પીપળાને વૈદકીય ગ્રંથોમાં બોધિવૃક્ષ કહ્યું છે. ભગવાન બુદ્ધ આ ઝાડ નીચેથી ઉપદેશ આપવો શરૂ કર્યો હતો. બાકી બુદ્ધિ વધારનાર ઔષધમાં પીપળો એક છે, જે નાનાં બાળકો ગાંડા જેવાં કે મૂર્ખ જેવા લક્ષણ કરે છે, જેને બિલકુલ સમજણ નથી એવાં બાળકોને દર રવિવારે પીપળાનાં પાન લાવી તેની ડિશ કરી તેના પર ગરમ ગરમ ભાત બનાવી તે ડિશમાં જમવા આપવું.
એમ ચાર પાંચ રવિવાર કરવાથી બાળકો સારાં સમજણવાળાં થાય છે. જેની જીભ જડ હોય અને તોતડી હોય તેને પણ પીપળાની ડિશ ઉપર રવિવારે ગરમ ભાત જમવાથી ફાયદો થાય છે. પીપળાની છાલનો ઉકાળો કરી તેનાથી કોઈ પણ ઘા ધોવાથી જલદી સારો થાય છે.
હવે અમે તમને જણાવીશું પીપળાથી થતાં અનેક ફાયદાઓ : અસ્થમાની સમસ્યામાં પીપળાના પાનનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે. પીપળા ના પાનના રસમાં વિશેષ ગુણધર્મો હોય છે, જે શ્વસન સમસ્યાઓ, ફેફસામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને કફ જેવા રોગો માટે ફાયદાકારક છે.
જો તમારા દાંતને તંદુરસ્ત અને સફેદ રાખવા માંગો છો, તો દાંત સાફ કરવા માટે પીપળાના દાતણનો ઉપયોગ કરો.જો તમે પીપળાના દાતણથી તમારા દાંતને સાફ કરો છો તો તેનાથી દાંતની પીડા દૂર થશે. આ માટે 10 ગ્રામ પીપળાની છાલ અને 2 ગ્રામ કાળા મરીને પીસી ને દાંત માટેનું મંજન બનાવી શકો છો.
જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તમને દાંતની સમસ્યાઓથી રાહત મળશે.પેટમાં થોડો દુખાવો થતો હોય તો પીપળાના પાન ઉપયોગમાં આવે છે. પીપળાના પાનમાં બળતરા વિરોધી અને એનલજેસિક ગુણધર્મો છે, જે વિવિધ પીડા અને બળતરાની સમસ્યાઓનો ઇલાજ કરી શકે છે.
હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રહેવા ઇચ્છતા હોવ તો પીપળાના 15 તાજા લીલાં પાંદડા સારી રીતે ઉકાળો. ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધાના રહી જાય. ઉકયાળ્યાં પછી ઠંડુ કરી ને તેને ગાળી લો. આ ઉકાળને દિવસ માં 3 વાર પીવો. આવું કરવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે.
પીપળાના પાનનો ઉપયોગ કબજિયાત અથવા ગેસની સમસ્યાઓ માટે દવા તરીકે થાય છે. તેને પિત્તનો નાશ કરનાર પણ માનવામાં આવે છે, તેથી તેનો ઉપયોગ પેટની સમસ્યાઓમાં ફાયદાકારક છે. તેના તાજા પાનનો રસ અને સવાર-સાંજ એક ચમચી પીવાથી પિત્તની સમસ્યા દૂર થાય છે.
જે લોકો નિયમિત પીપળાના પાનનું સેવન કરે છે, એ લોકોનું શરીર હંમેશા યંગ રહે છે અને વધતી ઉંમરમાં પણ એ યુવાન રહે છે માટે તમે પણ પીપળા ના પાન ને ખાઈને જવાન અને તંદુરસ્ત રહી શકો છો. પીપળાના નરમ પાન ખાવાથી અથવા તેનો ઉકાળો પીવાથી ચામડીની સમસ્યાઓમાં રાહત મળે છે. આ સિવાય પિમ્પલ્સની સમસ્યા પર પીપળાના છાલ લગાવવાથી ફાયદો થાય છે. પીપળાના પાન ચાંદીના રોગો માટે ખૂબ જ ફાયદાકારક છે.
પીપળાના વૃક્ષ ની છાલ નું ચૂર્ણ ખાવાથી શ્વાસ ને લગતી બીમારી દૂર થાય છે. શ્વાસ સંબધિત બીમારી હોય ત્યારે પીપળાની છાલનું અંદરના ભાગનું ચૂર્ણ બનાવી આ ચૂર્ણ ખાવાથી બીમારી દૂર થઈ જશે. ચામડી પર થનારી સમસ્યા જેવી કે દાદર, ખંજવાળ અને ચામડીનું ઇન્ફેક્શન દૂર કરવા માટે પીપળાના પાનનો ઉકાળો બનાવીને પીવો જોઇએ. તે સિવાય ખીલ, ફોલ્લી થવા પર પીપળાની છાલને પીસીને તેની પર લગાવવાથી રાહત મળે છે.
ઘણીવાર ગરમીમાં લોકો ને નાકમાંથી લોહી નીકળે છે નાકમાંથી લોહી નીકળે ત્યારે પીપળાના તાજા પાનનો રસ કાઢીને પછી આને નાકમાં નાખો આ રસને નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થઇ જશે. પીપળાના પાનને સૂંઘવાથી નકસીર ની સમસ્યા દૂર થાય છે.
રોજ પીપળાની છાલનું ચૂર્ણ બનાવીને દૂધ સાથે પીવાથી ડાયાબિટીસ ની બિમારી દૂર થાય છે. તે સિવાય તેના પાનના રસનો રોજે પીવાથી ડાયાબિટીસની સમસ્યા દૂર થાય છે. જો કોઈ જેહેરીલું જીવજંતુ કારડ્યું હોય ત્યારે તરત જ ડંખ મારેલી જગ્યા પર પીપળાના પાનનો રસ લગાવીડો. પીપળાના પાનનો રસ લગાવાથી ઝેરની અસર તરત જ ઓછી થાય જાય છે.
જો શરીરમાં લોહીના હોય તો તમે પીપળાના પાનનો પાવડરનું સેવન કરો પીપળાના પાન ખાવાથી લોહી એકદમ શુધ્ધ બની જશે તમે પીપળાનાં વૃક્ષના પાનને સુકવી દો અને પછી તેને પીસી નાખો. રોજ આ પાવડરમાં મધ ઉમેરીને તેનું સેવન કરો એક અઠવાડિયા સુધી આનુ સેવન કરવાથી લોહી એકદમ શુદ્ધ બની જાય છે.