રજકો ધરતીનો આશીર્વાદ છે. આ હંમેશા ગામડાઓમાં જાનવરોને ચારા માટે ઉપયોગ કરવામાં આવે છે. રજકો વિટામીન, મિનરલ અને બીજા પોષક તત્વોથી ભરપુર હોય છે. તે તમારા હાડકાને શક્તિ આપવા સાથે તેના વિકાસમાં પણ ઉપયોગી બને છે. તેમાં પ્રોટીન અને વિટામીન એ, વિટામીન બિ 1, વિટામીન બિ 6, વિટામીન સી, વિટામીન ઈ અને વિટામીન કે હોય છે.
રજકામાં કેલ્શિયમ, પોટેશિયમ, કેરોટીન, આયરન અને ઝીંક પણ હોય છે. તેનું સેવન બીજ, પાંદડા કે ગોળીઓ તરીકે લઇ શકાય છે. કિડનીની તકલીફ, આર્થરાઈટીસ, યુરીન સાથે જોડાયેલી તકલીફો, કોલેસ્ટ્રોલનું સ્તર, સ્ટ્રોક જેવી ઘણી તકલીફોનો ઈલાજ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો હવે આપણે જાણીએ રજકાથી થતાં ફાયદાઓ વિશે.
કીડનીથી પથરીને દૂર કરવા માટે રજકાનો ઉપયોગ કરવામાં આવે છે. કિડનીની પથરીને ગાળીને કાઢવામાં વિટામીન એ, સી, ઈ અને જિંક મદદગાર સાબિત થાય છે. આ બધાં વિટામીન અને મિનરલને આપણે રજકાના પાવડર અને રજકાના જ્યુસમાં મળી શકે છે.
પાચનશક્તિ વધારવું પણ રજકાનું કાર્ય છે. રજકામાં એમાઈલેજ, ઈન્વર્ટેજ અને પેક્ટીનેજ જેવા ઘણા એન્જાઈમ હોય છે. તે એન્જાઈમ આપણને આસાનીથી ભોજન પચાવવામાં મદદ કરે છે. સાથે તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર પણ છે. તે ફાઈબર આપણી પાચનક્રિયાને બહેતર કરે છે અને કબજીયાતની સમસ્યાથી આરામ અપાવે છે.
ગઠીયો વાથી પીડિત લોકો માટે રજકો ખુબ જ લાભકારી છે. રજકો આપણા શરીરમાં આવેલા યુરિક એસિડને બેઅસર કરવામાં મદદ કરે છે. જેનાથી દર્દમાં રાહત મળે છે. રજકામાં આવેલા ખનીજ શરીરમાં સ્નાયુ અને સાંધાના રીપેર અને પુન:નિર્માણ કરવામાં સહાયતા કરે છે. રજકો માંસ પેશીઓમાં દુખાવો અને બસ્ટાઈટીસના ઉપચારમાં ખુબ જ પ્રભાવી છે.
હ્રદય સંબંધી સમસ્યાઓ માટે રાજકો ખુબ જ ઉપયોગી છે. દૈનિક આહારમાં રજકાનો ઉપયોગ કરવાથી ઉચ્ચ ઘનત્વ ધરાવતા લિપોપ્રોટીન સારો કોલેસ્ટરોલના સ્તરને વધારે છે અને જેનાથી ધમનીઓમાં ચરબીના નિર્માણને ઘટાડે છે. રજકામાં ફાઈબર હોય છે જે હ્રદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે.
રજકામાં આવેલા વિટામીન કે લોહીના ગાંઠને વિનીયમિત કરવા માટે જરૂરી છે. લોહીના ગાંઠમાં અણુઓનો એક સમૂહ સામેલ હોય છે જે લોહીના પ્રવાહના માધ્યમથી નિરંતર સંચાર કરે છે,જેમાં આવેલા વિટામીન કે શરીરના ક્ષારો અને કેલ્શિયમને લઇ જાવામાં મદદ કરે છે. એક કપ અંકુરિત રજકામાં 30.5 ગ્રામ વિટામીન કે હોય છે જે દૈનિક રૂપથી 25.42 ટકા છે. વિટામીન કે મેલોડી પ્લાસ્ટિક સિન્ડ્રોમ રક્ત વિકારમાં સુધારો કરવામાં મદદ કરે છે.
રજકામાં સોજો ઘટાડનારા ગુણોના લીધે તે ગાંઠોના લક્ષણોને ઓછા કરવામાં સહાયતા કરે છે. રજકા માં આવેલા કોપર ગાંઠિયો વાના ઘરેલું ઇલાજના રૂપમાં કામ કરે છે. કોપર મસ્કુલર સિસ્ટમને મજબુત કરવામાં સહાયક હોય છે. એટલા માટે સવારે દરરોજ રજકાના પાન અને ફૂલ મસળીને કોપરના ગ્લાસમાં પાણી પીવાથી ફાયદો થાય છે.
રજકામાં આવેલું વિટામીન કે શરીરમાં સહનશક્તિ વધવાની ક્ષમતા વધી જાય છે જે કુશળ અને સ્વસ્થ રીતે ઘણા કાર્યો કરે છે. રજકાનું સેવન કેન્સર થવાનું જોખમ ઘટાડે છે. તેમાં કૈનાવાઈન નામનું એન્ટી કેન્સર તત્વ હોય છે. તે ખાસ કરીને અંકુરિત રજકામાં મળી આવે છે. તે કાર્સીનોમા અને બીજા કેન્સરના કોષોને રોકવાનું કામ કરે છે અને કેન્સર ના ખતરા થી બચાવે છે.
રજકાનો રસ અને બરાબર માત્રામાં ગાજર અને સલાડના પાંદડાને ભેળવીને નિયમિત રૂપે વાળમાં લગાવવાથી વાળના વિકાસમાં મદદ મળે છે. પોષકતત્વોથી સમૃદ્ધ તે રસ વાળના વિકાસમાં અને વાળને ખરવાની સમસ્યાને રોકવા માટે વિશેષ રૂપે ઉપયોગી છે. રજકાનું સેવન કરવાથી થાક ઓછો કરવામાં મદદ કરે છે. જે શરીરના ચયાપચય કાર્યોને યોગ્ય રીતે વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.