આયુર્વેદ મુજબ પપૈયાને માત્ર ફળ જ નહિ, પરંતુ એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. પપૈયાની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક છે. પપૈયું તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
પપૈયુ વિટામિનનો એક સ્ત્રોત માનવામાં આવે છે કારણકે પપૈયામાં વિટામિન એ, સી, ઇ, મેગ્નીશીયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ પપૈયાંથી થતાં ફાયદાઓ વિશે.
સંધિવાના રોગીઓ માટે કાચા પપૈયાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. કાચા પપૈયાને પાણીમાં નાખો, તેને સરખી રીતે ઉકાળતા પહેલા વચ્ચે એકવાર તેને કાઢીને ધોઇ લો અને તેના બી કાઢી લો. ફરીથી 5 મિનિટ માટે પાણીમાં નાખીને ઉકાળો ત્યારબાદ ઉકળતા પાણીમાં બે ચમચી ગ્રીન ટી નાખી દો. એને ગાળીને આ પાણીને રાખી લો અને દિવસભર તેને પીવો. આ પાણીથી સંધિવામાં રાહત મળે છે.
કિડનીને લગતી કોઈ સમસ્યા કે તમારી કિડનીમાં પથરી હોય તો પપૈયાના બીજથી તમને ખૂબ ચમત્કારિક લાભ મળશે. પપૈયાના બીજ નો નિયમિત રીતે ઉપયોગ કરવાથી તમારું લીવર મજબૂત રહે છે. પપૈયાના પાનમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદગાર છે. તેઓ સર્વાઇકલ અને સ્તન કેન્સર જેવા રોગોમાં ખૂબ અસરકારક છે.
સ્ત્રીઓ ઘણીવાર પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. આ સ્થિતિમાં મહિલાઓએ પપૈયાના પાનમાં આમલી, મીઠું અને એક ગ્લાસ પાણી સાથે મેળવીને ઉકાળો બનાવી લોઆ ઉકાળનું સેવન કરવું જોઈએ. તેનાથી પીડાથી જલ્દી રાહત મળશે. કાચા પપૈયાનો જ્યૂસ પીવાથી ડાયાબિટિસ કંટ્રોલ કરી શકાય છે. આ રક્ત શકરાના સ્તરને ઓછુ કરી ઇન્સ્યુલિનની માત્રાને વધારે છે.
પપૈયું પેટ માટે વરદાનરૂપ છે. પેટના રોગોને દૂર કરવા માટે પપૈયું સર્વશ્રેષ્ઠ ફળ છે. તે પાચન તંત્રને સ્વસ્થ રાખવાની સાથે અરુચિ, અનિદ્રા, માથાનો દુખાવો, કબજિયાત વગેરે રોગમાં પણ ઝડપી રાહત આપે છે. કાચા પપૈયાના બીજમાં મોટી માત્રામાં વિટામીન જોવા મળે છે. જે શરદી જેવી ઇન્ફેક્શનમાંથી છૂટકારો અપાવે છે.
પપૈયાના પલ્પથી ચહેરાને સાફ કરવામાં આવે તો તમારા ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ચમકદાર બની જાય છે. પપૈયાની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન-એ તથા વિટામિન સી હોય છે. જે તમારા શરીરની અંદર જામેલ વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે. બાળકોને દૂધ પીવડાવનાર મહિલાઓને વધારે ન્યૂટ્રિશન્સની જરૂર પડે છે. કાચા પપૈયા ખાવાથી દૂધ વધારવામાં મદદ મળે છે.
હાડકામાં દુખાવો અને નબળાઇનું કારણ વિટામિનની ઉણપ હોઈ શકે છે. કાચા પપૈયામાં સમૃદ્ધ માત્રામાં વિટામિન મળી આવે છે. કાચા પપૈયાના સેવનથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકે છે. જે વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય તેણે ફાઇબર યુક્ત આહાર લેવો જોઈએ. કાચા પપૈયાની અંદર ખૂબ જ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
ત્વચા કોઈપણ કારણોસર બળી જાય છે, તો શરીરમાં બળતરા થાય છે, તો બળતરા દૂર કરવા માટે પપૈયાના બીજનો ઉપયોગ કરી શકો છો, આ એક અસરકારક ઉપાય છે. કાચા પપૈયાનો ઉપયોગ લિવર અને પીળીયાના રોગિઓ માટે ફાયદાકારક છે. પીળીયો થયા પછી લિવરનો તેના પર ઘણો પ્રભાવ પડે છે અને તે કમજોર થઇ શકે છે. આ સ્થિતિથી બચવા માટે કાચુ પપૈયુ ખાવુ જોઇએ. પપૈયાના પાન બેક્ટેરિયા અને ચેપને રોકવામાં અસરકારક છે.
કીડનીમાં પથરી થાય ત્યારે રોજ પપૈયા ખાવ અને પપૈયાના બીજને વાટીને રોજ સવારે હુફાળા પાણીમાં સેવન કરો. પપૈયાના બીજ કીડની પથરીમાં રામબાણ દવાની કામ કરે છે. ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન હોય છે અને મોટાપા ને વજનને ઓછુ કરવા માટે જુદા-જુદા નુસખા અજમાવે છે. જો તમે પણ મોટાપાથી પરેશાન છો તો, તમારુ વજન ઓછુ કરવા ઇચ્છો તો રોજ કાચા પપૈયાને ખાવુ જોઇએ. કાચુ પપૈયુ ખાવાથી ફેટ જલ્દીથી ઓવહુ થાય છે.
પપૈયા માં વિટામીન ‘એ’, પ્રોટીન, પ્રોટીયોટીક ઇન્જાઈમ્સ અને કેલેરી ઘણી જ માત્રામાં રહેલ છે. કાચું પપૈયા આંખોની રોશની વધારવામાં ઘણું સક્ષમ છે. હમેશા ડોક્ટર આંખોની રોશની વધારવા માટે પપૈયા અને ગાજર ખાવાની સલાહ આપે છે. પપૈયા આંખો માટે ઉત્તમ માનવામાં આવે છે. ડેંગ્યુ અને મેલેરિયા જેવા રોગોમાં પપૈયાના પાનનો રસ ખૂબ અસરકારક છે. તેઓ તાવને લીધે વધતી પ્લેટલેટ્સ અને શરીરમાં નબળાઇ વધતા અટકાવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.