પેટનું તંદુરસ્ત હોવું ખૂબ જરૂરી છે. તે શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ જો પેટમાં કોઇપણ પ્રકારની ગડબડી હોય તો તે અન્ય બિમારીને આમંત્રણ આપે છે. ઘણા લોકોને પેટ સાફ ન હોવાને કારણે કબજિયાતની સમસ્યા રહે છે. તેના કારણે પાચનક્રિયામાં ગડબડી રહે છે.
પાણીનું ઓછુ સેવન કરવું, તળેલા ભોજનનું સેવન,વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરવી, મેટાબોલિજ્મ ઓછા થવા, પેન કિલરનું સેવન કરવું, સતત એક જગ્યા પર બેસી રહેવું, એક પ્રકારનું ભોજન ખાવું આ કબજિયાત થવાના મુખ્ય કારણો છે.
સવારના સમયે ભૂખ્યા પેટે થોડું ગરમપાણી પીવામાં આવે તો આપણું પેટ એકદમ સાફ થઇ જાય છે. પરંતુ ગરમ પાણી પીધા પછી થોડી વાર માટે ચાલવું જોઈએ. તેનાથી આપણા પેટમાં બધી બાજુથી કચરો એક જગ્યા પર જમા થઇ જાય છે અને પેટ એક સાથે જ સાફ થઇ જાય છે. તેનાથી આપણા શરીરમાં રહેલો કફ પણ નીકળી જાય છે.
સવારે ખાલી પેટ લીંબુનો રસ, એક ચમચી મધ અને થોડું કાળું મીઠું ૧ ગ્લાસ હુફાળા પાણીમાં ભેળવીને સેવન કરવાથી પણ પેટ સાફ થઇ જાય છે. નારિયલ પાણી પણ પેટ સાફ કરવામાં રામબાણ ઈલાજ છે. રોજ નારિયલ પાણી સવારે ખાલી પેટ પીવાથી પેટ સાફ થાય છે.
ઈસબગુલ ના બેહતરીન ગુણોના કારણે ઈસબગુલ ને પેટ સંબંધિત કેટલીક તકલીફોમાં ખૂબ કારગત નીવડે છે. જે લોકોને કબજિયાત કે પેટની ગડબડ , આંતરડાના રોગો, ખરાબ પાચનશક્તિ જેવી તકલીફો રહે છે , તો એમના માટે ઈસબગુલ એક સરળ, સસ્તો અને કુદરતી ઉપચાર છે. ઈસબગુલ ની તાસીર ઠંડી હોય છે, આ પેટના આંતરડામાં ફસાયેલ મળને કાઢીને પેટ સાફ કરે છે.
પેટ સાફ થાય અને વધારે સમય સુધી ટોયલેટમાં બેસવું ના પડે તો સફરજનના વીનેગર લઈ શકો છો. આ ડાયજેશન સિસ્ટમને તંદુરસ્ત કરીને જૂનામાં જૂની કબ્જને દૂર કરવાની તાકાત રાખે છે. આંબળા પાવડર ના સેવન થી અપચા ની તકલીફ ને દુર કરી શકાય છે. રોજ રાત્રે સુતાપહેલા એક ચમચી આંબળા પાવડરનું સેવન તમારા માટે ખુબ જ વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
અળસીના બીજમાં ઘણી માત્રામાં પ્રોટીન અને પોષક તત્વ હોય છે. એટલા માટે રાત્રે સુતા પહેલા દુધની સાથે એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. તેનાથી સવારે પેટ એકદમ સાફ થઇ જાય છે. દુધની સાથે આંબળાનું સેવન કરવાથી પણ પેટ સ્વસ્થ રહે છે
પેટ સાફ કરવા માટે એરંડિયાનું તેલ પણ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. રાત્રે સુતા પહેલા મધ વાળા પાણીમાં એક ચમચી એરંડિયું નાખીને પીવામાં આવે તો પણ સવારે પેટ સાફ થઇ જાય છે. અને એક ગ્લાસ હલકું એવું ગરમ એક ગ્લાસ દૂધમાં એક ચમચી એરંડિયાનું તેલ નાખીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પણ સવારે પેટ સાફ થઇ જાય છે.
પેટને સાફ રાખવા માટે જે જે બેક્ટેરિયા ફાયદાકારક હોય છે અને જે આપણા આંતરડા માટે પણ જરૂરી હોય છે તેવા બેક્ટેરિયા દહીમાં મળી આવે છે. દહીનું સેવન કરવાથી આ બેક્ટેરિયાઓની ઉણપ પૂરી કરી શકાય છે. પેટને હેલ્ધી રાખવા માટે આપ દહી, છાશ વગેરે લઈ શકો છો અને પેટની દરેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
વરીયાળી ખાવાથી પણ ગેસ બળતરા જેવી સમસ્યાથી રાહત મળે પરંતુ તે પેટને પણ સાફ કરે છે. જમીને પછી તરત જ વરીયાળીનું સેવન કરવું જોઈએ તે આપણી પાચનતંત્રને ઉજાગર કરે છે અને ખોરાક જલ્દી પચી જાય છે એટલે તે સરળતાથી બહાર પણ નીકળી જાય છે. અને પેટને બિલકુલ સાફ રાખે છે.
લસણમાં એંટીઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે સખત મળને મુલાયમ કરીને આપના આંતરડા માંથી સરળતાથી બહાર કરી દે છે. લસણને આપ શેકીને કે પછી કાચું પણ ખાઈ શકો છો. આ બોડી માટે અને કેટલાક પ્રકાર થી ફાયદાકારક હોય છે.
એક તપેલીમાં 1 ગ્લાસ પાણી નાખી તેમાં તે ત્રિફળા ચૂર્ણ મિક્સ કરવાનું અને તેને ગરમ કરવા મૂકી દેવાનું. અડધું પાણી બળી જાય એટલે તેને ગાળી લો અને તેમાં 1 ચમચી એરંડિયું મિક્સ કરો. તેને સવારે પીવાનું છે. તેનાથી બધા જ આંતરડા સાફ થઈ જશે.