આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે સાટોડી આપણને યુવાન બનાવી શકે છે. સાટોડી ગુણમાં કડવી, તીખી, કષાય, રુચિકારક છે. હૃદયને હિતકર છે. સોજો, વાયુ, ઉદર રોગ માટે એ અકસીર કાર છે. તો ચાલો આપણે જાણીએ સાટોડીથી આપણાં શરીરને થતાં લાભો વિશે.
સાટોડી પોટેશિયમની માત્રા ઘટાડ્યા વિના શરીરના વધારાના પ્રવાહી અને કચરાને દુર કરે છે અને શરીરનો વજન ઘટાડવામાં મદદ કરે છે. સાટોડી પંચાગનું ચૂર્ણ ઘી સાથે લેવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. સાટોડીના મૂળનું ચૂર્ણ બનાવી હળદરના ઉકાળા સાથે લેવાથી હરસની તકલીફ દૂર થાય છે.
સાટોડીનાં મૂળ, સૂંઠ તથા કરિયાતું સરખે વજને લઈ પીવાથી જલંદરમાં કબજિયાત દૂર કરી, ઝાડો લાવી જલંદર મટાડે છે. કેટલાકને કબજિયાત હોય તેને રેચક દવાથી જઠરાગ્નિને નુકસાન થતું હોય તો સારક દવા તરીકે, એ ઉકાળો ઉત્તમ કામ કરે છે. એનો રસ શરીર પર ચોળવાથી સોજા ઊતરે છે.
ચામડીનાં દર્દ માં પણ સાટોડી ઉત્તમ ગુણ કરે છે. થોડો તાવ હોય, પેટમાં પાણીનો જમાવ થતો હોય તો તે દોષો દૂર કરવા માટે સુદર્શન ચૂર્ણ, સૂંઠ અને સાટોડીનાં મૂળનો ઉકાળો કરીને આપવો ઉત્તમ છે. સાટોડીનાં મૂળ ઘસી અંજન કરવાથી રતાંધળાપણા માં રાહત થાય છે. એના ઉપયોગથી દસ્ત સાફ આવે છે. ખોરાકનું બરાબર પાચન થાય છે.
સાટોડી, વાવડિંગ એ બંનેનો ઉકાળો પીવાથી અથવા શેકટાની છાલનો કાઢામાં હિંગનું ચૂર્ણ નાખી પીવાથી દરેક જાતની ગાંઠમાં લાભ થાય છે. સામેડી, સુરીજન, કાચકા, સુંઠ, એ દરેક ચીજો સરખે વજને લઈ તેનો લેપ બનાવી શકાય, આ લેપ સંધિવાથી શરીર રહી ગયું હોય ત્યારે લગાડતા ઘણી રાહત થાય છે.
સાટોડી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કેન્સર જેવા ખતરનાક રોગના ઉપાય માટે પણ સાટોડી ખુબ ઉપયોગી સાબિત થાય છે. તે શરીરમાં B-16 અને F-10 મેલાનોમાં કોષોની મેટાસ્ટેટીકના વધતા પ્રમાણને રોકવામાં મદદ કરે છે. તેનાથી કેન્સરને રોકવામાં મદદ મળે છે. સાટોડી શક્તિવર્ધક ઔષધી છે. સાટોડીથી પેટ અને પેશાબને લગતા તમામ રોગ દૂર થાય છે.
સાટોડી પિત્તના પ્રકોપ પણ ઓછો થાય છે. ઉનવા, તથા મૂત્રાશયનાં દર્દોમાં સાટોડીનો ઉપયોગ થાય છે. તેનાથી દાહ ઓછો થાય છે. સાટોડીનાં મૂળનો ભૂકો અઢી ગ્રામ જેટલો લેતાં પેશાબ અને ઝાડો સાફ આવે છે. સોજા ઉપર સાટોડીનો લેપ કરવાથી સોજો તરી જાય છે, સાટોડીથી હૃદયના થડકા બરાબર થાય છે. તો ચાલો હવે આપણે જાણીએ સાટોડીના થોડા પ્રયોગો.
સાટોડીના મૂળનું ચૂર્ણ બનાવી રોજે દૂધ સાથે લેવાથી હ્રદયને તાકાત મળે છે અને હ્રદયના ધબકારા નિયંત્રિત થાય છે. સાટોડી હ્રદયને મજબુત બનાવવામાં પણ મદદ કરે છે. સાટોડીના સેવનથી હ્રદયમાંથી લોહી વધારે પ્રમાણમાં ફેકાય છે. હ્રદયની સંકોચન ક્રિયા વધવા લાગે છે. હ્રદયમાં રક્તનું પ્રમાણ વધવાથી મૂત્રનું પ્રમાણ પણ વધે છે તેનાથી શરીરનું વધારાનું પાણી બહાર નીકળી જાય છે. જે લોકોને સંધીવા થયો હોય તેમાં પણ આ ઉપચાર કરી કરી શકાય છે.
સાટોડીનાં મૂળ, ચીજોડ, હરડાં, બહેડાં, આમળાં, હળદર, દારૂ હળદર બધી ચીજો પાંચ પાંચ ગ્રામ લેવી. તેને દોઢ લિટર પાણીમાં ઉકાળવું પછી તેમાંથી એક લિટર જેટલું પ્રવાહી રહે ત્યારે તેને ઉતારી લેવું. આ રીતે બનાવેલા પ્રવાહીથી આંખ સાફ કરવા અથવા આંખમાં એના છાટણા નાખવાથી આંખો સ્વચ્છ થાય છે. ઉપરાંત મગજના રોગો પણ મટે છે.
સાટોડીનાં મૂળ, લીમડી છાલ, કડુ, સૂંઠ, ગળો, દારૂ હળદર તથા પટોળ એ બધી વસ્તુ અઢી અઢી ગ્રામ લઈ તેને ઉકાળીને કાઢો બનાવવો. આ ઉકાળો જીર્ણ, સંધિવા જેવા વાતવ્યાધિ ઉપર. ઉત્તમ ગુણ કરે છે. જંગલી જાતની સાટોડીનું પાણી અપસ્માર, પાંસળીનું દર્દ, જઠરાગ્નિ મંદી, બાદી કોલેરા તથા મૂત્રાશયની શરદી વગેરે મટાડવા માટે વપરાય છે. તેનાથી પેશાબ, દાસ્તાન, આર્તવ તથા પરસેવો છૂટથી આવે છે.
સાટોડીના પાનનો રસ કાઢી તેના ટીપા બનાવી આંખમાં નાખવા અથવા સવાર-સાંજ સાટોડીનું આંજણ મધ સાથે મિક્સ કરી આંખોમાં આંજવું. આ આંજવાથી આંખોમાં બળતરા થશે અને ઉપાયથી આંખોની સમસ્યા ધીમે-ધીમે દુર થવા લાગશે. મહિલાના ગર્ભાશયમાં સોજો આવી ગયો હોય તેના માટે પણ સાટોડી ખુબ સારી સાબિત થાય છે. નાના બાળકોના રોગો માટે પણ સાટોડી ખુબ ફાયદામંદ સાબિત થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.