વિટામિન સી અને એન્ટી ઑક્સિડેન્ટથી ભરપૂર આમળા આરોગ્યમાં વધારો કરનારા ગુણધર્મો માટે જાણીતા છે. આયુર્વેદ અનુસાર, આમળા શરીરના વાત, કફ અને પિત્તનું સંતુલન જાળવે છે. ચાલો જાણીએ તેના ચમત્કારી ફાયદાઓ, જેના કારણે તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે.
આમળા વિટામિન એ અને કેરોટીન થી ભરપુર છે. આમળાને નિયમિત રીતે ખાવાથી આંખનું તેજ વધે છે. મોતિયા જેવી સમસ્યાઓમાં પણ સારા પરિણામ જોવા મળ્યા છે, અને વાંચતી વખતે આંખો પર નું દબાણ પણ આમળા થી ઓછું થઈ જાય છે.
આમળા વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે. એક આમળા માં ૩ સંતરા બરોબર વિટામીન સીનું પ્રમાણ હોય છે. આમળા ખાવાથી આંખોની દ્રષ્ટિ વધે છે. આમળા શરીરની ત્વચા અને વાળ માટે ઘણા ફાયદાકારક રહે છે. સવારે નાસ્તામાં આમળા નો મુરબ્બો ખાવાથી તમારું શરીર સ્વસ્થ બની રહે છે.
ડાયાબિટીસના દર્દી માટે આમળા ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબીટીસના દર્દી ને હળદરની સાથે આમળા ખાવા જોઈએ. તેનાથી ડાયાબીટીસના દર્દી ને રાહત મળે છે. હરસ ના દર્દીઓ ને સુકા આમળા ને વાટીને ઝીણો પાવડર કરીને સવાર સાંજ ગાયના દુધની છાશ સાથે દરરોજ પીવું જોઈએ, તેનાથી હરસમાં ખૂબ જ ફાયદો મળે છે.
આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે, જેથી આપણા શરીરમાં ઝેરીલા તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શકતી મજબુત થાય છે.આમળા નું જ્યુસ બનાવીને પણ પી શકાય છે. આમળા નું જ્યુસ પીવાથી લોહી પણ ચોખ્ખું રહે છે.
નાકમાંથી લોહી નીકળતું હોય તો આમળા ને ઝીણા વાટીને બકરીના દૂધમાં મેળવીને માથા અને મગજ ઉપર લેપ લગાવવો જોઈએ. તેનાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થઈ જાય છે. આમળા ખાવાથી હૃદય મજબૂત બને છે. હૃદયના દર્દીઓ એ દરરોજ ઓછામાં ઓછા ત્રણ આમળા ખાવા જોઈએ. જેનાથી હ્રદયની બીમારીઓ દૂર થાય છે. હૃદયના દર્દીઓ આમળાનો મુરબ્બો પણ ખાઈ શકે છે.
જો કોઈને પથરી થઈ હોય તો સુકા આમળા નું ચૂર્ણને મૂળાના રસમાં ભેળવીને ૪૦ દિવસ સુધી પીવું જોઈએ. તેનાથી પથરી નીકળી જાય છે. મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ આમળા અસરકારક છે. દરેક મહિલાઓને માસિક ધર્મમાં અસહ્ય દુખાવો થતો હોય છે, તેથી આમળા ના સેવનથી આ સમસ્યા દૂર થાય છે. ઉપરાંત માસિક ચક્ર માં અનિયમિતતા હોય તો તે પણ આમળા ખાવાથી તે નિયમિત થાય જાય છે.
આમળા ની નાની નાની પાતળી ચીરો કરીને તેમાં લીંબુનો રસ અને મીઠું નાખી ને તડકામાં સુકાવી દેવા. જ્યારે એ સૂકાય જાય એટલે એક ડબ્બામાં ભરીને તમે એને કોઈ પણ સિઝનમાં ખાઈ શકો છો. આ ખુબ જ હેલ્ધી વસ્તુ છે.
ખાંસી આવે તો દિવસમાં ત્રણ વખત આમળા નો મુરબ્બો ગાયના દૂધ સાથે ખાવો જોઈએ. જો વધુ ખાંસી આવતી હોય, તો આમળા ને મધ સાથે ભેળવીને ખાવાથી ખાંસી આવતી બંધ થાય છે. જો પેશાબ કરવામાં બળતરા થતી હોય તો લીલા આમળા ના રસમાં મધ ભેળવી ને ખાવું જોઈએ. તેનાથી બળતરા દૂર થાય છે અને પેશાબ સ્વચ્છ આવે છે.
આમળા ખાવાથી હાડકા મજબૂત થાય છે. આમળા નુ સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસિસ અને આર્થરાઈટિસ એટલે કે, સાંધાના દુખાવામાં રાહત થાય છે. રોજ આમળા ખાવાથી તણાવમાં આરામ મળે છે અને સારી ઉંઘ પણ આવે છે.
ગર્ભવતી મહિલાએ આમળાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક મનાય છે. તેમાં રહેલા ઔષધીય ગુણ ગર્ભવતી સમય દરમિયાન કમજોરી થી છુટકારો આપે છે. અને શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. આમળાનું સેવન શરીરમાં આયર્ન ના સ્તરને નિયંત્રિત કરે છે. તેના ઉપયોગથી હિમોગ્લોબીનનું સ્તર સારું રહે છે જે આપણા માટે ખુબ જ જરુરી છે.
આમળા ને સુકવીને તેને લગભગ વીસ ગ્રામની માત્રામાં બહેડાનું ચૂર્ણ તથા તેનાથી બે ગણી માત્રામાં લગભગ ચાલીસ ગ્રામ કેરીની ગોટલીનો પાવડર આખી રાત પલાળી રાખી રોજ સવારે તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા, સુંદર અને જાડા થાય છે.
આમળા માંથી મળી આવતું કેલ્શિયમ તમારા શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ પૂરું પડે છે જેના કારણે હાડકાં મજબૂત થાય છે. આ ઉપરાંત દાંત, નખ અને ત્વચાને પણ ફાયદો થાય છે. જેને ડાયાબિટીસ હોય તેઓએ જો ખાંડ નાખ્યા વગર આમળા ખાઈ તો તેમને પણ ફાયદો થાય છે કારણ કે આમળામાં ક્રોમિયમ હોય છે જે લોહીમાં સુગરના પ્રમાણને નિયંત્રિત રાખે છે.
ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશય માં રહેતા બાળકોમાં લોહી અને ઓક્સિજનનો સંચાર સારી રીતે કરવા માટે આમળા ખાવાની સલાહ આપવામાં આવે છે.