હૃદય અને ફેફસામાં કોઈ સમસ્યા હોવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. અસ્થમા ફેફસાની સમસ્યા છે જે શ્વાસની તકલીફોથી પીડાય છે. શ્વાસની તકલીફ માંથી છુટકારો મેળવવા માટે લોકો એલોપેથી દવા અને સીરપ પીવાનું શરુ કરે છે પરંતુ આપણે ઘરેલું ઉપાયોની મદદથી શ્વાસની તકલીફને આસણિતઘઈ દૂર કરી શકીએ છીએ. તો ચાલો આજે આપણે જાણીએ શ્વાસની તકલીફને દૂર કરવા મટેના ઉપચારો.
શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો કપૂરની ગોળી, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું, તેમાં અજમો અને તુલસીના પાન તેમજ લવિંગ આ વસ્તુને ભેગી કરીને તેને ખાંડીને પોટલી બનાવવી. આના ઉપયોગથી શ્વાસ લેવાથી નાક અને શ્વાસ નળી સાફ થાય છે. જેથી ઓક્સિજન લેવલ વધે છે અને ઊંચું જાય છે અને શ્વાસની તકલીફ માંથી છુટકારો મળે છે.
આદુ, તુલસી, કાળા મરી સાથે ઉમેરીને ચા પીવો, આ ત્રણે તત્વોના સેવનથી ખાંસી અને શરદીમાં ખૂબ રાહત મળે છે અને શ્વાસની તકલીફ દૂર થાય છે. તોદરીના બીજનો ઉકાળો કરો અને દરરોજ સવાર-સાંજ દરરોજ 20 થી 40 મિલીગ્રામ લેવાથી કફ અને તાવ દૂર થાય છે. તે શ્વાસનળીનો સોજો મટાડે છે અને શ્વાસની તકલીફને દૂર કરે છે.
વાસા સવારે અને સાંજે દરરોજ 6 થી 10 ગ્રામ લેવાથી શ્વાસનળીનો સોજો દૂર થાય છે. 15 ગ્રામ આદુ, 4 બદામના દાણા અને 8 સુકી દ્રાક્ષના દાણા એક સાથે પીસી લો અને હળવા પાણી સાથે લો. દરરોજ લેવાથી શ્વાસ લેવામાં પડતી તકલીફ દૂર થાય છે.
શ્વાસ લેવામા તકલીફ થતી હોય તો આદુ અને લસણની ચા પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આદુની સામાન્ય ચા બનાવી તેમાં લસણની બે-ત્રણ કળીઓને ચા મા મિક્સ કરી, આ ચા પીવામાં સ્વાદ વિનાની લાગી શકે પરંતુ, સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી સાબિત થઇ શકે છે.
સુંઠ અને તજ સાથે વરીયાળી ચૂર્ણ મિક્સ કરીને તેનું પાણી સાથે સેવન કરવાથી ગળું સાફ થાય છે, કફ દુર થાય છે જેના લીધે ખાંસીની સમસ્યા દૂર થાય છે અને શ્વાસ લેવાની તકલીફ દૂર થાય છે. અજમો અને ગળો વગેરે પાણીમાં નાખીને પાણી ગરમ કરીને નાસ લેવાથી શરીરમાં રહેલા ફેફસામાં કફ સહીત અનેક કચરો દૂર થાય છે. જયારે વરાળ શ્વાસમાં લેવામ આવે ત્યારે હવાનો માર્ગ ખુલે છે અને લાળ બહાર આવે છે. જેથી શ્વાસ લેવામા થતી સમસ્યા દૂર થાય છે.
તજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ આયર્ન અને પ્રોટીન જેવા ફાયદાકારક તત્વો હોય છે, જે અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ મદદગાર છે. આ ઉપરાંત મધ સાથે તેનું સેવન કરવાથી તેના ફાયદા બમણા થાય છે. રાત્રે સૂતા પહેલા એક ચમચી તજ પાવડર, એક ચોથા ભાગની ચમચી ત્રિકટુ ચૂર્ણ અને 1 ચમચી મધ નાખીને પીવો. આનાથી શ્વાસની તકલીફ દૂર થાય છે.
૨-૩ સૂકા અંજીર પલાળીને સવારે ઉઠીને તેનું ભૂખ્યા પેટે સેવન કરીને પાણી પીવો. તે શ્વાસની નળીમાં જામી ગયેલા કફને કાયમ માટે દૂર કરી દે છે અને શ્વાસ લેવાની તકલીફમાં મદદ આપે છે. જો હળદર તથા મધનુ જોડે સેવન કરી લેવામાં આવે તો તેમા હાજર એન્ટીઇન્ફ્લામેટરી તથા એન્ટી-એલર્જિક પોષકતત્વો કફની તકલીફથી મદદ અપાવે છે.
સરસોના તેલથી માલિશ કરવી સૌથી સારો ઘરગથ્થું ઉપાય છે. આ પ્રકારની માલિશથી શ્વસના માર્ગ સાફ થાય છે અને તમને શ્વાસ લેવામાં સરળતા રહે છે. આદુનો રસ, દાડમનો રસ અને મધને સમાન માત્રામાં મેળવો. દરરોજ આ મિશ્રણની એક ચમચીનું સેવન દિવસમાં ત્રણ વખત કરો. તેનાથી તમને શ્વાસ લેવાના રાસ્તાનો સોજો ઓછો થાય છે અને શ્વાસની તકલીફ દૂર થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.