કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે.
જેનો ઈલાજ મોટાભાગના લોકો ઘરઘથ્થુ ઉપાયો દ્વારા કે કાયમ લેતા હોય તેવી દવાઓ દ્વારા કરે છે. જો તમે પણ આ સમસ્યાઓનો ઈલાજ કરવા માટે કડવી દવાઓ લઈને થાકી ગયા હોય તો આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક પ્રાચીન નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું તાજું બનાવેલું ચુર્ણ ઘસવાથી શરદી, છીંક અને મસ્તકના કૃમીઓનો નાશ થાય છે.થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદી સારી થઈ જાય છે.
ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખુબ ગરમ કરી થોડું પેઈન બામ, નીલગીરીનું તેલ કે કપૂર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો. તરત ફાયદા થશે.
ગરમ પાણી થી શરીરની ગ્રંથિઓના સ્રાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સૂતી વખતે, સૂતાં પહેલાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છુટી જઈને દર્દમાં આરામ થાય છે.
જો નાના બાળકની છાતીમાં કફ જમા થયો છે, તો એને કાઢવા માટે ગાયનું ઘી બાળકની છાતી પર મસળો. તે ઉપાયથી જમા થયેલો કફ બહાર નીકળી જશે. કાચી હળદરનો રસ મોઢું ખોલીને ગળામાં નાખીને થોડા સમય માટે ચૂપ બેસવાથી તે રસ ગળાની નીચે ઊતરશે અને તકલીફ ઓછી થવા લાગશે.
એક ચમચી મધ પાણીમાં ભેળવીને રાત્રે સુતા પહેલા પીવાથી કફનો નાશ પામે છે. મધમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે સાથે કફનાશક ગુણ હોય છે જે શરીરમાંથી કફને દુર કરે છે. સવારે ખાલી પેટ બે ચમચી મધ પીવાથી શરીરમાંથી કફ બહાર નીકળી જાય છે. મેથીની ભાજી બનાવીને ખાવાથી કફ મટે છે.
મધ ખુબ જ ઉપયોગી ઔષધીઓના રસમાંથી બનાવવામાં આવ્યું હોય છે. આ માટે તેના ગુણ અનેક રોગોના ઈલાજ માટે ઉપયોગી છે. મધ શરદી અને ઉધરસની અત્તિ ઉત્તમ દવા છે. સવારે અને સાંજે ખાલી પેટ બે ચમચી મધ પાણી સાથે પી લેવામાં આવે તો ફેફ્સામાંથી નાક સુધીનો કફ નીકળી જાય છે જેના પરિણામે તેના લીધે ચાલતી શરદી અને ઉધરસની બીમારીઓ ગાયબ થઈ જાય છે.
હળદરને દુધમાં ગરમ કરીને પીવાથી ગળું ચોખ્ખું થાય છે અને ગળામાંથી અને નાકમાંથી કફનો નાશ થાય છે. ફુદીનાની ચા બનાવીને તેની અંદર મીઠું નાખીને પીવાથી શરીરમાં રહેલો કફ ઓગળીને બહાર નીકળી જાય છે.
મધમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટીઈન્ફ્લામેટ્રી જેવા ગુણ રોગ પ્રતિકારક શક્તિ વધારીને વાયરસનો નાશ કરે છે. આ ઉપાય આપણે ત્યાં ખુબ જ પ્રાચીન સમસ્યથી થાય છે. તુલસીના પાંદડાનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી પણ શરદી અને ઉધરસ મટે છે.
એક કપ ગરમ પાણીમાં સાકર નાખો. તેમાં ધાણા, જીરું અને વરીયાળી, મેથીને વગેરેને શેકીને ખાંડી નાખો. તેમાં દૂધ નાખો. બાદમાં આ મિશ્રણ ગાળીને પી લો. જેના લીધે કફ બહાર નીકળી જશે. એક આદુનો ટુકડો ખાંડીને એક કપ પાણીમાં નાખીને ઉકાળીને તેમાં બે ચમચી મધ નાખીને પીવાથી કફ શરીરમાંથી ઓગળીને નીકળે છે.
એક ગ્લાસ ગરમ પાણીમાં મીઠું નાખીને ગડગડીયા કોગળા કરવાથી ગળામાં રહેલો કફ બહાર નીકળે છે. એલચીને ખાંડીને રૂમાલમાં નાખીને સુંઘવાથી કફ નીકળી શરીરમાંથી કફ નીકળી જાય છે અને શરદી અને ખાંસી ઠીક થાય છે. જાયફળને ખાંડીને તેની એક ચપટીની માત્રાને દુધમાં નાખીને પીવાથી કફનો નિકાલ થાય છે.
કફ દૂર કરવા માટે બે કપ પાણી લઈ એમાં ૩૦ મરી ખાંડી એને ઉકાળો. હવે જ્યારે આ પાણી એક ચતુર્થાંસ રહી જાય ત્યારે તેને ગાળી તેમાં એક ચમચી મધ ઉમેરો. આ પાણીનું સવાર-સાંજ સેવન કરવાથી ઉધરસ અને કફ બંનેથી છુટકારો મળે છે.
કપૂરની એક ગોળી લઈને તેને રૂમાલમાં લઈને પોટલી વાળીને સુંધવાથી આરામ મળે છે અને બંધ નાક ખુલી જાય છે. કેસરને દુધમાં ઘૂંટીને 3 વખત નિયમિત રૂપથી થોડા દિવસો સુધી પીવાથી કફ અને ખાંસીથી આરામ મળે છે. મેથી અને અળસીને 3 થી 4 ગ્રામની માત્રામાં લઈને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને 1 ગ્લાસ પાણીમાં ઉકળી જાય ત્યારે 3 થી 4 ટીપા નાકમાં નાખતા નાકમાંથી કફ બહાર નીકળે છે. ગાયના શુદ્ધ દેશી ઘી ઓગાળીને 2 ટીપા નાકમાં નાખવાનો પ્રયોગ ત્રણ મહિના સુધી કરવાથી જૂનામાં જુનો કફ પણ મટી જાય છે.