શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. સરગવા ની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.
તો ચાલો આજે અમે તમને જણાવીશું સરગવાથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે. સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. વિટામીન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે ખાસ કરીને શરદી-ઊધરસમાં ફાયદાકારક છે. તેમજ શરદીને કારણે નાક-કાન બંધ થઈ ગયા હોય તો, સરગવાની સીંગને પાણીમાં ઉકાળી તે પાણીની વરાળનો શેક લેવો.
સરગવાની સીંગમાં ડાઇયૂરેટિક ગુણ હોય છે જે શરીરની કોશિકાઓમાં અનાવશ્યક પાણીને ઓછું કરે છે. તેના એન્ટી-ઇન્ફલેમેટોરી ગુણ શરીરના સોજા ઓછા કરે છે. ફાઇબરથી ભરપૂર સરગવાની સીંગ શરીરની ચરબીને ઓછી કરે છે. તેઇન્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરીને અનાવશ્યક ચરબી જામતીરોકે છે.
લીલી શાકભાજીઓની જેમ સરગવામાં પોટેશિયમ, વિટામીન અને ખનીજ ભરપુર માત્રામાં હોય છે. સરગવામાં કેળા કરતા ત્રણ ગણા વધારે પોટેશિયમ હોય છે. જે ઉચ્ચ બ્લડ પ્રેશર વાળા વ્યક્તિઓ તેનું ખોરાકમાં સમાવેશ કરે તો બ્લડપ્રેશર ઘટે છે. સરગવામાં જિંક ની માત્રા મળી આવે છે જે મજબૂત લિંગ નિર્માણ માટે ફાયદાકારક છે.
સરગવાના પાંદડાના 50 મિલી રસમાં 2 ચમચી મધ ભેળવીને તે આંખમાં કાજળ આંજીએ તેમ આંજવાથી આંખોનું ધૂંધળાપણું દુર થાય છે. સરગવાના પાંદડાના રસમાં સમાન માત્રામાં મધ ભેળવીને 2-2 ટીપા આંખમાં નાખવાથી આંખનો દુખાવો મટે છે. કફના કારણે આંખોમાંથી પાણી નીકળતું હોય તો સરગવાના પાંદડાને વાટીને તેની પુરીઓ બનાવીને આંખો પર બાંધવાથી આંખમાંથી પાણી નીકળતું બંધ થાય છે.
વજન ઓછો કરવા માટે પણ સરગવાનો ઉપયોગ કરી શકાય કારણ કે સરગવો ખાવાથી શરીરનું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે અને પાચનક્રિયા સુધરે છે જેથી વધારાની ચરબી બળવાનું શરૂ થાય છે. આંખને સતેજ બનાવવા માટે પણ સરગવો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. બેક્ટેરિયલ અથવા વાયરલ વગેરે જેવા ઈન્ફેક્શનમાં પણ સરગવા રક્ષણ આપી શકે છે.
સરગવાના 10 થી 20 મિલી ઉકાળામાં 2 ગ્રામ સુંઠ નાખીને સવારે અને સાંજે પીવડાવવાથી પાચનશક્તિ વધે છે. સરગવાના મૂળ અને દેવદારના મૂળને બરાબર માત્રામાં ભેળવીને તેને કાંજી સાથે વાટીને ગરમ કર્યા બાદ લેપ કરવાથી અપાચનના કારણે થતો પેટનો દુખાવો મટે છે.
લીવર કેન્સરની બીમારી માટે સરગવાના 20 ગ્રામ છાલનો ઉકાળો બનાવીને પીવાથી કેન્સરમાં રાહત થાય છે. સરગવાની છાલ અને સરગવાના પાંદડામાં એન્ટી કેન્સર અને એન્ટી ટ્યુમર ગુણ હોય છે. આ સિવાય સરગવાના પાંદડા પોલિફેનોલ્સ અને પોલીફલોનોઈડસથી સમૃદ્ધ હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી કેન્સર ગુણ ધરાવતા હોય છે જેથી તે આ જીવલેણ બીમારીને ઓછી કરવામાં સહાય કરે છે.
સરગવાના પાંદડાનો એથનોલીક એક્સપ્રેસમાં એનીમિયા વિરોધી ગુણ હોય છે એટલા માટે તેના સેવનથી હિમોગ્લીબીનના સ્તરમાં સુધારો આવે છે. જેથી સરગવાથી લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મદદ મળે છે.સરગવાના મૂળને મસળીને સરસવના તેલમાં પકાવીને લગાવવાથી ખંજવાળ મટે છે. સરગવાના મૂળનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી અવાજ બેસી જવાની સમસ્યા દૂર થાય છે અને અવાજ ઉઘડે છે.
વાની સમસ્યામાં સરગવો વા ની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સરગવાનાં મૂળને બેથી ચાર ગ્રામ જેટલી હિંગ અને સિંધવ નમક સાથે ભેળવીને ખાવામાં આવે તો વાળની સમસ્યામાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. સરગવાની સિંગ નું સેવન શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને સાથે સાથે શુક્રાણુઓની ગુણવત્તા માં પણ વધારો કરે છે.
સરગવાના પાંદડા, લસણ, હળદર, મીઠું તથા કાળા તીખા બરાબર માત્રામાં એક સાથે વાટીને કુતરાના કરડવાના સ્થાન પર લગાવવાથી સોજો મટે છે, સાથે તાવ આવ્યો હોય તો તાવ પણ મટે છે. આ પેસ્ટનો 10 થી 15 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી લાભ થાય છે. સરગવાની છાલને પાણીમાં ઘસીને તેના 1 થી 2 ટીપા નાકમાં નાખવાથી તથા સેવન કરવાથી મગજનો તાવ અથવા ટાઈફોડ ઉતરે છે.
સરગવાના 20 ગ્રામ તાજા મુળિયાને 100 મિલી પાણીમાં ઉકાળી તેને ગાળીને પીવડાવવાથી ટાઈફોડ નાબુદ થાય છે. સરગવો શુક્રાણુઓની સંખ્યા અને ગુણવતા સુધારે છે સાથે તે વીર્યને ઘટ્ટ કરે છે. આનું સેવન કરવાથી મહિલાઓની માસિક સંબંધી સમસ્યા દુર થાય છે. સાથે ગર્ભાશયની સમસ્યા પણ દુર કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.