સરસડો એક ભારતીય વૃક્ષ છે. તેનાં પાન બદામી આકૃતિના દાંતા વગરના હોય છે. નાની આંગળીની પહોળાઈ જેટલાં પહોળા હોય છે, તે આમલીનાં પાનથી થોડાં મોટાં હોય છે. સરસડાનાં વૃક્ષો બાગ બગીચા તથા રાજમાર્ગો પર જોવામાં આવે છે. સરસડો પર ગુલાબી-લાલ રંગના ફૂલો થાય છે.
દવામાં એનાં પાન, છાલ, ફૂલ, બીજ વગેરે વપરાય છે. ગામડાના લોકો એને દવા તરીકે વાપરે છે. તેનું લાકડું પોચું તથા તરત ભાંગી જાય તેવું હોય છે. એનાં બીજ તાજા હોય ત્યારે નરમ અને સુકાઈ જાય ત્યારે કઠણ થાય છે. તો ચાલો હવે આપણે જાણીએ સરસડાનાં ફાયદાઓ વિશે.
સરસડો ગુણમાં પૌષ્ટિક છે. મધુર, કડવો, શીતળ, તીખો, તૂરો હોય છે. સરસડો સોજા, રતવા, ખાંસી મટાડે છે. સોજા મટાડવા માટે સરસડાનો ઉપયોગ થાય છે. એનાં પાન ખાવાથી રતાંધળાપણા માં ઘણી રાહત થાય છે. એની છાલના ઉકાળા ના કોગળા કરવાથી દાંત મજબૂત બને છે.
કેટલાક લોકો વીર્યને ઘટ્ટ કરવા એનાં ફૂલ તથા બીજનો ઉપયોગ કરે છે. એના છાલનું ચૂર્ણ પણ વાજીકરણ ગુણ ધરાવે છે. ગળાની ગાંઠ, કંઠમાળ માટે બીજને પાણીમાં વાટીને લેપ કરવામાં આવે છે. તેથી કંઠમાળ પાકીને ફૂટી જાય છે. સરસડાની સીંગમાંથી બીજને કાઢીને માળા બનાવવામાં આવે છે. તે નાનાં બાળકોને પહેરાવવા માં આવે છે. જેનાથી દાંત સહેલાઈથી આવી જાય છે.
સરસડા ના પાન ને છુંદી, ગરમ કરી, તેનો શેક કરવાથી ગાંઠ પાકીને ફૂટી જાય છે. એનાં પાનને બાળી તેની રાખ ઘીમાં મેળવી ચાંદી પર લગાડતા તે રૂઝાઈ જાય છે. એનાં વૃક્ષને કાપી બહારની છાલ કાઢી સૂકવી, ભૂકો કરી લેવો. અચાનક માર વાગે કે ૨કતસ્ત્રાવ થાય ત્યારે આ ભૂકાને તેના ઉપર લગાડતા રક્તસ્ત્રાવ બંધ થાય છે. ઉપરાંત ધા પણ જલ્દીથી રૂઝાઈ જાય છે.
સરસડાની છાલ, જેઠીમધ, તગર, જટામાંસી, લોધર, દારૂ હળદર, કુલીજન તથા વાળો આ બધી ચીજો ૧૦-૧૦ ગ્રામ લઈ તેને ખાંડી, વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી લેવું અને તેને વાટીને પાણીમાં લેપ તૈયાર કરવો. આ રીતે બનાવેલા લેપથી સોજા ઉતરે છે. ઉપરાંત ઘા પર લગાડતા પણ ઘામાં જલ્દીથી રૂઝ આવી જાય છે.
સરસડાની છાલને એક ભાગ લઈ તેને ખાંડવી. પછી તેમાં ચાર-પાંચ ભાગે પાણી લઈ ત્રણ ચાર રાત સુધી રાખી મૂકવું. પછી તેનો રસ બનાવવો. એ રસ ત્રણ અઠવાડિયા કે પછી જરૂરિયાત પ્રમાણે પીવો. આનાથી ખસ, ખૂજલી, નાસુર, અર્ધગવાયુ, સંધિવા, દાદર વગેરેમાં ઘણી રાહત થાય છે.
સરસડામાંથી બનાવાયેલા રસ નો લેપ કરવાથી ગડગૂમડાં, ફોલ્લા, સોજા, ખસ, ખુજલી વગેરે રોગોમાં ફાયદો થાય છે. સરસડા ના ઝાડની છાલનો ભૂકો જખમ પર છાંટવાથી જલ્દીથી રૂઝ આવી જાય છે. સરસડાનું ફૂલ સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે, ઉપરાંત આધાશીશીની તકલીફ હોય તો તે પણ મટી જાય છે. સરસડાનાં પાનનો ઉકાળો પીવો અને તેનો રસ આંખો પર લગાવવાથી રાત્રિનો અંધાપો દૂર થાય છે.
સરસડાનાં પાન અને કેરીના પાનનો રસ મિક્સ કરો. તેને ચાટવું અને કાનમાં 1 થી 2 ટીપાં પાડવા. તેનાથી કાનનો દુખાવો દૂર થાય છે. જો કફ અને પિત્ત દોષના અસંતુલનને લીધે શ્વસન રોગ હોય તો સરસડાનું વૃક્ષ ફાયદો કરે છે. સરસડાનાં ઝાડમાંથી ફૂલો તોડી નાખો. ફૂલના 5 મિલી રસમાં 500 મિલિગ્રામ પીપરીમુળ પાવડર અને મધ લેવું જોઈએ. આનાથી શ્વાસ ના રોગોમાં ફાયદો થાય છે.
6 ગ્રામ સરસડાનાં બીજ અને 3 ગ્રામ કાલિહારી મૂળને પાણી સાથે પીસીને બવાસીર પર લગાવવાથી બવાસીરમાં રાહત મળે છે. તેના પર તેલ લગાવવાથી બવાસીર માં પણ રાહત મળે છે. સિફિલિસ થી પીડિત વ્યક્તિને સરસડાનાં પાંદડાની રાખમાં ઘી અથવા તેલ લગાવવાથી લાભ મળે છે.
જ્યારે અલ્સર હોય ત્યારે લોહી પણ આવે છે. આવી સ્થિતિમાં સરસડા ની છાલમાંથી બનાવેલ ઉકાળો વાપરવાથી ફાયદો થાય છે. અતિસારમાં સરસડાનું સેવન કરવાથી ફાયદો થાય છે. 5 ગ્રામ સરસડાનાં પાન અને 2 ગ્રામ કાળા મરી લો. આ બંનેને એક સાથે મિક્સ કરીને રાખો. આ મિશ્રિત પાવડરને 40 દિવસ સુધી લેવાથી રક્તપિત્તમાં ફાયદો થાય છે.