અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆતમાં ફેફસામાં જમેલો કફ ઓગળીને નાક વાટે બહાર આવે છે તેથી આ કફમાં વાઇરસના જીવાણુઓ ભળવાથી ઉનાળાની શરૂઆતમાં શરદી, ઉધરસ અને તેના કારણે તાવ જેવી વાયરલ બીમારીઓનું પ્રમાણ વધારે હોય છે. આ વાયરલ ઇન્ફેકશન મટાડવા લોકો જાતજાતની દવાઓ લેતા હોય છે. પરંતુ આ દવાઓ આડઅસર પણ વધારે પ્રમાણમાં કરતી હોય છે.
આ પ્રકારની વાતાવરણના કારણે થતી તકલીફોને દૂર કરવા આજે અમે દેશી ઈલાજ લઈને આવ્યા છીએ. આ દેશી ઈલાજ કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર વિના તમારી સમસ્યા દૂર ભાગી જશે.
જો થોડા દિવસ સુધી કફની સમસ્યા રહે તો તે વધુ ગંભીર નથી હોતી પણ જ્યારે આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. કફ જામવાનાં સામાન્ય કારણોમાં ધૂમ્રપાન, વાઈરલ ઇન્ફેક્શન, સાઈનસ, શરદી-ઉધરસ અને ફ્લૂ. કફના કારણે ગળામાં ખરાશ રહે છે. કફના કારણે સતત છીંક આવે છે તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
શરીર માંથી કફ દૂર કરવા માટે ૫ નંગ લીંડી પીપર,૪ નંગ કાળા મરી, 5 લવિંગ એક ઇંચ આદુનો ટુકડો લઇ પીસીને પેસ્ટ બનાવો. તેમાં બે ચમચી મધ મીક્ષ્ કરીને સવારે નરણે કોઠે ચાટવાથી શરદી અને કફ માં તરત જ રાહત થઈ જશે. જો જજ સમ્સી થી કફની સમસ્યા હોય તો 2-3 દિવસ આ રીતે ઈલાજ ચાલુ રાખવો નહીં તો એક વખત પીવાથી જ રાહત થઈ જશે.
આ ઉપરાંત વધારે કફ હોય તો દિવસ દરમિયાન કફ દૂર કરવા માટે બે કપ પાણી માં 10 મરી ખાંડી એને ઉકાળો. હવે જ્યારે આ પાણી એક ચતુર્થાંસ રહી જાય ત્યારે તેને ગાળી તેમાં એક ચમચી મધ ઉમેરો. આ પાણીનું સેવન કરવાથી ઉધરસ અને કફ બંનેથી છુટકારો મળે છે.
અમુક લોકોને વારંવાર શરદી થતી હોય છે તેને દૂર કરવા માટે કરો આ ઉકાળાનું સેવન. ૩ મરી અને ૫ લવિંગ ને વાટીને એક કપ પાણી નાખીને ઉકાળો, થોડું ઠંડુ પાડવા દો, પછી તેમાં અડધું લીંબૂ નીચોવીને સહેજ હુંફાળું કરીને પીવો, આ પ્રયોગ સતત ચાલુ રાખવાથી જીવનભર શરદી અને કફથી છુટકારો મળી જશે.
આ સિવાય લસણ ખાવાથી ગળામાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે. આ દેશી ઉપાયથી ટીબીના રોગમાં પણ રાહત મળે છે. ઉધરસ ને મટાડવા માટે અને ગળામાં થતા દુખાવાને દૂર કરવા માટે આ સૌથી અસરકારક દેશી ઈલાજ છે. શરદી કે ઉધરસ થાય તો સૌથી પહેલા ગળામાં બળતરા અને દુખાવો થવા લાગે છે તેને મટાડવા માટે હુંફાળા ગરમ પાણીમાં બે ચમચી મીઠું ઉમેરીને તેનાથી કોગળા કરવા. દિવસ દરમિયાન 4 થી 5 વકહત આવું કરવાથી છાતીમાં જામેલ કફ બહાર નીકળી જાય છે.
કપૂરની એક ગોળી લઈને તેને રૂમાલમાં લઈને પોટલી વાળીને સુંધવાથી આરામ મળે છે અને બંધ નાક ખુલી જાય છે. કેસરને દુધમાં ઘૂંટીને 3 વખત નિયમિત રૂપથી થોડા દિવસો સુધી પીવાથી કફ અને ખાંસીથી આરામ મળે છે.
લસણને આપણે ભોજનમાં નાખીને વાપરીએ છીએ. જયારે આ લસણને વાટીને તેને તુલસીના પાંદડાના રસમાં નાખીને પાણીમાં ગરમ કરીને પીવાથી શરદી અને ઉધરસ સાથે કફનો પણ નાશ થાય છે. લસણમાં રહેલા તેના ગુણો શરદી અને તેના વાયરસ સામે લડવાની શક્તિ આપે છે અને સાથે વાયરસનો પણ નાશ કરે છે. માટે આ ઈલાજ થી શરદી અને ઉધરસ તેમજ કફ મટે છે.