દરેક વ્યક્તિ પોતાના પરિવારને આગળ વધારવા માંગે છે. તે ઈચ્છે છે કે તેમના સંતાનો થાય, એમની સાથે તે પોતાની જિંદગી વિતાવે, પરંતુ ઘણીવાર કોઈને કોઈ ખામીના કારણે ઘણા લોકોના આ સપના પૂર્ણ નથી થઇ શકતા. ત્યારે લોકો દવા અને કેટલાક લોકો તો તંત્ર મંત્ર પાછળ પણ આનો ઉપાય શોધવા માટે લાગી જાય છે, છતાં પણ ઘણા લોકોને તેમાં સફળતા નથી મળતી, પરંતુ આયુર્વેદ પાસે તમામ સમસ્યાઓનું સમાધાન છે.
શિવલિંગી બીજનો. એવું માનવામાં આવે છે કે આ બીજનો પ્રયોગ વધારે કારગર સાબિત થાય છે. ઋષિ મુનિઓનું માનવું છે કે સંતાન પ્રાપ્તિ માટે શિવલિંગી બીજ ખુબ જ અસરકારક છે. જો કે આ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ તો નથી, પરંતુ માન્યતા છે.
શિવલિંગી બીજનો પુરુષ અને મહિલાઓ બંને પ્રયોગ કરે છે તો તેમાં પુરુષના સ્પર્મમાં વધારો થાય છે. મહિલાઓ જો બાળકો પેદા કરવામાં સક્ષમ ના હોય તો તેને પણ સંતાન પ્રાપ્તિ થાય છે. જો મહિલાઓ સતત 21 દિવસ સુધી શિવલિંગી બીજનું સેવન કરે છે. તો તેને ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. એવું આયુર્વેદમાંમાનવામાં આવે છે.
આદિવાસીઓનો એક સમુદાય છે પાતાલકોટ. તેમને આ પ્રકારની જંગલી જડી બુટ્ટીઓનું વિશેષ જ્ઞાન છે. તે શિવલિંગી બીજનો ઉપયોગ ખુબ જ કાળજીથી કરે છે. આ જડી બુટ્ટીઓનાં જનાકાર અનુસાર કોઈ મહિલાને માસિક ધર્મ સમાપ્ત થવાના 4 દિવસ બાદ તેને રોજ 7 દિવસ સુધી 5 શિવલિંગ બીજ ખવડાવે છે. જો કોઈ મહિલાને સંતાન નથી થતું તો તેને શિવલિંગીના બીજ સાથે તુલસી અને ગોળ સારી રીતે ભેળવીને ઔષધિના રૂપમાં આપવામાં આવે છે. જેના કારણે તેને બાળક થવાની સંભાવના વધી શકે.
સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર મહિલાઓએ શિવલિંગી પાનની ચટણી પણ વિશેષ રૂપે બનાવીને ખવડાવવામાં આવે છે, ઘણી મહિલાઓને તો તેના પાનને બેસન સાથે ભેળવી અને શાક બનાવીને પણ ખવડાવવામાં આવે છે. તેનાથી પણ તેને લાભ થાય છે અને તે જલ્દી જ ગર્ભધારણ કરે છે. આ બીજના સેવન કરવાના કારણે જન્મનાર બાળક પણ હૃષ્ટપુષ્ઠ અને તંદુરસ્ત રહે છે અને મહિલાઓને પ્રસવ દરમિયાન પીડામાં પણ રાહત મળે છે.
શિવલિંગી વૃક્ષ પર ચડતી વેલ છે જે વરસાદના દિવસોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેના ફૂલો નાના અને લીલા-પીળા રંગના હોય છે. તેના ફળ ગોળાકાર, સરળ અને આઠ સફેદ પટ્ટા વાળા છે. કાચા ફળ લીલા હોય છે જે પાકે ત્યારે લાલ થાય છે.
શિવલિંગીના બીજ સ્વાદમાં કડવા, પેટ માટે ગરમ અને ગંધનાશક છે. તે શરીરની ધાતુને મજબુત બનાવે છે. તે તમામ રક્તપિત્તનો ઇલાજ કરે છે. શિવલિંગ શરીરને શક્તિ આપે છે. તેના ફળ બળવર્ધક અને તાવ ઘટાડવામાં મદદ કરે છે. પ્રજનન એ સીધા જ અંડાશય, શુક્રાણુ અને આરોગ્ય સાથે સંબંધિત છે. શિવલિંગીના બીજ અંડાશયની સમસ્યાઓ દૂર કરે છે અને માસિક સ્રાવને નિયંત્રિત કરે છે. શિવલિંગ બીજનો ઉપયોગ ગર્ભાવસ્થા માટે થાય છે.
