સોનું એ કિંમતી ધાતુ છે. તમામ પદાર્થોમાં એ ઊંચો પદાર્થ છે. તે ખાણમાં ઉત્પન્ન થાય છે. સોનાની ખાણની આજુબાજુ એનાં કારખાનાંઓ હોય છે. જ્યાં સોનાની રજકણો એકઠી કરી પછી તેમાંથી શુદ્ધ સોનું પેદા કરવામાં આવે છે, સોનાના વર્ષો તથા ભસ્મો ઔષધોમાં વપરાય છે. તો ચાલો આજે આપણે સોના ના ફાયદાઓ વિશે.
સોનું ગુણમાં પૌષ્ટિક, શોધક તથા હૃદયમાટે હિતકારક છે. સોનાનાં માત્ર ઘરેણાં જ બને એવું નથી એનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે. એની રસાયણ બનાવટ દિલ તથા દિમાગને સારું કરે છે. એ કુદરતી ગરમીને, શક્તિને તથા સમજ શક્તિને તેજ કરે છે. તેનો ઉપયોગ હૃદય, મગજ, યકૃત, જઠર, પિત્તો, મૂત્રપિંડ, મૂત્રાશય, વીર્યબળ, પિત્તના રોગ તથા વાયુના રોગ જેવી કે વિચારવાયુ, ઘેલછાપણું, દિલગીરી, ચક્કર, અપસ્માર, મંદ જઠરાગ્નિ, કમળો તથા તમામ જાતના રોગનો નાશ કરે છે.
સોનું ક્ષય તથા લાંબા વખતની ઉધરસ, શ્વાસ, દમ તેમજ ઉત્પન્ન થયેલાં છાતીનાં રોગનો નાશ કરે છે. ક્ષયમાં સોનાની ભસ્મ આપવાથી તેનો અટકાવ થાય છે. તે છાતીને મજબૂત બનાવે છે. સોનાની ભસ્મના વપરાશથી કોઢમાં રાહત મળે છે. કાચું સોનું વર્ક અથવા ભસ્મરૂપે માખણ, મધ અને સાકર સાથે સવાર-સાંજ લેવાથી ક્ષય રોગમાં રાહત મળે છે. સુવર્ણ ભસ્મ એક ચમચી લેવાથી અન્ન ખાવાની રુચિ વધે છે. એનાથી આંખનું તેજ વધે છે.
હવે અમે તમને જણાવીશું સોનાના પ્રયોગો વિશે. સોનું ભસ્મ, રૂપું ભસ્મ, અભ્રક ભસ્મ, મંડુર ભસ્મ, તામ્ર, બંગ, કાંતલોહ નાગ અને મોતી ભસ્મ દરેક એક તોલો એ સર્વે જેટલું રસ સિંદૂર લઈને તમામ ઔષધોમાં મધ નાખી ખલ કરવું. આને અડદ જેટલા વજને લઈ મધ તથા સાકર નાખી આપવાથી ક્ષય, પાંડુરોગ, કાસ, શ્વાસ, જીર્ણજવર, પ્રમેહ વગેરે રોગોમાં રાહત થાય છે.
સોનાની ભસ્મ હાડકાંને પણ મજબૂત બનાવે છે અને માંસપેશીઓની સમસ્યાઓ પણ દૂર કરે છે. કેન્સર જેવા ગંભીર રોગમાં પણ સોનાની ભસ્મનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. સોનાની ભસ્મ એન્ટી-કેન્સર દવા તરીકે કામ કરી શકે છે. સોનાની ભસ્મ કેન્સરની સારવાર માટે બનાવવામાં આવતી દવાઓમાં વપરાય છે.
સોનાના ચોખ્ખા વરખ 4 તોલા, પારો 32 તોલા, ગંધક 64 તોલા લઈ કપાસનાં ફૂલના રસમાં એને શેમળાના રસ તથા કુવારના રસમાં મિક્સ કરીને સૂકવવી. ત્રણ દિવસ તેને તાપ આપવો. આ રસ ચાર તોલા લઈ ભીમસેની કપૂર એક તોલો અને જાયફળ, સુંઠ, મરી, પીપર, લવિંગ દરેક ત્રણ તોલા નાખી નાગરવેલનાં પાનના રસમાં તેની નાની નાની ગોળી બનાવવી. આ ગોળી ખાધા પછી દૂધ પીવું જરૂરી છે. એ વીર્યસ્ત્રાવ માટે વપરાય છે. સ્ત્રીઓના પ્રદર તથા બીજા ગર્ભાશયના રોગ દૂર કરવા માટે પણ આ ઉત્તમ ગુણ ધરાવે છે.
સોનાની ભસ્મનો ઉપયોગ વ્યક્તિને તણાવમાંથી મુક્ત થવા માટે પણ મદદ કરી શકે છે. આ સિવાય તેના ફાયદા ત્વચા સંબંધિત રોગોમાં પણ જોવા મળ્યા છે. તેનો ઉપયોગ બળતરા ઘટાડવામાં મદદગાર છે. સોનાની ભસ્મ આંખો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે સોનાની ભસ્મને પુનર્નવા જે એક આયુર્વેદિક ઔષધીય વનસ્પતિ છે તેની સાથે લેવામાં આવે છે, ત્યારે આંખોની સમસ્યામાં સારા પરિણામ આવી શકે છે.
સોનાની ભસ્મથી બાળકોને રોગ સામે લડવાની શક્તિ મળે છે. તે રિંકરંટ ઇન્ફેકશન, અસ્થમા અને અન્ય એલર્જી વગેરે તકલીફોને રોકવામાં મદદ મળે છે. તે સિવાય તે બાળકોની યાદશક્તિ માં સુધારો કરવામાં ઉત્તમ ઉપાય છે. સોનાની ભસ્મનો એક મહિના સુધી નિયમિત રીતે ઉપયોગ કરવાથી બાળક બુદ્ધિશાળી બને છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.