ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે.
સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે.
સવાર-સાંજ સરગવાનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે. તેના પાંદડાઓના રસના સેવનથી ધીમે ધીમે સ્થૂળતા ઘટે છે. તેની છાલના ઉકાળાથી કોગળા કરવાથી દાંતના કીડા નાશ પામે છે અને પીડાથી રાહત મળે છે. તેના કુમળા પાનનું શાક ખાવાથી કબજિયાત મટે છે.
સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુરમ માત્રામાં સમાયેલું હોય છે. વિટામીન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે ખાસ કરીને શરદી-ઊધરસમાં ફાયદાકારક છે. તેમજ શરદીને કારણે નાક-કાન બંદ થઇ ગયા હોય તો, સરગવાની સીંગને પાણીમાં ઉકાળી તે પાણીની વરાળનો શેક લેવો.
કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે. સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.
કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો. સરગવામા વિટામિન ઉપરાંત જિંક, કેલશિયમ અને આર્યન સમાયેલા છે. જે સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પુરુષોમાં સ્પર્મ બનવાની પ્રક્રિયામાં જિંકની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમજ તેનું સેવન કેલશિયમ અને રક્તની કમી થવા દેતું નથી.
થાઇરોડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે. સરગવાના મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે.
સરગવાનાં કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે. હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે.
૧થી ૨ કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણા-જીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું.
સરગવાની શીંગના ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો. મચકોડ આવવા પર સરગવાના પાનને પીસીને પેસ્ટ બનાવીને સરસવનું તેલ નાખીને ધીમા તાપે ગરમ કરીને મચકોડની જગ્યાએ લગાવવાથી જલ્દી ફાયદો થાય છે.
સરગવાની શીંગોનું શાક ખાવાથી જૂનો સંધિવા, સાંધાનો દુખાવો, વાયુ સંચય, વગેરે રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. તેના તાજા પાનનો રસ કાનમાં નાખવાથી દુઃખાવો મટે છે. સામાન્ય રીતે શાકભાજીમાંથી પ્રોટીન મળતું નથી, પરંતુ સરગવામાંથી દૂધ કરતાં પણ વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે. ફક્ત પ્રોટીન જ નહીં, દૂધ કરતાં પણ વધુ સારું કેલ્શિયમ સરગવામાંથી મળે છેઆ ઉપરાંત, સરગવામાં ખૂબ વધુ માત્રામાં આયર્ન પણ મળે છે.
સરગવાની શિંગમાંથી પણ આ બધાં જ પોષકતત્વો મળે છે, પરંતુ પાન કરતાં શિંગમાં એનું પ્રમાણ ઘટી જાય છે.આમ પાન વધુ ગુણકારી છે, પરંતુ શિંગ પણ બીજી શાકભાજી કરતાં વધુ ગુણકારી છે.
સરગવાનાં પાન અને સરગવાની શિંગ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ, ટીબીના દરદીઓ, રૂમેટોઇડ આર્થરાઈટીસના દરદીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઊભા થયા હોય તેવા લોકો માટે અકસીર સાબિત થઈ શકે છે.
જે કોઇને પાચનને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, ગેસ, એસિડિટીની તકલીફ હોય તેમને પણ સરગવાથી ઘણો લાભ થાય છે.સરગવાના સેવનથી નાડીને લગતા પ્રોબ્લેમ્સ જેમ કે, ખાલી ચડી જવી, મેમરી લોસ, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસિક બીમારીઓમાં પણ રાહત મળે છે.