જેમના વાળ અકાળે સફેદ થઈ ગયા હોય તેની સારવાર કરવા અને વાળ ને સફેદ થતા અટકાવવા સમતોલ આહારનું ખૂબ મહત્વ હોય છે અને જે વ્યક્તિ આ સમસ્યાથી પીડિત હોય તેને જરૂરી પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ. પેટોથેનિક એસિડ, પેરા-એમિનાઇઝિન એસિડ અથવા પીએબીએ ઇનોસિટોલ એ મુખ્ય ઘટકો છે જે વાળના અકાળે થતા સફેદ રંગને રોકવામાં મદદ કરે છે.
આ આવશ્યક ઘટકોની દૈનિક લઘુત્તમ જરૂરિયાત એ છે કે પેટોથેનિક એસિડ 10 મિલિગ્રામ, પેરા એમિનો બેન્ઝોઇક એસિડ 100 મિલિગ્રામ અને ઇનોસિટોલ 2,000 મિલિગ્રામ. આ ત્રણ વિટામિન ‘બી’ કેટેગરીના છે. અને સંતોષકારક પરિણામો મેળવવા માટે, તેમનો ઉપયોગ કરવો જોઈએ, માટે ખાસ કરીને ફણગાવેલા ઘઉં ખાવા જોઈએ જે ‘બી’ વર્ગના તમામ વિટામિન પ્રદાન કરે છે.
વાળને સફેદ થવાથી બચાવતા આ ત્રણ વિટામિન આંતરડામાં રહેલા બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. તેથી, વાળને અકાળે સફેદ થતાં રોકવા અને અકાળે સફેદ થઈ ગયેલા વાળને ફરીથી કાળા કરવા, એક ચમચી ખમીર એક લિટર લસ્સી માં નાખીને પીવી એ એક સારો ઉપાય માનવામાં આવે છે. જો કોઈ કેલ્શિયમ પેટોથેનેટની ગોળીઓ ખાવા માંગે છે, તો આ ગોળીઓ લસ્સી સાથે લેવાથી ફાયદો થાઈ છે.
જે વાળ અકાળે સફેદ થઈ જાય છે તે આ સારવારથી ફરીથી કુદરતી કાળા થઈ જાય છે. આ ઉપરાંત ઝડપી અને સારા પરિણામ માટે આયર્ન અને આયોડિન થી ભરપૂર આહાર ખાવામાં શામેલ કરવો જોઈએ. છે. ગાજર, કેળા અને બીજા ફળો અને શાકભાજી દ્વારા આ ખનિજને પૂરતા પ્રમાણમાં લઈ શકાય છે. ગાજર શરીરને લોહી પૂરુ પાડવામાં અને વાળને સ્વસ્થ રાખવામાં ખાસ મદદરૂપ થાય છે.
મેંદો, ખાંડ અને તેમાંથી બનાવેલ તમામ ચીજો, જેમ કે સોફ્ટ ડ્રિંક્સ, પેસ્ટ્રીઝ, જેલીઓ વગેરેથી દૂર રહેવું જોઈએ. તે ત્વચામાં કરચલીઓ પેદા કરે છે, તેને કદરૂપું બનાવે છે, વાળને સફેદ કરે છે અને માણસને અકાળે વૃદ્ધ બનાવે છે. આમળા નો ઉપયોગ સફેદ વાળ ને અટકાવવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તે વાળની વૃદ્ધિ અને તેમના રંગને ઘાંટો કરે છે.
આમળાના ટુકડાઓ છાંયામાં સૂકવી પાવડર બનાવીને વાળ પર લગાવવાથી તે ફાયદાકારક સાબિત છે. એક ચમચી બદામના તેલ અને થોડા ટીપાં લીંબુનો રસ એક ચમચી આમળાના રસમાં મેળવીને, રાત્રે ખોપરી ઉપરની ચામડી પર માલિશ કરવાથી વાળ અકાળે સફેદ થતાં નથી અને અકાળે સફેદ થઈ ગયેલા વાળ થોડા સમયમાં ફરીથી કાળા થઈ જશે.
આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખેભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે. આમળા ફળ કાપીને સૂકવવા જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, તેને છાયામાં સૂકવવા જોઈએ. પછી આ ટુકડાઓને નાળિયેર તેલમાં ત્યાં સુધી ઉકળવા જોઈએ જય સુધી બધી સામગ્રી બળી રાખની જેમ ન બને. આ તૈયાર કરેલું તેલ વાળને અકાળે સફેદ થવામાં રોકે છે.
વાળની સમસ્યાના ઉપચાર માટે ચૌલાઈ ખૂબ ઉપયોગી છે. તેના પાનનો તાજો રસ માથા પર લગાવવાથી વાળ કુદરતી રીતે કાળાજ રહે છે અને તે અકાળે સફેદ થતાં નથી. ચૌલાઈના પાનના રસનો ઉપયોગ કરવાથી વાળની વૃદ્ધિ થાય છે અને વાળ નરમ રહે છે. પુષ્કળ પ્રમાણમાં મીઠા લીમડાના પાંદડા ખાવાથી વાળ અકાળે સફેદ થતાં અટકે છે.
મીઠા લીમડાના પાંદડા વાળના મૂળોને મજબૂત બનાવવાનો ગુણધર્મો ધરાવે છે. આનો ઉપયોગ કરવાથી સફેદ થતાં વાળની સમસ્યા અટકે છે. આ પાંદડાનો ઉપયોગ ચટણી તરીકે અથવા છાશ, લસ્સી વગેરેમાં તેનો રસ મિક્સ કરીને વાપરી શકાય છે. જ્યારે આ પાંદડા નાળિયેર તેલમાં ઉકાળવામાં આવે છે, ત્યારે તે વાળનો ઉત્તમ ટોનિક બની જાય છે, જે વાળના વિકાસમાં અને તેમના કુદરતી કાળા રંગમાં પાછા ફરવામાં મદદ કરે છે.
ગાયના દૂધમાંથી બનાવેલું માખણ વાળને અકાળે સફેદ થવા દેતું નથી. તેનો થોડી માત્રા દરરોજ ખાઈ શકાય છે અને થોડી માત્રામાં અઠવાડિયામાં બે વાર વાળના મૂળમાં આ માખણની માલિશ કરવાથી લાભ થાય છે. નાળિયેર તેલથી માથા પર માલિશ કરવાથી વાળના મૂળિયા જાડા અને મજબૂત બને છે અને કુદરતી કાળાશ આવે છે.