પ્રવર્તમાન સમયમાં માત્ર ભારત દેશ જ નહી પરંતુ સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકની સમસ્યા અને પ્લાસ્ટિક પ્રદુષણ સામે ઝઝુમી રહિયું છે. અત્યારે પ્લાસ્ટિક પ્રદુષણ આપણી રોજબરોજ ની લાઇફ સ્ટાઇલ ઉપરાંત જંગલો નદી શહેરો સહિતના માનવ જીવન સાથે સંળાયેલી તમામ ક્રિયાઓમાં વ્યાપક અસર કરે છે. અત્યારે પ્રદૂષણનો વ્યાપ વધી રહ્યો છે.
વિજ્ઞાનીઓ અને પર્યાવરણીય જૂથોના જણાવ્યા અનુસાર કેટલાક પ્લાસ્ટિકના ડબ્બા, રૅપ અને પાઉચના પ્લાસ્ટિકમાં રસાયણોનું પ્રમાણ વધારે હોય છે જે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. કડક પ્લાસ્ટિકમાં બીપીએ (બિસફિર્નોલ એ) નામનું રસાયણ હોય છે.
પ્લાસ્ટિક જે નુકશાન કરે છે તેના કરતાં વધારે નુકશાન તેની બનાવટમાં વપરાતાં ‘ફલેઇમ રીટાર્ડન્ટ” એટલે કે આગ પ્રતિરોધક પદાર્થો વધારે નુકશાનકર્તા હોય છે. પ્લાસ્ટિક બનાવતી વખતે તેમાં આગ પ્રતિરોધક પદાર્થો ઉમેરીને તેને ‘ફાયરપ્રુફ” બનાવવામાં આવે છે.
પ્લાસ્ટિકમાં આગ પ્રતિરોધક તરીકે બ્રોમિન, કલોરિન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને બોરેકસમાંથી બનતાં વિવિધ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે.
જનરલી અત્યારે દૂધ , શાકભાજી ની થેલીઓ , પ્રોવિઝન સ્ટોર્સની થેલી અને ફળો જયારે લોકો એકબીજાને આપે છે ત્યારે પ્લાસ્ટિકનો જ ઉપયોગ થાય છે.
પ્લાસ્ટિકના ચોખાની સૌથી મોટી વાત એ છે કે એની જયારે રસોઈ કરવામાં આવે ત્યારે તેના સ્વાદમાં કોઈ જ ફરક નથી પડતો. પ્લાસ્ટિકના ચોખાથી કેન્સર થાય છે. આના પહેલા ચીન પ્લાસ્ટિકની કોબીજ બનાવવાનો આવિષ્કાર પણ કરી ચુક્યો છે.
નરમ પ્લાસ્ટિકમાં થાલેટ્સ હોય છે. ચિંતાજનક બાબત એ છે કે આપણે જે પણ ખાઈએ-પીએ છે તેના માધ્યમથી આ રસાયણ આપણા શરીરમાં પ્રવેશે છે. જોકે આ રસાયણ નળનું પાણી, ધૂળ, પ્લાસ્ટિકના રમકડાં વગેરે માધ્યમથી આપણા શરીર સુધી પહોંચે છે.
પ્લાસ્ટિકના વાસણમાં ચરબીયુક્ત ખાવાનું જેમ કે કોઈ પણ શાકનો રસો કે ટામેટાયુક્ત ખાટા વ્યંજનોને ગરમ કરવાથી મોટા પ્રમાણમાં આ રસાયણો છૂટા પડે છે અને ખૂબ જલ્દી આપણા શરીરમાં પહોંચી જાય છે.
આખી દુનિયા જાણે છે કે પ્લાસ્ટિક ઝેર છે, તેમ છતાં તેનો ઉપયોગ કરવાનું લોકો છોડતા નથી. દર વર્ષે પ્લાસ્ટિકનો માથાદીઠ વપરાશ ૧૧ કિલો જેટલો થાય છે. આજે પ્લાસ્ટિકનું પ્રદૂષણ દુનિયાભરના દેશો માટે સૌથી મોટી સમસ્યા બની ચૂક્યું છે અને એનો નિકાલ લાવવો લોઢાના ચણા ચાવવા સમાન બની ગયો છે.
જો તમને લાંબા સમયથી ખાવાનું પાચન ન થતું હોય તો તમે પ્લાસ્ટિકના વાસણ કે પાણીની બોટલનો ઘણા વખતથી ઉપયોગ કરો છો. પ્લાસ્ટિકની પાણીની બોટલ તડકામાં મૂકવાથી તે ગરમ થઈ જતાં તેમાં રહેલું પાણી ન પીવું જોઈએ. આ પાણી શરીર માટે ઝેર જેવું કામ કરે છે. એમા બીપીએનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જે ગેસની સમસ્યા કે કેન્સર જેવા રોગને જન્મ આપે છે.
‘જે પોષતું તે મારતું’ મુજબ પ્લાસ્ટિક આપણને તારે છે અને મારે પણ છે. સમસ્યા પ્લાસ્ટિકની નથી સમસ્યા આપણા દ્વારા કરાતા બેકાળજી ભર્યા નિકાલની હોય છે. દિવસે દિવસે વધતા જતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે.
