મીઠા વગરનો ખોરાક ખાવો એ લગભગ કોઈ પણ વ્યક્તિને પસંદ હોતો નથી. મીઠું સ્વાદમાં વધારો કરે છે. જો યોગ્ય માત્રામાં મીઠું નાંખવામાં આવે તો ખાવાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. પરંતુ જો આ ખોરાક માં ઓછું મીઠું હોય તો કોઈ પણ વ્યક્તિને તે પસંદ હોતુ નથી. આપણે રોજ રોજ ભોજનમાં સફેદ મીઠાનો ઉપયોગ કરીએ છીએ. જે શરીર માટે ખૂબ જ હાનિકારક છે. એવું કહેવાય છે કે, મીઠું એ એક પ્રકારનું સફેદ ઝેર છે.
સ્વાસ્થ્ય માટે સિંધવ મીઠું ખૂબ જ ફાયદાકારક છે. સિંધવ મીઠામાં ઘણા બધા ગુણો રહેલા છે. અને તે મીઠું એકદમ શુદ્ધ હોય છે. કારણ કે તેમાં કોઈપણ કેમિકલ આવતા નથી. આ મીઠું એક પ્રકારના પથ્થરના રૂપમાં જોવા મળે છે. આ મીઠામાં સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, સેલેનિયમ, બ્રોમિન અને આયોડિન જેવા અનેક તત્વો આવેલા હોય છે. જો તમે ખોરાકમાં સાદુ મીઠુ વાપરતા હોય તો તે ઘણું બધું નુકસાન કરે છે. પરંતુ સિંધવ-મીઠું તે શરીર નુકસાન નથી કરતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજે આપણે સિંધવ મીઠું ના ફાયદા વિશે જાણીશું.
જે લોકોને બીપી ઓછું રહેતું હોય તે લોકો સામાન્ય રીતે લીંબુ શરબત પીવે છે. અને લીંબુના શરબતમાં થોડું મીઠું નાખે છે. પરંતુ મીઠું ફાયદો કરવાને બદલે ખૂબ જ નુકસાન કરે છે. અને બીપી કન્ટ્રોલમાં રહેશે નહીં. એટલે જે લોકોને બીપીની તકલીફ હોય તે લોકોએ કાયમ માટે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. જે વ્યક્તિ તણાવથી પીડાતા હોય તે વ્યક્તિએ સિંધવ મીઠાને પાણીમાં મિક્સ કરીને ખાવાથી તણાવ ઓછો થાય છે.
આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, ડાયાબિટીસના દર્દીઓને મેગ્નેશિયમની કમી હોય છે. જે સિંધવ મીઠામાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં પણ રહી શકે છે. આજકાલ દરેક લોકોને મોટાપો ખુબ જ મોટી સમસ્યા છે. આજકલ દરેક લોકોના બેઠાડું જીવન ને કારણે દરેક મેદસ્વી બનતું જાય છે. અને ચરબી જમા થતી જાય છે. પરંતુ જો તમે સિંધવ મીઠાને બદલે સિંધવ મીઠું વાપરવાનું શરૂ કરશો તો ધીમે ધીમે તમારો વજન ઓછું થશે. અને વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
જે વ્યક્તિને સાઇનસની તકલીફથી પીડાતા હોય તે લોકોએ સિંધવ મીઠાનું સેવન કરવું જોઈએ. સિંધવ મીઠાથી ગળાનો સોજો, ઉધરસ અને કાકડામાં સોજો, દુખાવો થતો હોય તો તેમાં રાહત થાય છે. સિંધુ મીઠામાં એલ્કલાઈન ગુણ રહેલા હોય છે. જેને પેટમાં વધારે પડતો એસીડ બનતો હોય તેને નિયંત્રણ કરે છે. જે વ્યક્તિને ઉબકા અને ઉલટી ની સમસ્યા હોય તે લોકોએ જીરુ, અજમો અને સિંધવ મીઠા ની ફાકી લેવાથી આ સમસ્યા તરત જ ઓછી થઈ જાય છે.
જે લોકોને હાડકા નો દુખાવો હોય તે લોકોએ નિયમિત મીઠાનું સેવન કરવું જોઈએ. જો તમને કિડનીમાં પથરીની સમસ્યાથી પરેશાન છો. તો નિયમિત પણે મીઠાનો ઉપયોગ કરો. આ આવું કરવાથી આ સમસ્યામાંથી ખૂબ જ ફાયદો થશે. આ ઉપરાંત ચામડીને લગતા રોગોમાં પણ સિંધવ મીઠું ખૂબ જ ફાયદાકારક છે.
જે વ્યક્તિને રાત્રી દરમિયાન ઊંઘ નથી આવતી અને હોર્મોન્સ ઓછા હોય છે. તે લોકો માટે સિંધવ મીઠું એક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સિંધવ મીઠામાં લેટીસ નામનો ગુણ હોય છે. જે લેટીસ ના કારણે પેટમાં કબજિયાતની તકલીફ થતી નથી. અને પેટ સાફ થઈ જાય છે. જે પાચન સંબંધિત બીમારી હોય અથવા કોઈ તકલીફ હોય તે લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે, સિંધવ મીઠું ખાવાથી પેટમાં અને ન્યુરોટ્રાન્સમીટર ઉત્પન્ન થાય છે, જે ખોરાકને પચવા માટે ઉપયોગી છે.