મેથી(શાકભાજી) કે મેથી દાણા આ ભારતીય રસોડામાં જોવા મળનારુ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. પણ કદાચ તમને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે મેથી ઔષધીય ગુણોથી ભરપૂર છે. મેથીના દાણા અને મેથીના બીજ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે. અને તેમા જોવા મળનારા સ્વાસ્થ્ય ગુણોને કારણે ભારતીય રસોડામાં તેનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.
આખા વિશ્વમાં ભારતમાં મેથીનુ ઉત્પાદન સૌથી વધુ કરવામાં આવે છે. મેથીની ભાજીમાંથી આપણે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકીએ છીએ. મેથીના થેપલા બનાવવાનુ પ્રચલન વર્ષોથી ચાલી રહ્યુ છે. મેથીના થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. મેથીની ભાજીમાં આઇરન, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને પ્રોટીન, વિટામિન K અત્યાધિક માત્રામાં જોવા મળે છે. આવો જોઈએ કે મેથી દાણા અને મેથીની ભાજી ખાવાથી આપણને કયા પ્રકારના સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.
મેથીના પરાઠા બીજા બધા પરાઠા કરતાં ખૂબ જ હેલ્ધી હોય છે. આ પરાઠા પેટ માટે ખૂબ જ હલ્કા હોય છે, જેથી સરળતાથી પચે છે. મેથી થી પેટની સમસ્યા દૂર થાય છે. ઠંડીની સિઝનમાં લીલા પાનના શાકભાજીના ખૂબ જ વિકલ્પ બજારમાં મોજૂદ હોય છે. આમ તો બાળકોને લીલા શાકભાજી ખાવાનું બિલકુલ પસંદ હોતું નથી પરંતુ તમે એમાંથી કોઇ સ્વાદિષ્ટ ડિશ બનાવી દો, તો બાળકો અને વડીલો ખાઇ લે છે.
ઠંડીમાં આવનારું એક ખૂબ જ પૌષ્ટિક શાક છે મેથી. આ મેથીથી તમે ઘણા પ્રકારની ડિશ બનાવી શકો છો. ઘરમાં મેથીના પરાઠા સૌથી વધારે પ્રચલિત હોય છે. ઠંડીમાં ગોળની સાથે મેથીના થેપલા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેથીના પાન નાંખીને બનાવવામાં આવેલા મેથીના પરાઠા બીજા બધા પરાઠા કરતાં ખૂબ જ હેલ્ધી હોય છે. એ ખૂબ જ સરળતાથી બની પણ જાય છે.
જો તમારું કોલેસ્ટ્રોલ ખૂબ વધારે વધેલુ છે, તો ડૉક્ટર તમને તેલ ઘી ખાવા માટે ના પાડી દે છે. એટલા માટે એવી સ્થિતિમાં તમારે પરાઠાને તેલમાં શેક્યા વગર જ ખાવા જોઇએ. મેથીના થેપલા તમે બ્રેકફાસ્ટ અથવા લંચ કોઇ પણ સમયે ખાઇ શકો છો. આ પરાઠા પેટ માટે ખૂબ જ હલ્કા હોય છે. જેનાથી એને પચાવવા ખૂબ જ સરળ હોય છે. મેથીના પાનને પેટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
એટલા માટે મેથીના પરાઠા પેટ માટે ખૂબ જ સારા હોય છે. મેથીમાં વિટામીન સી નું પ્રમાણ ભરપૂર હોય છે, જે પેટની સામન્ય સમસ્યાઓ જેમ કે કબજિયાત, એસિડીટી, અપચાને ઠીક કરે છે. અને ઠંડીમાં થનારી એલર્જીને પણ ઓછી કરે છે. મેથીના તાજા પાન અને હળદરના પેસ્ટ્ને ચેહરા પર લગાવવાથી ચેહરાની ત્વચા પરથી ખીલ ફોલ્લીઓ અને કાળા ધબ્બા દૂર થવામાં મદદ મળે છે. અને ત્વચા સાફસુથરી થવા માંડે છે.