શિવલિંગીનો ઉપયોગ ગર્ભાશય માટે સારો છે. શિવલિંગી બીજ સદીઓથી બાળકો માટે સફળ દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. જો નિ:સંતાન દંપતી શિવલિંગના બીજનો ઉપયોગ કરે છે, તો આ છોડ તેમના માટે વરદાન છે. શિવલિંગ બીજ યકૃત, શ્વસન રોગ, પાચક તંત્ર વગેરે માટે પણ લાભકારક છે. તેઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
બાળજન્મ પછી સ્ત્રીનું શરીર નબળું થઈ જાય છે, જેના કારણે ઘણી વાર તેને તાવ પણ આવે છે.
આ સ્થિતિમાં, શિવલિંગિના 2- 4 ગ્રામ પાવડરનું સેવન કરવાથી તાવ મટે છે. શિવલિંગીના બીજ અને પાવડરનો ઉકાળો પીવાથી ગર્ભાશયનો સોજો અને પેટનો સોજો મટે છે. શિવલિંગી બીજ આંતરડાને સક્રિય બનાવે છે. તેનું સેવન કરવાથી આંતરડામાંથી મળ નીકળી જાય છે અને કબજિયાત રેહતો નથી. તેથી, તેનો ઉપયોગ અપચો અને એસિડિટી વગેરેની સારવારમાં થાય છે. બરોળના વિસ્તરણથી ટાઇફોઇડ થાય છે. સમયસર તાવ મટાડવા માટે બરોળનો ઈલાજ કરવો જરૂરી છે.શિવલિંગીના મૂળને પાણી સાથે પીસીને દર્દીને આપવાથી તે બરોળની વૃદ્ધિમાં સુધારો કરે છે.
શિવલિંગીના ફળના રસમાં લાલ ચંદન ઘસીને લગાવવાથી ચાંદીના રોગોમાં ફાયદો થાય છે. શરીરમાં પિત્ત એસિડિટીમાં વધારો થવાને કારણે ઘણા રોગો થાય છે, જેમાં તાવ પણ એક છે. શિવલિંગ ના (5-10 મિલી) રસને ખાંડના મિશ્રિત ગાયના દૂધ સાથે પીવાથી પિત્ત વધવાથી થતો તાવ મટે છે.
આજના સમયમાં, બાળજન્મ માટે સિઝેરિયન ઓપરેશન ખૂબ સામાન્ય છે, પરંતુ સ્ત્રીના સ્વાસ્થ્ય પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. સામાન્ય ડિલિવરી માટે આયુર્વેદમાં ઘણા કાયદા છે. શિવલિંગીના મૂળને સ્ત્રીની કમરમાં બાંધીને સામાન્ય પ્રસૂતિ કરી શકાય છે.
શિવલિંગી બીજનો ઉપયોગ સંતાનને તંદુરસ્ત અને તેજસ્વી બનાવવા માટે થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન શિવલિંગ નું સેવન ગર્ભને તમામ પ્રકારના પોષણ આપે છે અને સારું સ્વાસ્થ્ય આપે છે. શિવલિંગી તેના ગુણધર્મોને કારણે જાતીય શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.
પાચક તંત્રનું અનિયમિત કાર્ય એ કબજિયાત જેવી સમસ્યાઓનું કારણ છે. આ સ્થિતિમાં શિવલિંગી બીજનો ઉપયોગ આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને પાચનને આરોગ્યપ્રદ બનાવે છે.
શિવલિંગીમાં મળતા રાસાયણિક ગુણધર્મોને લીધે તે શિશુઓ અને પુખ્ત વયના લોકોના આરોગ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિવલિંગ બીજમાં એન્ટી હાયપરલિપિડેમિક ગુણધર્મો છે જે શરીરમાં લિપિડ્સના પ્રમાણને વધારવામાં પણ મદદ કરે છે.
શિવલિંગીનાં બીજના ચૂર્ણને ત્વચાના રોગો સારા કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. શિવલિંગીનાં બીજને વાટીને ખરજવું, ધાધર અને સફેદ કોઢ પર લગાવવાથી ચામડીના રોગોમાં રાહત મળે છે. વજન વધવાનું મુખ્ય કારણ પાચક તંત્રનું અવ્યવસ્થિત કામ છે. આ સ્થિતિમાં, શિવલિંગ બીજ ઉપયોગી થાય છે જે ગરમ હોય છે. તે પાચનને તંદુરસ્ત બનાવે છે, જે વજન નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.