શિયાળો, ઉનાળો, અને ચોમાસા દરમિયાન તેને અનુકૂળ આહાર લેવામાં આવે છે. જો તમે ઋતુને અનુકૂળ ખોરાક નું સેવન ન કરો તો શરીર બીમારીનું ઘર બની જાય છે. સ્વાસ્થ્ય સારું રાખવા ખોરાક ને મહત્વ આપવું જોઈએ. આજે અમે તમને જણાવ જઈ રહ્યા છીએ કે કઈ ઋતુ માં કયા ફળ અને કઈ શકભાજી કે બીજી કઈ વસ્તુ ખાવી જોઈએ.
જો તમે પણ અનુકૂળ ખોરાક ખાવા ઇચ્છતા હોવ તો જાણકારી માટે અમારો આ લેખ અંત સુધી પૂરો વાંચો. ચોમાસામાં મોસંબી, તરબૂચ, સંતરા જેવા ફળ લેવા જોઈએ. ચોમાસા માં લોકો વધારે બીમાર પડે છે માટે ચોમાસા દરમિયાન ખોરાક ખાવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ચોમાસા દરમિયાન મેલેરિયાથી બચવા માટે ચોમાસાની શરૂઆતમાં ત્રણ અઠવાડિયાં રોજ મહાસુદર્શનચૂર્ણ 1/2 કપ ઉકળતા પાણીમાં 1/2 ચમચી રાત્રે પલાળી સવારે તેને સહેજ ગરમ કરીને ગાળી લેવું પછી થોડું ઠંડુ પડે પછી તેને નરણા કોઠે પીવું જોઈએ. ચોમાસામાં પરવળને શાકનો રાજા ગણાય છે. તેને ખાવાથી ઘી ખાવા જેટલી શક્તિ મળે છે. તેથી ચોમાસા દરમિયાન પરવળનું શાક ખાવું હિતાવહ છે.
ચોમાસામાં પાણી હંમેશાં ઉકાળીને પીવું જોઈએ. ચોમાસામાં સૂંઠ નાખીને કરેલું ગરમ પાણી પીવું જઈએ. ચોમાસાની સીઝનમાં જઠરાગ્નિ મંદ હોય છે. જેને કારણે ભૂખ ઓછી લાગે છે, માટે સવારમાં ફૂદીનો, તુલસી, લીલી ચા, આદુ અને લીંબુ વગેરેનો ઉપયોગ કરીને પાચનશક્તિ સારી રાખી શકાય છે. તેનો ઉકાળો બનાવીને રોજ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
શિયાળામાં ઠંડીને કારણે શરદી-જુકામ વધી જાય છે આ માટે શિયાળા માં સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવું ફાયદાકારક રહે છે. શિયાળામાં માં લસણ, કુમળા મૂળા, આદું, લીલી હળદર, આંબા હળદર, ફુદીનો વગેરેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો.
શિયાળાની ઋતુમાં બાળકોને સવારે નાસ્તામાં ગાયનું ઘી 1/2 ચમચી તથા ચોખ્ખું મધ 1/4 ચમચી મિક્સ કરેલું દૂધ પીવા માટે આપવું જોઈએ. શિયાળાની ઋતુમાં કાન, પગ તથા માથું ઢાંકેલું જ રાખવું, કારણકે ઠંડી હવા તેના દ્વારા જ શરીરમાં જાય છે. હમેશાં ઋતુ મુજબનાં ફળો ખાવાં. ઋતુ વિરુદ્ધ ફળો ન ખાવાં. જેમ કે શિયાળામાં દ્રાક્ષ, તરબૂચ વગેરે રસદાર ફળ જ લેવા જોઈએ.
શિયાળાની શરૂઆતમાં પપૈયાં તથા સફરજન વગેરે વધારે પ્રમાણમાં લેવા જોઈએ. શિયાળામાં લીલા પાંદડાવાળી શાકભાજી વધારે પ્રમાણમાં મળે છે. જેવી કે પાલક, મેથી, સરસવ વગેરેમાં બીટા કૈરોટીનના પોષક તત્વો ભરપુર માત્રામાં ઉપલબ્ધ હોવાને કારણે આનાથી શરીરને સંક્રમણ રોગોથી બચાવવાની તાકાત મળે છે.
આ શાકભાજીમાં ફાઈબર પણ વધારે માત્રામાં હોય છે. આનાથી ડાયાબિટીસ, હદય રોગ અને કેંસર વગેરેથી બચવા માટે મદદ મળે છે. સાથે સાથે તેમાં કેલેરી ઓછી માત્રામાં હોવાથી જાડાપણથી પણ શિયાળામા બચી શકાય છે. માટે શિયાળામાં પાંદડા વાળ શકભાજી ખાવા જોઈએ.
ઉનાળાની શરૂઆતમાં લોકો ઠંડી વસ્તુ તરફ આકર્ષક થાય છે. ઉનાળામાં દ્રાક્ષ, સંતરા, કેરી, પપૈયાં તથા તરબૂચ, વગેરે ફાળો ખાવા જોઈએ. બધાં જ ખાટાં ફળો ખાતી વખતે તેમાં તીખા તથા સંચળ અથવા સિંધાલૂણનો પાઉડર નાખવો જોઈએ. ફળો સાથે દૂધ કદી પણ ન લેવું. દહીંનો ઉપયોગ માત્ર ઉનાળામાં જ કરવો જોઈએ. દહીં એકલું કદી ન ખાવું, તેમાં મધ, સિંધાલૂણ, ઘી, સાકર કે જીરું આ બધામાંથી કોઈ પણ મિક્સ કરીને ખાવું.
દહીં ઉનાળામાં ઘણું લાભકારી સબીત થાય છે પરંતુ રાત્રે દહીં કદી ન ખાવું. આઈસક્રીમ માત્ર ઉનાળાની ઋતુમાં તે પણ દિવસમાં જ ખાવો, ઉનાળામાં પણ રાત્રિના ઠંડી વસ્તુઓના સેવનનો ત્યાગ કરવો જોઈએ. ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાખીને ઉકાળી ઠંડું કરેલુ પાણી પીવું ફાયદાકારક સાબિત થાય છે.
ઉનાળામાં ગરમીથી બચવા ઠંડી વસ્તુઓનો બાહ્ય ઉપચાર કરવો. જેમ કે ઠંડા પાણીથી સ્નાન, અને ચંદનનો લેપ વગેરે, પરંતુ ખોરાકમાં ઠંડી વસ્તુઓનો ઉપયોગ શરીરને સાનુકૂલ રહે ત્યાં સુધી જ કરવો જોઈએ. ઉનાળામાં તાજા ફળોના જ્યુસ અને પાણી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવા જોઈએ. કારણકે ઉનાળા માં શરીરમાં પાણી ની કમી થઈ જાય છે માટે શરીર ને હાઇડ્રેડ રાખવા માટે જ્યુસ અને પાણી વધારે પીવું જોઈએ.