ઘણા વ્યક્તિઓને ચામડીની વિવિધ પ્રકારની તકલીફો થતી હોય છે. જેમાં ખીલ, કાળા, ડાઘ અને ધાધર, ખરજવું વગેરે જેવી સમસ્યાઓ વારંવાર થતી હોય છે. પરંતુ જેમાં મસ કે મહ જેવી ચામડીની સમસ્યા થાય તો તે ખુબ જ હેરાન કરે છે. જો કે તેના લીધે ચામડીના કોઈ પણ પ્રકારની શરીર પર અસર થતી નથી, પરંતુ તેમાં શરીરમાં વિવિધ ભાગ પર આ ફોડલાઓ જેવા દાણાઓ નીકળી જાય છે.
જેમાં માત્ર માટી માંસ સાથે ઢીમચાંઓ ઉપચી આવે છે અને કાયમ રહે છે. આ મહ શરીર પર નીકળે છે તે સામાન્ય બાબત છે પરંતુ જે મોઢામાં ભાગે નીકળે તો ચહેરાની રોનક બદલી નાખે છે. આ મહ લાલ પડતા તેમજ લીલાશ પડતા કાળા રંગના પણ હોય છે. ક્યારેક તેની ગોળ ગોટીઓ સ્વરૂપે પણ થાય છે. જેને દુર કરવા ખુબ જ અઘરું કાર્ય છે. જેમાં શરીર પર તલ નીકળે છે તેવી જ રીતે મહ પણ નીકળે છે. અમે આ મહને દુર કરવાના અસરકારક ઈલાજ અહિયાં બતાવીએ છીએ જેના લીધે તમે મહને દુર કરી શકશો તેમજ તેને નીકળતા અટકાવી શકશો.
મહને મટાડવા માટે અગરબતી દ્વારા ઈલાજ કરી શકાય છે. અગરબતી લઈને તે અગરબતીને સળગાવી દો. આ અગરબતીની રાખને મસા ઉપર સ્પર્શ કરીને તેને હટાવી દો. આવું 8 થી 10 વખત કરો. આ ઉપાય કરવાથી મહ સુકાઈને નીકળી જશે.
શરીર પર મસા નીકળે તો તેને દુર કરવા લસણના પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. લસણને સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. આ માટે એક લસણનો ગઠીયો લઈને તેની કળીઓ ફોલીને તેનો પેસ્ટ તૈયાર કરો. તેને રૂની મદદથી તલ પર લગાવીને આખી રાત માટે છોડી દો, સવારે તેને સારી રીતે પાણીથી ધોઈ લેવું. આ ઈલાજથી મહ નીકળતા બંધ થઈ જશે.
કેળાની છાલ દ્વારા મસાને મટાડી શકાય છે. આ માટે એક કેળાની છાલ લો અને તેને અંદરનો ભાગ મહ ઉપર રાખીને ઉપરથી ચોખ્ખા કપડાથી બાંધી દો. વધુમાં જણાવીએ તો આખી રાત તેને એમ જ રહેવા દો. તેનાથી મહ ઝડપથી સાફ થઈ જશે. ઘરેલું ઉપચાર કરી કે આ ઈલાજ ઉપાય અજમાવવાથી ખુબ જ ફાયદો થાય છે.
પાનની દુકાનેથી નાગરવેલનું એક પાન અને થોડો ખાવામાં લેવામાં આવતો ચૂનો લાવીને તેના દ્વારા તેને પાનના નાક ઉપર લગાવીને તેને મહ પર લગાવી દો. આ ચૂનો જ્યાં સુધી સુકાઈ નહી ત્યાં સુધી મહ વાળી જગ્યા પર જ રહેવા દો. જયારે ચૂનો સુકાઈ ગયા બાદ જ તેને હળવા હુંફાળા પાણીથી તેને ધોઈ લો. આમ કરવાથી ચહેરા પરના કે શરીરના કોઇપણ ભાગ પર આ ઈલાજ કરવાથી મહ મટી જશે.
પાઈનેપલ ખાટુ હોવાને લીધે એસીડીક હોય છે. તેમાં વિટામીન સી હોય છે તેમજ તેના લીધે તે રોગ પ્રતિકારક શક્તિ માટે પણ ખુબ જ ઉપયોગી છે. આ ફળ તેના સ્વાદને લીધે ઘણા લોકોને પસંદ હોય છે. તેનો ઉપયોગ ખાવાની સાથે મહને મટાડવા માટે પણ થઇ શકે છે. ચહેરા પર જો મહ નીકળે તો તેના ઈલાજ તરીકે દિવસમાં 2 થી ૩ વખત દરરોજ પાઈનેપલનું જ્યુસ ચહેરા પર લગાવો. આ લગાવ્યા બાદ તેને ચહેરા પર લગાવી રાખવાથી મહ નીકળતા અટકી જશે.
સફરજનનો સરકો એટલે કે એપલ સાઈડર વિનેગારને રૂમાં ડુબાડીને મહ પર દિવસભર લગાવતા રહો. તે ધીમે ધીમે મહ હળવા રંગના થઈને સુકાઈને જાતે જ નીકળી જાય છે. મહ હટાવવા માટે તમારે આ ઉપાય દરરોજ કરવો પડશે, જેનું પરિણામ ચોક્કસથી મળશે.
બટાકાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને મહ પર લગાવી દો. દિવસમાં બે થી ત્રણ વખત આ ઉપાય કરો. આ ઉપાયથી મહ સુકાઈ જશે અને એક દિવસમાં ઉખડી જશે. તમે ઈચ્છો તો આ રસને આખી રાત માટે લગાવી શકો છો.
જો તમે આ મહની સમસ્યામાંથી રાહત મેળવવા માટે કોથમીરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઈલાજ તરીકે કોથમીરના પાંદડાને વાટીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને મહ વાળી જગ્યા પર લગાવો. આ ઉપાય સતત કરતો રહેવાથી મહ મટી જશે. કોથમીરમાં આંખ અને ચામડીના ઈલાજ થઈ શકે તેવા ખનીજો હોય છે.
બેંકિંગ સોડા અને બેકિંગ પાવડરને કેસ્ટર ઓઈલમાં મિક્સ કરી લો. હવે આ લેપને વારંવાર મહ પર લગાવવા. આ ઉપાય થોડા દિવસ સુધી કરવાથી મહ આપોઆપ મટી જાય છે તેમજ નવા નીકળતા મહ પણ નીકળતા મટી જશે.
એક ડુંગળી લઈને તેનો રસને મહ ઉપર લગાવી દો. આ રસમાં એન્ટી બાયોટીક તેમજ એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ માટે ડુંગળી ઘણા રોગોમાં ઉપયોગી છે. આ ઈલાજ તરીકે મહને મટાડવા માટે ખુબ જ અસરકારક છે.
વડના પાંદડાને તોડતા તે જગ્યા પરથી થેર એટલે કે દૂધ નીકળે છે. વડના પાંદડાનો રસ કાઢીને આ મહ ઉપર લગાવવાથી મહ સુકાઈને ખરી પડશે. આ ઉપાય જેમાં જ પપૈયા પર જે દૂધ રહેલું હોય છે જે મહ પર લગાવવાથી પણ મહ મટે છે. ઉપાય માત્ર દિવસો સુધી કરવાથી મહ આપોઆપ મટી જશે.