પ્લાસ્ટિકની એક બોટલને રીસાયકલ કરતા એટલી બધી ઉર્જા પ્રાપ્ત થાય છે કે તમે 60 વોલ્ટનો ૬ કલાક સુધી સળગી શકે તેઓ ગોળો (બલ્બ) બનાવી શકો છે. તો વિચારો સ્વાસ્થ્ય માટે કેટલું નુકશાનકારક હશે.
છેલ્લા સંશોધન મુજબ પૃથ્વી પરના બધા જવાળામુખીને ઉત્પન કરે તેનાથી વધારે એટલે કે સો ગણું વધારે કાર્બન ડાયોક્સાઇડ આપણી ઉધોગિક અને વાહન વ્યવહાર પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. ઘણા દાયકાઓ સુધી માટીમાં ઓગળી ન શકવાને કારણે આવા પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાય છે. જો બધું આમને આમ ચાલ્યું તો ધરતી પરનું તાપમાન વધતું જશે
અને ધ્રુવ પ્રદેશોના બરફ પીગળવાથી ધીરે ધીરે પૃથ્વી ઉપર જીવન ટકી શકશે નહીં તેવી સમસ્યા ઉભી થશે. અને ભવિષ્યમાં આમ થતું અટકાવવા માટે આજે જ પ્લાસ્ટિક અને પર્યાવરણને નુકસાન કરતા અન્ય પદાર્થોના ઉપયોગને નિયંત્રિત કરવા જરૂરી છે.
પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકના ઉપકરણોમાં આગ પ્રતિરોધક પદાર્થો ન હોય તો આગથી થતું નુકશાન બમણું થઇ જવાની શકયતા રહે છે. આ કારણોસર પ્લાસ્ટિકમાં આગ પ્રતિરોધક પદાર્થો ઉમેરવામાં આવે છે. આગ પ્રતિરોધક પદાર્થો પ્લાસ્ટિકની સપાટી ઉપર કાર્બોનાઇઝડ ‘લેયર” તરીકે હોય છે.(માચીસની કાંડી કાર્બોનાઇઝડ હોય છે જેને સળગાવ્યા બાદ ઓલવવાની જરૂર પડતી નથી તે આપોઆપ ઓલવાઇ જાય છે.)
સામાન્ય રીતે પ્લાસ્ટિકની બનાવટમાં વપરાતું પોલીઇથીલીન ટેરાફટાલેટ (પેટ) જેવું તત્વ વપરાયું હોય તો પ્લાસ્ટિકના વર્ગીકરણના નિયમોના પ્રમાણે તેને ઍક ક્રમાંક આપવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના પ્લાસ્ટિકમાંથી મિનરલ વોટરની બોટલો બનાવવામાં આવે જે સ્વાસ્થ્ય અને પર્યાવરણને હાની પહોચાડે છે.
પીવાના પાણી ઉપરાંત અન્ય માધ્યમ દ્વારા પણ પ્લાસ્ટિક શરીરમાં પહોંચતું હોય છે. ખાસ કરીને વાતાવરણમાં જ પ્લાસ્ટિકનું એટલું પ્રદૂષણ છે કે માનવી દર અઠવાડિયે લગભગ પાંચ ગ્રામ પ્લાસ્ટિક શ્વાસ વાટે શરીરમાં લે છે.
હકીકતમાં તો સવારમાં ઉઠતાની સાથે જ આપણે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોનું સેવન શરૂ કરી દઇએ છીએ. સૌથી પહેલાં તો દાંત સાફ કરવા માટે વપરાતી ટૂથ પેસ્ટમાં રહેલા માઇક્રોપ્લાસ્ટિકના ગણો આપણા શરીરમાં પ્રવેશે છે. તો નિકાલ પામેલું પ્લાસ્ટિક ગટરો દ્વારા નદીઓ અને સમુદ્રોના પાણીમાં ભળીને પ્રદૂષણ ફેલાવે છે.
નિમ્ન સ્તરના પ્લાસ્ટિકમાં આ રસાયણોની માત્રા વધારે હોય છે. નેશનલ ઇન્સ્ટટીયૂટ ઓફ એન્વાયર્મેન્ટલ હેલ્થ સાયન્સ દ્વારા યોજાયેલા નેશનલ ટોકસોલોજી પ્રોગ્રામમાં વિજ્ઞાનીકોએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકમાં રહેલા બીપીએની સ્ત્રીના ગર્ભમાં રહેલા ભૂ્રણ, ભાખોડિયા ભરતાં શિશુ, બાળકો અને વૃધ્ધો પર ગંભીર અસર થાય છે
પ્લાસ્ટિક લાંબેગાળે હોર્મોન્સની સિસ્ટમ ખોરવી નાખે છે. ખાદ્ય ચીજો અને પ્રવાહી પ્લાસ્ટિકમાં લેવાનું શક્ય હોય તેટલું ટાળો. પ્લાસ્ટિકમાં અતિ ગરમ કે અતિ ઠંડી ચીજો લેવાથી ઝેરી રસાયણ ઓગળી શરીરમાં પ્રવેશે છે.