અનેકવિધ ફાયદા ધરાવે છે. અંજીર મધુર અને જલદી પચી જનારું છે. અંજીર જઠરના અનેક રોગોમાં બહુ ગુણકારી છે. અંજીરમાં ૫૦% ટકાથી વધુ બિન હાનિકારક એવી કુદરતી ખાંડ છે. અંજીર મૂત્રપિંડ અને કીડનીને સ્વચ્છ રાખે છે. શરીરમાં થતી ફોલ્લીઓ કે ચાંદા જેવી ઉપાધિમાં અંજીરનું શરબત ખૂબ ફાયદો કરે છે.
અંજીર બવાસીર, પગના અંગૂઠા, આંગળાં અને ઘૂંટીમાં થતા દર્દમાં લાભકારક છે.જન્નતનું કોઈ ફળ જો આ ધરતી પર હોય શકતું હોય તો એ ફળ અંજીર છે. એ જાણેકે જન્નતનો મેવો છે.