માણસના શરીરમાં ઘણા બધા રોગો જોવા મળે છે પણ બધા રોગો સમાન નથી હોત. સાથળની આજુ બાજુ લોકોને ખંજવાળતા સૌએ જોયું હશે. મોટાભાગે આ બીમારી ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ વળવાથી થવા લાગે છે. જાંઘ ની અંદર હોવાથી તે જલ્દી મટતી પણ નથી. આ બીમારી મહિલાઓમાં વધારે જોવા મળે છે. તે સિવાય પુરુષોમાં પણ આ બીમારી જોવા મળે છે. ગરમી અને વરસાદમાં આ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે.
સાથળ વચ્ચે આ બીમારી થવાના કારણે લોકો તેનું ખાસ ધ્યાન રાખતા નથી. જેથી આ સમસ્યામાં વધારો થાય છે. પહેલાના જમાનામાં કોઈ દવા ન હતી ત્યારે તે લોકો કોઈ પણ સમસ્યા માટે આયુર્વેદિક ઉપચાર જ અપનાવતા હતા. સાથળ પર ખંજવાળ થાય ત્યારે શરૂઆત માં સફાઈ નું પૂરું ધ્યાન રાખવું જોઈએ. સાથળ પર ખંજવાળ જયારે પણ ઉભી થાય, ત્યારે ચોખ્ખા અને મુલાયમ કપડાથી તે જગ્યા ને ઠંડા કે ગરમ પાણીથી ધોઈ લો કોઈને ઠંડા પાણી થી તો કોઈને ગરમ પાણીથી આરામ મળે છે, અને સાબુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
દરરોજ ની ખંજવાળ ને દૂર કરવા માટે 20 ગ્રામ અજમાને 100 ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં તે પાણી લગાવી દો ખંજવાળ દૂર થઈ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટી ને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો. ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે. દહીં ખાવામાં ખાટું હોય છે પરંતુ તેમાં ઘણા ગુણ રહેલા છે. દહીમાં ખંજવાળ દૂર કરવાના ગુણ પણ રહેલા છે. તેને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.
ફુદીનાની ચા ત્વચાના કોઇપણ ભાગ પર થનારા દાદર માટે ખૂબ લાભકારી છે. તે ત્વચામાં થનારી જલન ને ઓછી કરે છે. જેના માટે ફુદીનાની ટી બેગને પાણીમાં પલાળીને પ્રભાવિત જગ્યા પર ઉપયોગ કરવો જોઇએ. આંબળા નો ઉપયોગ વાળ માટે કરતાં હોઈએ છીએ પણ તેને ખાવાથી ઘણી બીમારીઓ સારી થઈ જાય છે. સાથળ પર આવતી ખંજવાળ દૂર કરવા માટે આંબળા નાં ઠળિયાને બાળીને તેને વાટી લો. પછી તેમાં નારિયેળનું તેલ ભેળવીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો. બે દિવસમાં ખંજવાળ મટી જશે.
કેળા ખાવામાં ખૂબ ગુણકારી હોય છે. પરંતુ તેના અન્ય ઘણા લાભ છે. કેળાને લીંબુના રસમાં મિક્સ કરીને સાથળ પર આવથી ખંજવાળ વળી જગ્યા પર લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે. પ્રાકૃતિક એલોવેરાની જેલ લગાવવાથી અથવા તેનું જ્યૂસ બનાવીને રોજ સવારે પીવાથી ખંજવાળ મૂળથી ખતમ થઈ જાય છે. નારિયેલ તેલ જેટલું ખાવામાં ગુણકારી છે એટલું જ શરીરમાં લગાવવામાં પણ લાભકારી છે.
નારિયેલના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને હળવા હાથે માલિશ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે. તમારા સાથળ સતત ભીના રહેતાં હોય તે પછી પાણી હોય કે પછી પરસેવો હોય તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. જે કોઈ જીવાણુંના કારણે પણ થઈ શકે છે. તેના માટે સૌથી પહેલો ઉપાય તો તમારે સુંવાળા ખુલતા વસ્ત્રો પહેરવા જોઈએ. પીપળાની છાલ ખંજવાળ માટે રામબાણ ઈલાજ છે.
આ માટે પીપળાની છાલને દેશી ઘીમાં મિક્ષ કરીને ખંજવાળ વાળી જગ્યા પર લગાવો. આ સિવાય સવાર-સાંજ પીપળાની છાલનો ઉકાળો પણ પીવો જોઈએ, જેનાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. કપૂરનો ઉપયોગ બધાએ પૂજા ઘરમાં તો કર્યો જ હશે પણ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે કપૂરનો ઉપયોગ સ્કિન પ્રોબ્લેમ્સ ખાસ કરીને સાથળ પર આવતી ખંજવાળ માટે રામબાણ ઘરેલું નુસખો છે.
કપૂરને ચમેલીના તેલમાં મિક્સ કરીને શરીર પર માલિશ કરવાથી ખંજવાળની સમસ્યા દૂર થશે. ખંજવાળ વાળી જગ્યા ઉપર ચંદનનું તેલ લગાવવાથી ખુબ ફાયદો થાય છે. દશાંગ લેપ જે આયુર્વેદ ની 10 જડીબુટ્ટી થી તૈયાર કરવામાં આવે છે તે ખંજવાળ મા ઘણે અંશે ફાયદો આપે છે. લીંબડાનું તેલ, કે લીમડાના પાંદડા ની લુગદી થી પણ ખંજવાળ થી છુટકારો મળે છે. 2 ચમચી નારીયેળનું તેલ લેવું, ત્યારબાદ આ તેલમાં કપૂર ની ટીકડી ને ફોડીને નાખવી અને આ બંનેને સારી રીતે મિક્સ કરી લેવું. હવે આ કપૂર સાથે મિક્સ કરેલ તેલને એક લીંબુના ટુકડા થી ખંજવાળ વાળી જગ્યા પર લગાવવા થી ખંજવાળ દૂર થશે.