જો તમને બજારમાં સારી ગુણવત્તાનો પાવભાજી મસાલો નથી મળતો તો તમે થોડો સમય નીકાળીને મસાલો સરળતાથી ઘરે બનાવી ને તમારા ખાવાનો સ્વાદ બમણો કરી શકો છો ઘરે બનાવવામાં આવતા દરેક મસાલા હંમેશા તાજા અને સારી ગુણવત્તાવાળા હોય છે.
પાવભાજી બાળકોથી લઇને મોટા લોકોને ખૂબ જ ભાવતી હોય છે અને તમે તેમાં તમારા મનગમતા શાકભાજી ઉમેરીને ઘરના લોકોને ખવડાવી શકો છો.
પાવભાજી મસાલો માટે જરૂરી સામગ્રી
ધાણા 5ચમચી, મેથી 1/4 ચમચી, કાળું મીઠું 1 ચમચી, ઝીરું 2 ચમચી, કસુરી મેથી 1ચમચી, જાવિત્રી 1 ઈંચનો ટુકડો ,નાની ઇલાયચી 1-2,કાળા મરી 1/2 ચમચી, લાલ મરચું 1 ચમચી, હળદર 1ચમચી,લવિંગ 10-12,આમચૂર 2 ચમચી ,તજ 1 ઈંચનો ટુકડો
પાવભાજી મસાલો બનાવવાની રીત
આ મસાલાને પણ બીજા મસાલાની જેમ બનાવવા માટે સૌથી પહેલા ધાણા, જીરું ,મેથી ,કાળા મરી અને લવિંગને ધીમા તાપેત્રણથી ચાર મિનિટ સુધી શેકી લો પછી તેને ઠંડુ પડવા માટે બાજુમાં મૂકી દો.
આ પછી આ શેકેલી વસ્તુઓ અને બાકીની વસ્તુઓ ને મિક્સર જારમાં એકસાથે ઉમેરીને સારી રીતે મિક્સ કરીને ઝીણો પાવડર બનાવી લો.
તો તૈયાર છે તમારો સ્પેશિયલ બજાર જેવો પાવભાજી મસાલો. હવે તેને એક એરટાઈટ કન્ટેનરમાં બંધ રાખો તમે આ મસાલાને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમે ઘરે પાવભાજી બનાવો ત્યારે તેમાં જરૂર મુજબ ઉપયોગમાં લઈ શકો છો.