સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હિતકર, ચાંદા, કૃમી, આમ, ગુમડા, બરોળ, સોજો, ખંજવાળ, મેદરોગ, અપચી, તથા નેત્ર રોગ માં હીતકારી ગણાય છે.
સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો પણ કામ આવે છે. સરગવામાં કેલ્શિયમ અને આયર્ન વધુ પ્રમાણમાં જોવા મળે છે જેના સેવનથી હાડકા મજબુત થાય છે, અને હાડકાનો ઘસારો અટકાવી શકાય છે.
શરીરમાં નબળાઈ, થાક કે ચિડીયાપણું બની રહેતુ હોય તો સરગવા ના પાંદડા , જડ, તેની છાલ, સીંગો ને ભેગા કરી તેને સુકવી દો અને પછી તેનું ચૂર્ણ બનાવી રોજ સવાર-સાંજ એક એક ચમચી ચૂર્ણ પાણી સાથે ફાકી ની જેમ લઇ શકાય છે. આ ચુર્ણ ખુબ જ સારૂ ગણાય છે.
સરગવાના ઝાડ નો રસ કાઢીને તેને ગોળ સાથે સેવન કરવાથી તરત જ માથાના દુખાવામાં રાહત મળે છે. સરગવા નુ નિયમિત સેવન કરવાથી આંખો ની રોશની માં વધારો થાય છે. અને તેના પાંદડાનો રસ કાઢીને તેને આંખો માં પણ લગાવી શકાય છે.
સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તેમા દૂધની તુલનામાં 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન વધારે જોવા મળે છે. સરગવાના પાનનો પાવડર કેન્સર અને દિલના રોગીઓ માટે સારી દવાનું કામ કરે છે. સરગવો બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે.
સરગવાનો પ્રયોગ પેટમાં અલ્સરની સારવાર માટે કરવામાં આવે છે. તે પેટની દિવાલના પડની રિપેરીંગનું કામ કરવામાં સક્ષમ છે. આ શરીરમાં ઉર્જાનુ સ્તર વધારે છે. સરગવાનાં કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે. કફ વધુ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો જોઈએ.
હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે. કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. સરગવા માં વિટામીન એ, ડી અને કેલ્શિયમ ભરપુર માત્રામાં જોવા મળે છે. કીડનીના રોગીઓને ડાયેટની મર્યાદા હોય છે. તેવામાં તેમણે જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે. તેવા દર્દીઓને સરગવાનુ સેવન કરવું જોઈએ.
એક થી બે કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણા-જીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે દરરોજ આ ઉકાળો પીવાથી દર મહીને બે કીલો વજન ઘટાડી શકાય છે.
બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ જેવી બીમારીમાં સરગવાનું નિયમિત સેવન લાભદાયી થાઈ છે. તેમાં રહેલા વિટામીન સી , બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને સરગવા નું નિયમિત સેવન હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિ ઉત્પન થવા દેતું નથી.
જો કીડની એક વખત કામ કરવાનું બંધ કરી દે તો લોહીમાં ફોસ્ફરસ વધી જાય છે તેનાથી શરીરનું કેલ્શિયમ ઓછું થઇ જાય છે, જેનાથી હાડકાના ઘણા બધા રોગ થવાની શક્યતા રહે છે. તેવામાં આવા રોગી જેને કીડની ની કોઈ તકલીફ હોય છે તેને સરગવાનુ સેવન કરવું જોઈએ.
સરગવાનું સૂપ બનાવીને પીવાથી શરીરમાં લોહી સાફ થાય છે. અને પિમ્પલ જેવી તકલીફ ત્યારે જ સારી થશે જ્યારે તમારું લોહી સાફ હશે. સરગવા ના પાંદડા ને પીસી ને તેનો લેપ ચહેરા પર લગાવાથી ખીલ તથા કાળા ડાઘ દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે.
સરગવાના ચૂર્ણમાં અડધું લીંબુ નીચોવીને તેને પીવાથી મોટાપો પણ ઓછો થઇ જાય છે. તેમાં વિટામીન ભરપુર હોવાને લીધે તે વધતી જતી ઉંમર ને રોકે છે. તે આંખની રોશની વધારે છે અને રોગ પ્રતિકારક શક્તિને પણ વધારવામાં મદદ કરે છે અને રોગોનો સામનો કરવામાં ખુબ જ અગત્યની કામગીરી નિભાવે છે.