ગરમીની સીઝનમાં સિંધવ મીઠું અમૃત સમાન સાબિત થાય છે. તેમાં સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાય સલ્ફેટ, આયન સલ્ફાઈડ, હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા પોષકતત્વ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર માટે ફાયદાકારક છે.
મીઠાનો ઉપયોગ દરેક પ્રકારની શાકભાજી બનાવવા માટે થાય છે અને તેને ખાવાથી શરીરમાં આયોડિનની કમી થતી નથી. સિંધવ મીઠા સાથે જોડાયેલા ઘણા ફાયદા છે. અને તેની સહાયથી ઘણા રોગો તરત જ સુધારી શકાય છે.સિંધવ મીઠું ખાવાથી માંસપેશીઓના દર્દ ને દૂર કરે છે. જો દર્દ વાળી જગ્યાએ મીઠું લગાવવામાં આવે તો તો રાહત મળે છે.
શરીરના ગમે તે જગ્યા પર દર્દ થાય કે સુજન આવે તો તમે તેના પર સિંધવ મીઠું ગરમ કર્યા પછી એક કપડામાં બધી દો. અને તે કપડાંને દર્દ થાય કે સુજન હોય તે જગ્યાએ બાંધવાથી દર્દ દૂર થાય છે. અને આરામ મળે છે. સિંધવ મીઠામાં લેક્સેટિવ ગુણ હોય છે. લેક્સેટિવ ના કારણે પેટમાં કબજિયાત નથી થતી.
પેટ સાફ થાય છે અને પાચનને લગતી કોઇપણ તકલીફ નથી થતી, કારણ કે સિધવ મીઠું ખાવાથી પેટમાં પાચન હોર્મોન્સ અને ન્યૂરો ટ્રાન્સમીટર બંને ઉત્પન્ન થાય છે. તેનાથી ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે અને કબજિયાત થી દૂર રહી શકાય છે.
જે વ્યક્તિ તણાવ થી પીડાતી હોય તે જો સિંધવ મીઠું પાણીમાં મિક્સ કરી તે પાણીથી ન્હાય તો તણાવ ઘણો ઓછો થઇ જાય છે. આનાથી માત્ર તણાવ જ ઓછો નથી થતો, પરંતુ માંસપેશીઓ જકડાઈ ગઈ હોય, તેમાં દુખાવો થતો હોય તો તે પણ દૂર થાય છે.
શરીર સ્વસ્થ રહે તે માટે આઠ કલાકની ઊંઘ જરૂરી છે. જેને આઠ કલાકની ઊંઘ નથી આવતી તેણે સિંધાલૂણ ખાવું જોઇએ. તેનાથી આખા દિવસનો થાક દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. તેની અંદર રહેલું મેલાટોનિન નામનું તત્ત્વ ઊંઘ લાવવાનું કામ કરે છે.
બ્લડપ્રેશરની સમસ્યા થાય એટલે મીઠું બંધ કરવાની કે ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. તે સમયે સિંધવ મીઠું મદદરૂપ બને છે. આ મીઠા માં રહેલું મેગ્નેશિયમ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેથી બ્લડપ્રેશરના દર્દી ને તે ખાવાની સલાહ આપવામાં આવે છે.
માથામાં ખંજવાળ અથવા ખોડો જેવી ખોપરી ઉપરની ચામડીની સમસ્યાઓથી પીડિત છો, તો તમે સિંધવ મીઠાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તેના એક્ઝોલીટીંગ ગુણધર્મો ને લીધે તમે ખોપરી ઉપરની ચામડીની ડેડ ત્વચાથી પણ છૂટકારો મેળવી શકો છો. આ માટે, તમારી એક શેમ્પૂની બોટલમાં 1 કપ દરિયાઈ મીઠું નાખવું અને તે જ શેમ્પૂથી તમારા વાળ ધોવા. તેનો ઉપયોગ કરીને, તમે તમારા વાળ માં તફાવત જોઈ શકશો.
સિંધવ મીઠાનો ઉપયોગ પગના સ્ક્રબ તરીકે પણ થઈ શકે છે. આ માટે, તમારે ફક્ત 2 ચમચી સિંધવ મીઠું નવશેકા પાણી ની અડધી ડોલમાં ઉમેરવું અને પગ તેમાં મૂકવા. આ પાણીમાં ગમે તેવું તેલ ઉમેરી શકો છો. જો તમારા નખ પીળા થઈ ગયા હોય અથવા તેમના રંગમાં કોઈ ફેરફાર આવ્યો હોય, કે પછી તમે તમારો ખોવાયેલો રંગ સિંધવ મીઠાની મદદથી મેળવી શકો છો. આ તમારા નખની ખોવાયેલી ચમક પણ પાછી લાવશે
શ્વાસની તકલીફથી પીડિત લોકોએ દરરોજ સિંધવ મીઠા નું સેવન કરવું જોઈએ. સિંધવ મીઠાથી કોગળા કરવાથી ગળામાં સોજો, પીડા, સુકા ઉધરસ, ખાંસી અને કાકડામાંથી રાહત મળે છે. જે લોકો બ્રોન્કાઇટિસ, અસ્થમા અથવા શ્વસન સંબંધી સમસ્યાથી પીડિત છે, તેઓ સિંધવ મીઠાની વરાળ લઈ શકે છે.
સિંધવ મીઠું અસરકારક રીતે પાચન અને લાળના રસને સ્વસ્થ રાખે છે. તમે સામાન્ય મીઠાને બદલે તમારા ખોરાકમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. સુંદરતા વધારવા માટે પણ સિંધવ મીઠાનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કરવાથી તમારુ શરીર મૃત ત્વચાથી છૂટકારો મેળવે છે.
સિંધવ મીઠામાં એલ્કલાઈન ગુણ રહેલો છે, જે પેટમાં બની રહેલા એસિડને નિયંત્રણમાં રાખે છે. આ સારું લેક્ઝેટિવ માનવામાં આવે છે. સિંધવ મીઠાને પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો મસલ રિલેક્સેટનું કામ કરે છે. સિંધવ મીઠા માં પોટેશિયમ રહેલું છે, આ પાચનને તદુરસ્ત કરીને શરીરની કોશિકાઓ સુધી પોષણ પહોચાડે છે, જેથી મોટાપાને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
ફાટેલી એડીઓ માટે એક ગરમ પાણીની ડોલમાં કાળું મીઠું નાખીને પગને દુબાડો. તેનાથી તમારી એડીઓ ઠીક થઇ જશે. મીઠામાં ઘણું ખનીજ હોવાને કારણે તે એન્ટીબેક્ટેરીયલનું કામ પણ કરે છે. તેના કારણે જ શરીરમાં રહેલા ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે.