શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં કફ અને શરદીનો તરતજ છુકરો અપાવતો સૌથી અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શું તમારું નાક વારંવાર બંધ થઈ જાય છે અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે ? તો તેનું કારણ હશે કે તમને ભારે શરદી થઈ ગઈ છે.  શ્વાસ લેવામાં થતી સમસ્યાને મુખ્ય રૂપે મોટાભાગના લોકો સમજી નથી શકતા કારણ કે તેમને આ બિમારીના લક્ષણોની કોઈ જાણકારી નથી હોતી.

શરૂઆતના તબક્કે આ બિમારી પર ધ્યાન આપવામાં આવતું નથી અને સમય જતાં સમસ્યા ગંભીર બનતી જાય છે. આજે અમે તમને જણાવીશું શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેના ઉપચારો વિશે.

નિયમિત યોગ કરવાથી અને ચાલવાથી શ્વાસની તકલીફની સમસ્યા પણ દૂર થાય છે. યોગા અને ચાલવું એ સ્નાયુઓ અને ફેફસાંને મજબૂત બનાવે છે, તેથી તેને તમારા દિનચર્યામાં શામેલ કરવાની ખાતરી કરો. સ્વાદિષ્ટ અને સંતુલિત ખોરાક લો, તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને શ્વસનતંત્ર પણ ઠીક રાખે છે.

ફુલાવેલ ટંકણખાર 100 મિલી ગ્રામ, ફટકડીની રાખ 100 મિલીગ્રામ, લીંડી પીપર ચૂર્ણ 100 મીલીગ્રામ મિશ્ર કરી, મધ સાથે સવારે અને સાંજે ચાટવાથી શ્વાસની તકલીફ મટે છે. દિવસમાં બે વખત હળદરનું ગરમ દુધમાં સેવન કરવાથી કફની તકલીફ મટે છે. શ્વાસની તકલીફમાં આ ખુબ જ અસરકારક ઈલાજ કરે છે.

આદુ, હળદર, ગાજર, લસણ ફુદીનો, મેથી, બીટ અને હાથલા થોરના ફીંડલા વગેરે મિક્સ કરીને તેનો રસ પીવાથી ફેફસાની સફાઈ બરાબર થાય છે. ફેફસામાં રહેલા કફને આ ઔષધિઓમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણો દુર કરે છે. જેનાથી અશુધ્ધિઓ દુર થાય છે. સાથે લોહી અને હિમેગ્લોબીન પણ વધે છે. જેથી શ્વાસ બરાબર અને પુરતો લઇ શકીએ છીએ જેનાથી ઓક્સીજન લેવલ વધે છે.

દરરોજ રાતે સૂતા પહેલા સાફ પાણીમા ૨-૩ સૂકા અંજીર પલાળીને સવારે ઉઠીને તેનું ભૂખ્યા પેટે સેવન કરીને પાણી પીવો. તે શ્વાસની નળીમાં જામી ગયેલા કફને કાયમ માટે દૂર કરી દે છે અને શ્વાસ લેવાની તકલીફમાં મદદ આપે છે. તાજુ આદુ ખાવાથી કે આદુને ગરમ પાણીમાં નાખીને પીવાથી શ્વસન માર્ગના ચેપને લીધે શ્વાસ લેવામાં થતી તકલીફમાં પણ ઘટાડો થાય છે. શ્વસન માર્ગમાં ચેપ પેદા કરતા આરએસવી વાયરસ સામે લડવામાં આદુ અસરકારક છે.

હળદર અને મધમાં એન્ટીઇન્ફ્લામેટરી અને એન્ટીએલર્જિક પ્રોપર્ટીઝ હોય છે જે કફથી રાહત અપાવે છે. હળદર અને મધ બંનેને મિક્સ કરીને લેવામાં આવે તો તેની અસર વધારે થાય છે. શ્વાસના દર્દીઓ માટે તે એક ઉત્તમ દવા છે. દરરોજ બે વાર ચપટી હળદરને મધમાં ભેળવીને ચાટવાથી અસ્થમાના દર્દીઓને શ્વાસની સમસ્યામાં રાહત મળે છે. શરદી-ઉધરસથી પરેશાન સામાન્ય વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી શકે છે.

અળસીનો 100 ગ્રામ પાવડર કરી, રાઈ પાવડર 20 ગ્રામ તે વાટકીમાં લઈ પાણી મેળવી, વાટકી ગરમ કરી, તેમાં 5-6 ગ્રામ મીઠું ભેળવી, ગરમ લેપ દર્દીની છાતી તથા પીઠ પર કરવો. આ લેપથી ફેફસામા જામેલો કફ છૂટો પડી જાય છે અને દરરોજ સળંગ ૩-5 દિવસ આ લેપ કરવો. સુંઠના ચૂર્ણનો લેપ કરવાથી શ્વાસની તકલીફમાં રાહત મળે છે. શરદીમાં સૌથી સરળ ઉપાય છે ડુંગળીને કાપીને સુંઘવી. ડુંગળીને સુંઘવાથી નાખ ખુલી જાય છે અને શ્વાસની તકલીફ દૂર કરી શકાય છે.

સરસવના ગરમ તેલમાં હળદર પાવડર ભેળવીને તેને છાતી પર મસાજ કરવાથી ન્યુમોનિયા મટે છે. ફુદીનો દાહ, બળતરા, ગળામાં બળવું અને કફને ઓછો કરે છે. ફુદીનાનાં તાજા પાંદડા લઈને ચા બનાવો અને તેનો ઉપયોગ કરવાથી શ્વાસની તકલીફમાં દવા રૂપે કાર્ય કરે છે. નિલગીરીના તેલ ના ટીપાં નાકમાં નાખવાથી શ્વસન માર્ગ સાફ થઈ શ્વાસની તકલીફ માંથી છુટકારો મળે છે. તમામ પ્રકારના નીલગીરીના પાનમાં આ તેલ હોય છે. નીલગીરી બારે માસ લીલું રહે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top