સાંધાનો નો દુખાવો એ આજે ખૂબ સામાન્ય રોગ બની ગયો છે જે મુખ્યત્વે ૫૦ વર્ષ પછી જોવા મળે છે. મુખ્યત્વે તેમાં ઘૂંટણમાં દુખાવો થાય તેમજ સોજો આવી જતો હોય છે. ચોક્કસ પ્રમાણમાં ન્યુટ્રીઅન્સ લેવામાં આવે તો સાંધાના દુ:ખાવાને આગળ વધતો અટકાવી શકાય છે.
ફળોમાં પાઈનેપલ એક ખૂબ જ ઉત્તમ ફળ માનવામાં આવે છે. તેમાં બ્રોમીન નામનું તત્વ રહેલું હોય છે. એ સાંધાના દુ:ખાવાની દવા જેવું જ ઉત્તમ કામ કરે છે. સાંધાના દુખાવાથી ઘણા લોકો પરેશાન છે. તેમના માટે રોજ સવારે એક કપ ગરમ પાણીમાં એક નાની ચમચી તજનો પાવડર નાખી રોજ નિયમિત રીતે પીવાથી સાંધાના દુખાવામાં તાત્કાલિક રાહત મળે છે. રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.
તાંબાના વાસણમાં આખી રાત રાખેલું પાણી સવારે નરણા કોઠે પીવાથી સંધિવા માં ફાયદો થાય છે. સંધિવામાં આવતા સોજા પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે. લવિંગનું તેલ ઘસવાથી સંધિવા નો દુખાવો મટે છે. સૂંઠનો ઉકાળો કરી, તેમાં એક ચમચી દિવેલ નાખી ને પીવાથી સંધિવા નો દુખાવો મટે છે. કાચા બટાટાની છાલ કાઢ્યા વગર ટુકડા કરી, તેનો રસ પીવાથી સંધિવા માં ઘણો ફાયદો થાય છે.
આદુના રસમાં સહેજ મીઠું નાંખી તેનાથી માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે. જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિશ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે અને સંધિવા મટે છે. સૂંઠનો કાઢો બનાવીને પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
ધતુરાનાં પાનનો આઠસો ગ્રામ રસ કાઢી, તેમાં દસ ગ્રામ હળદર અને બસો પચાસ ગ્રામ સરસિયું તેલ નાખી, માત્ર તેલ બાકી રહે ત્યાં સુધી ગરમ કરી આ તેલની માલિશ કરવાથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટા પડી જાય છે. મેથીને લોઢી પર શેકી, બારીક ક્રશ કરી લો.
આ પાઉડર સવાર-સાંજ એક-એક ચમચી પાણી સાથે લેવાથી કમરના દુખાવા અને સંધિવામાં આરામ મળે છે. દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવાનો દર્દીને ખૂબ જ ફાયદો થાય છે. દરિયાના પાણીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં ઓગાળી તેનાથી સ્નાન કરવું.
સાંધાના દુખાવામાં કેરોસીન જરા ગરમ કરી માલિશ કરો. તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી, સહેજ ગરમ કરી, માલિશ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીર જકડાઈ જવું, લકવો, વગેરે મટે છે. કોઈ પણ પ્રકારનું શૂળ પડખા, છાતી, હૃદય કે માથામાં દુખાવો હોય તો તુલસીનો રસ ગરમ કરી બે ચમચી તુલસીનો રસ પીવાથી અથવા આ રસ થી તેની માલિશ કરવાથી તરત આરામ મળે છે.
કૌચાના બીજ એક કિલો લઈ સાંજે પાણીમાં પલાળો. સવારે તેનાં ફોતરાં ઉખાડીને તેનો ગર્ભ તડકામાં સૂકવી દો. સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી, ત્રણ ગ્રામ ચૂર્ણ સાથે એક ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ મેળવી, રોજ સવારે અને રાત્રે જમ્યા પહેલા ગરમ દૂધ સાથે પીવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે.
સાંધાના દુખાવામાં એક ગ્લાસ પાણીમાં લીંબુ નિચોવીને દિવસમાં આઠથી દસ વાર પીઓ – સાંધા પર લીમડાના તેલની હલકી માલિશ કરવા પર આરામ મળે છે. ઘૂંટણની પીડા દૂર કરવા રોજ સવારે ખાલી પેટે ત્રણ કળી લસણ મલાઈમાં વાટી લો. હવે તેમાં મધ અને એક ચમચી ખાંડ નાખો અને તેને પાણી સાથે પીવો. આમ કરવાથી ઘૂંટણની પીડામાં રાહત થશે. જ્યાં સુધી આરામ ન મળે ત્યાં સુધી આ ઔષધી નો પ્રયોગ કરો.
સર્વે પ્રકારના વા પર લસણની કળીઓ ચાર તોલા અને શેકેલી હિંગ, જીરુ, સિંધાલૂણ, સંચળ, સૂંઠ, મરી, પીપર એ દરેક એક માસો લઈ, તેનું ચૂર્ણ લસણ સાથે ઘૂંટીને તેની પાવલી ભાર વજન ની ગોળી કરીને એક ગોળી ખાવી, તેના ઉપર એરંડાના મૂળનો ઉકાળો પીવો. તેથી પક્ષીઘાત, ઊરુસ્તંભ, કટિશૂળ, પડખાનું શૂળ, પેટનાં કૃમિ, પેટનો વાયુ તેમજ સર્વ અંગોનો વા મટે છે.
બે નાળિયેરનું કોપરું કાઢીને તેના નાના ટુકડા કરી, ખાંડી નાખવું. ખાંડેલા કોપરાને ધીમેધીમે ગરમ કરવું. આમ કરવાથી તેલ છૂટું પડશે ને તે તેલ ઠર્યા પછી કપડાથી ગાળી લેવું. બે નાળિયેરના નીકળેલા તેલમાં ત્રણથી ચાર મરીનું ચૂર્ણ અને ત્રણ લસણની કળી વાટીને નાખવી. આ તેલથી જકડાઈ ગયેલા ભાગ પર હળવા હાથે સવારે અને રાત્રે માલિશ કરવી અને તે પછી ગરમ રેતી નો શેક કરવાથી ખૂબ આરામ થાય છે.
સ્નાયુઓનો દુખાવો મટાડવા માટે દહીં, છાસ, આમલી જેવી ખટાશ વળી વસ્તુ બંધ કરવી જોઈએ. વાયુને કારણે સાંધામાં દુખાવો હોય તો 1 કપ જેટલા તાજા ગોમૂત્રમાં બે મોટા ચમચા દિવેલ મેળવી દિવસમાં બે વખત પીવાથી તે મટે છે. દુખતી ડોક પર સહેજ હૂંફાળું દિવેલ લગાડી, હળવે હાથે દિવસમાં ચારેક વખત દર ચાર કલાકે માલિશ કરવાથી ડોકનો દુખાવો મટે છે.