કોફી એ ચા પછીનું સૌથી લોકપ્રિય પીણું છે. ઘણા લોકો ને સવારે જાગીને તરત જ કઇફી પીવાની ટેવ હોય છે. કોફી પીઢ વગર દિવસ ની શરૂઆત જ થતી નથી. અને જ્યારે મિત્રો જોડે ભેગા થઈએ છીએ ત્યારે પણ કોફી પીએ છીએ પરંતુ શું તમને ખબર છે કે તમે જે રોજ કોફી પીઓ છો તેનો શું ફાયદો થાય છે તે. કોફી પીવાથી શરીર માં ઘણા ફાયદા અને ઘણા નુકશાન પણ થાય છે. તો આજે આપણે જાણીએ કે કોફી પીવાથી શું લાભ થાય છે.
સફેદ વાળ અટકાવવા :
વધતી ઉંમર સાથે સફેદ વાળ થાય તે સામાન્ય વાત છે. પરંતુ જ્યારે અકાળે અને નાની ઉંમરે વાળ સફેદ થાય તે એક મોટી ચિંતાજનક વાત છે. આજ ના વધતાં પ્રદૂષણ અને ભેળસેળ વાળા પદાર્થો ને કારણે નાની ઉંમરે જ સફેદ વાળ થાય છે. સફેદ વાળ થી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપચાર તરીકે કોફી બેસ્ટ છે. તેના લીધે કોઈ પણ આડઅસર થતી નથી. કોફી માં ફોલિકલ્સ જોવા મળે છે. તેનાથી વાળ મૂળ માંથી જ મજબૂત બને છે. અને અકાળે સફેદ થતાં અટકાવે છે. કોફીમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે એન્ટી ઓકિસ્ડન્ટ તરીકે કામ પણ કરે છે. તેની સહાયથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે. લગાવવાની રીત : ૫ ચમચી મહેંદી,૧ ચમચી કોફી અને એક કપ પાણી ને સરખી રીતે મિક્સ કરી ને ૧૫ દિવસે એક વાર લગાવવી અને તેને ૩ થી ૪ કલાક સુધી માથામાં રાખવી.
વજન ઓછું થાય :
કોફી શરીર નું જાડાપણું દુર કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. કોફી માં રહેલ કૈફીન આપણા શરીર માં રહેલ ચરબી ઘટાડે છે. તેથી જ જે લોકો ને વજન ઓછુ કરવા માંગે છે તે કોફી ની મદદ થી વજન ઓછું કરી શકે છે. જો તમને વજન જડપી થી ઓછું કરવું હોય તો ખાંડ વિના બ્લેક કોફી પીવાથી ઘટાડી શકાય છે. તે તમારા મેટાબોલિઝમ માં ૫૦ ટકાનો વધારો કરે છે. કોફી તમારા પેટને અંદર રાખવામાં પણ મદદ કરે છે. પેટ સાફ રહે છે. કોફી એ મૂત્રવર્ધક પીણું છે. ખાંડ વિના બ્લેક કોફી પીવાથી ઝેર અને બેક્ટેરિયા થી શરીર દૂર રહે છે અને પેટ સાફ પણ રહે છે.
થાક દૂર કરે :
અત્યાર ની વ્યસ્ત જિંદગી માં વધારે પડતાં કામ ને લીધે થાક નો અનુભવ થાય છે. ક્યારેક તો વધારે પડતું કામ હોય તો મોડી રાત સુધી જાગવું પડે છે. અને તેના લીધે આપની ઊંઘ પૂરી થતી નથી અને થાક નો અનુભવ થાય છે. તે વખતે તમે એક કપ કોફી પીશો તો તમને થાક નો અનુભવ નહીં થાય. કોફી તણાવ મુક્ત કરવા માટે મદદરૂપ સાબિત થાય છે.
કેન્સર માટે :
કોફી ચામડી ના કેન્સર ને દુર કરવા માટે ખુબજ ફાયદાકારક નીવડે છે. જે લોકો દિવસમાં 3 કપ કોફી પીવે છે. તેમને ત્વચા નું કેન્સર થવાનો ખતરો ઘણો બધો ઓછો થઇ જાય છે. કોફી લીવર કેન્સર માં પણ મદદરૂપ સાબિત થાય છે.
ડાયાબિટીસ માટે :
કોફી ડાયાબિટીસ ના દર્દી માટે પણ ખુબજ ફાયદાકારક છે. દિવસ માં ૩ થી ૪ કપ કોફી પીવામાં આવે તો ડાયાબિટીસ નું જોખમ ૫૦ % સુધી ઘટી જાય છે. તેના ઉપયોગથી શરીરમાં પોલિફેનલ બની શકે છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે.
વધારશે ઉંમર :
એક રિસર્ચ પ્રમાણે એવું સાબિત થયું છે કે કોફી ના બેથી વધારે કપ તમને લાંબુ જીવન આપી શકે છે. એટલે જો તમે દરરોજ બે કપ કોફી પી રહ્યા છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમે કોફી દરરોજ પી અને લાંબા સમય થી તેનું સેવન કરી રહ્યા છો તો તમારી ઉંમર માં ઘણો વધારો થાય છે.
કોફી ના નુકશાન :
પ્રેગ્નેટ મહિલા માટે :
ઘણા લોકો ને કોફી પીવાની આદત હોય છે. પણ કોઈ પણ વસ્તુ અતિ ન સારી , તેમજ પ્રેગ્નેટ મહિલાઓને ક્યારેય કોફી ન પીવી જોઇએ, તેમના માટે તે હાનિકારક સાબિત થઇ શકે છે. કોફીના વધારે પડતા સેવન થી ગર્ભપાત, નવજાત બાળકનું વજન ઓછુ થવું તેવા પ્રોબ્લેમ ઉભા થાય છે.
કોફી માં કૈફીન નામનું દ્રવ્ય રહેલું હોય છે. જેનું વધારે પડતું સેવન શરીર ની નસો ને કમજોર કરી નાખે છે. જેના કારણે ગભરાટ,નિરાશા અને ડિપ્રેશન જેવી સમસ્યા પણ ઉત્પન થઈ શકે છે.