ભારતીય રસોઈમાં સ્વાદ વધારવા માટે ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે. લીલા ધાણાની સાથે સૂકા ધાણા એટલે કે ધાણાના બીજ પણ ખાઈ શકાય છે. સુકા ધાણા ખાવાના સ્વાદને વધારવા માટે ઉપયોગી છે પરંતુ જો તેનુ પાણી દરરોજ પીવામાં આવે તો શરીરને ઘણા લાભ થાય છે. ધાણામાં પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા હોય છે.
ધાણાના પાણીમાં રહેલા ફાઇબર અને એશિન્શિયલ ઓઇલ લિવરથી જોડાયેલી બિમારીઓથી બચાવે છે. તેમજ લિવરની બીમારીઓને ભગાડે છે. ધાણાનાપાણીમાં એક વિશેષ તત્વ ડોડનલ રહેલું છે. તે ટાઇફોઇડના બેક્ટેરિયાને દૂર કરે છે. આમ કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
ધાણાનું પાણી પીવાથી સારા કોલેસ્ટ્રેલમાં વધારો થાય છે અને ખરાબ કોલેસ્ટ્રેલ દૂર થાય છે. આ પાણીને રોજ પીવાથી હૃદય સંબંધિત બિમારીઓનો ખતરો દૂર કરે છે.
ધાણાના પાણીમાં રહેલા એસ્કોર્બિક એસિડ એન્ટીઓક્સિડેંટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. તે ઊંઘ લાવનાર અને છાતીમાંથી કફ કાઢનાર પણ મનાય છે.
જયારે આંખો લાલ અથવા ગુલાબી થઇ જાય છે ત્યારે આંખોમાં ખંજવાળ, બળતરા થાય છે. બેક્ટેરિયલ અને વાયરલ સંક્રમણને કારણે આવું થાય છે. ત્યારે સૂકા ધાણામાં એન્ટી બેક્ટેરિયલ તત્વો આવેલા હોવાથી આ બીમારીમાં રાહત મળે છે.
ધાણાનું પાણી પીવાથી મોંમાંથી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.તે ટીશ્યુના પ્રોડક્શનને વધારે છે. જેથી અલ્સરની સમસ્યા દૂર થઇ જાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે સૂકા ધાણા લાભકારક થઇ શકે છે. તેમાં ફ્લેવોનોઈડ, પોલીફેનોલ, બી-કેરોટિનોઇડ ગ્લુકોઝને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે.
ધાણાનું પાણી બનાવવા માટે એક ચમચી આખા ધાણા એટલે કે ધાણાના બીજને ધોઈ લો. ત્યારબાદ તેને એક કપ પીવાના પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને તેનું સેવન કરો. જો તમે ખાલી પેટે તેનું સેવન કરશો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. પાણીને ગાળ્યા બાદ જો તમે ઇચ્છો તો ધાણાના આ બીજ ફેંકવાને બદલે, તમે તેને સૂકવી શકો છો અને તેનો પાવડર બનાવી શકો છો અને તેનો ઉપયોગ શાક બનાવવા માટે કરી શકો છો.
ધાણાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ પાણીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે બીમાર થવાનું જોખમ ઓછું રહે છે. ધાણાનું પાણી તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ ખાસ ભૂમિકા ભજવે છે. તે પાચનની સમસ્યાઓ દૂર કરે છે, જેના કારણે પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે.
ધાણાનું પાણી શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. તેને પીવાથી શરીરમાંથી ઝેર બહાર નીકળી જાય છે. આ કારણે ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે. હૃદય સ્વાસ્થ્ય, માસિક ધર્મ સ્વાસ્થ્ય અને ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ખનીજ અને વિટામિન ભરપૂર હોવાથી વાળ માટે પણ તે ઉત્તમ ટોનિક ગણાય છે.
સૂકા ધાણાનો ઉપયોગ ખડા મસાલા તરીકે કરી શકો છો. સમોસા બનાવતી વખતે તડકામાં પણ તેનો ઉપયોગ થઇ શકે છે. ધાણાને પીસીને તેનો પાઉડર મસાલા તરીકે પણ વાપરી શકાય છે. ધાણાના બીજ ઉકાળીને તેની ચા પણ પી શકાય છે.
ધાણાનું પાણી પીવાથી વાળ મજબૂત થાય છે, જેના કારણે વાળનું તૂટવું ઓછું થાય છે. ધાણાના દાણામાં વિટામિન-કે, સી અને એ વિપુલ પ્રમાણમાં હોય છે. જે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ધાણાના પાણીનું સેવન કરવાથી ચહેરા પરની ફોલ્લીઓ ધીમે ધીમે દૂર થઈ જાય છે. ધાણામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલો હોય છે. જે ત્વચાને સ્પષ્ટ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
જો શરીરમાં પાણીની અછત હોય તો કોથમીરનું પાણી પીવું. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને શરીરમાં પાણીની ઉણપ પણ થવા દેતી નથી.જો ધાણાનું પાણી પીવામાં આવે છે, તો શરીરમાં હાજર ઝેરી પદાર્થો તેમાંથી બહાર આવે છે.