સુકી કાળી દ્રાક્ષને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે 2 પ્રકારની કાળી દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે – લીલી દ્રાક્ષ અને સોનેરી દ્રાક્ષ. આ સિવાય ત્રીજા પ્રકારની દ્રાક્ષ પણ આવે છે, જેને કાળી દ્રાક્ષ કહેવામાં આવે છે. તે કાળી દ્રાક્ષને સૂકવીને બનાવવામાં આવે છે. સુકી કાળી દ્રાક્ષ ખાવાના પણ ઘણા આરોગ્યના લાભો છે, જેના વિશે લોકો સામાન્ય રીતે જાણતા નથી.
કાળી દ્રાક્ષ કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને એન્ટિઓક્સિડન્ટનો ભંડાર હોય છે. રોજ એક મુઠ્ઠી સુકી કાળી દ્રાક્ષ ખાવાથી ઘણા બધા રોગો સામે લડી શકાય છે. સાથે જ કાળી દ્રાક્ષ આપણી રોગપ્રતિકારક શકિત પણ વધારે છે. સુકી કાળી દ્રાક્ષમાં પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. પોટેશિયમયુક્ત આહાર બ્લડ પ્રેશર ઘટાડે છે.
આ જ કારણ છે કે જો કોઈ વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે, તો તેણે સુકી કાળી દ્રાક્ષ ખાવી જ જોઇએ. સુકી કાળી દ્રાક્ષના સેવનથી શરીરમાં હાજર સોડિયમની અસર ઓછી થાય છે, જેનાથી બ્લડ પ્રેશરમાં ઝડપથી ઘટાડો થાય છે. તેને ખાવાનો સૌથી સહેલો રસ્તો છે કે દિવસમાં જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે મોમાં થોડી સુકી કાળી દ્રાક્ષ રાખીને ચાવીને ખાઈ જાઓ.
બાળકોમાં સામાન્ય રીતે કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. જો બાળકને રોજ પંદરથી વીસ સુકી કાળી દ્રાક્ષ આપવામાં આવે તો કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય છે. સુકી કાળી દ્રાક્ષમાં કેલ્શિયમ અને પોટેશિયમનો ભંડાર હોય છે. દ્રાક્ષ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેથી બાળકો તેને ખાવામાં કોઈ પણ જાતના નખરા કરતા નથી. જો તે પૂરતા પ્રમાણમાં દ્રાક્ષ ખાય તો ભરપૂર કેલ્શિયમ જવાથી બળકોના હાડકા પણ મજબૂત થાય છે.
નાના બાળકો ઘણીવાર સરખી રીતે બ્રશ કરતાં નથી. તે કારણે તેમના મોંમાંથી દુર્ગંધ આવતી હોય છે. પાંચ કાળી દ્રાક્ષ પલાળીને ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરી શકાય છે. જો રાત્રે પલાળેલી કાળી દ્રાક્ષ બાળકને સવારના નાસ્તામાં આપવામાં આવે તો બાળકની આંખો વધારે સારી અને તેજસ્વી બને છે. દ્રાક્ષ મૂળ એક ઠંડુ ફ્ળ છે તેથી તે આંખોમાં થતી બળતરાને પણ દૂર કરે છે. જે લોકોને શરદીની સમસ્યા વારંવાર થતી હોય તેઓને કાળી દ્રાક્ષ કાચી ખાવાનો આગ્રહ રાખવો કારણ કે તેવા લોકોને પલાળેલી દ્રાક્ષ ખાવાથી શરદી થઇ શકે છે.
સુકી કાળી દ્રાક્ષ એક રીતે કુદરતી બ્લડ પ્યોરીફાયર તરીકે કામ કરે છે. દરરોજ કાળી દ્રાક્ષ ખાવાથી તમારા લોહીમાં ભળેલી અશુદ્ધિઓ અને ગંદકી દૂર થાય છે. તેથી, તેના સેવનથી તમારા ચહેરા ઉપર ચમક આવે છે અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ જેવી કે ખીલ, કરચલીઓ, ફોલ્લીઓ વગેરે દૂર થાય છે. કાળી દ્રાક્ષનું સતત સેવન તમારા રંગને પણ નિખારે છે કારણ કે લોહીમાં ઓગળેલી અશુદ્ધિઓ દૂર થવાથી ત્વચાના રંગને પણ અસર થાય છે.
સુકી કાળી દ્રાક્ષમાં પોટેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જેના કારણે તે હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ 10-15 સુકી કાળી દ્રાક્ષ ખાવાથી તમને તમારા શરીર માટે જરૂરી કેલ્શિયમ મળી રહે છે. તે હાડકાંના પોલાણ (ઓસ્ટિયોપોરોસિસ)ની સમસ્યાને દૂર કરે છે. અને હાડકાંને મજબૂત બનાવે છે. સુકી કાળી દ્રાક્ષનું સેવન સ્ત્રીઓએ જરૂર કરવું જોઈએ કારણ કે તેમનામાં હાડકાની નબળાઇની સમસ્યા ઘણી જોવા મળે છે.
સુકી કાળી દ્રાક્ષમાં બીજુ પણ એક તત્વ સારી માત્રામાં જોવા મળે છે, જે શરીર માટે ખૂબ મહત્વનું છે. જે આયરન છે. આયરન ધરાવતા આહાર શરીરમાં હિમોગ્લોબિન વધારે છે, જે લોહીમાં વધારો કરે છે. આ સિવાય એવા લોકો માટે પણ આયરન ફાયદાકારક છે જેમના વાળ નબળા હોય છે. જો તમારા વાળ ખરે છે અથવા વધારે તુટવા લાગ્યા હોય, તો તમારે દરરોજ ચોક્કસપણે અડધી મુઠ્ઠી સુકી કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. એનિમિયા ગ્રસ્ત મહિલાઓ અને પુરુષો માટે પણ સુકી કાળી દ્રાક્ષ ફાયદાકારક છે.
કોલેસ્ટ્રોલ પણ એક ગંભીર સમસ્યા છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ રહે છે. કોલેસ્ટેરોલ વધતા વ્યક્તિના આકસ્મિક મૃત્યુની સંભાવના વધી જાય છે. તેથી વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ સુકી કાળી દ્રાક્ષનું સેવન કરી શકો છો. કાળી દ્રાક્ષમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે ધમનીઓમાં જમા થયેલી તકતીને ધીરે-ધીરે બહાર કાઢી દે છે. આ જ કારણ છે કે તેના સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.