સુકી ઉધરસ કોઈ પણ ઋતુમાં થઈ શકે છે. જ્યારે સુકી ઉધરસ થાય છે ત્યારે તે આપણને ખુબ જ હેરાન-પરેશાન કરી નાખે છે. સામાન્ય રીતે એકાએક બદલાઈ જતી ઋતુમાં તરત જ શરદી, ખાંસી થઈ ઉધરસ થઈ જવાનો ડર રહે છે. સુકી ખાંસીના કેટલાય કારણ હોઇ શકે છે.
વાઇરલ ઇન્ફેક્શન, શરદી, ફ્લૂ, ધૂમ્રપાન અથવા અન્ય રોગ જેવા કે અસ્થમા, ટીબી અથવા ફેફસાનું કેન્સર વગેરે. સુકી ખાંસી માટે તમે કેટલાક ઘરેલૂ ઉપચાર અપનાવી શકો છો. તો જાણો શું છે સુકી ખાંસી દૂર કરવાના ઘરેલૂ ઉપચાર.
સુકી ખાંસી થવા પર ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી આરામ મળશે તેની સાથે જ ખાંસીના કારણે થતા છાતીના દુખાવાથી પણ રાહત મળશે. એટલા માટે એક ચમચી મધનું દિવસમાં ત્રણવાર સેવન કરો. આદુને દળીને એક વાટકીમાં તેનો રસ નિકાળી લો. તેમાં એક ચમચી મધ મિક્સ કરીને ધીમે ધીમે ચાટી લો. આ રીતે તમે સુકી ખાંસીથી છૂટકારો મેળવી શકો છો.
અરડૂસીના પાન, મધ, આદુ, હળદર, તુલસી, મરી, તુલસી, વિક્સ તુલસી લઈ બીડું બનાવી સવાર સાંજ ચાવી જવું બે દિવસ માં છાતી માં સુકાઈ ગયેલ જુનમાં જુનો કફ બહાર કાઢી નાખશ
આદુનો રસ મધમાં લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને ૩-૪ મરી મુકી બીડું વાળી ઉપર લવીંગ ખોસવું. એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દિવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું પીવું. એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે.
સૂકી ઉધરસમાં ગાયના દૂધમાંથી બનેલ ઘી 15-20 ગ્રામ અને કાળા મરી લઈને તેને એક વાટકીમાં લઈને ગેસ પર ગરમ કરો. જ્યારે કાળા મરી કકળી જાય અને ઉપર આવવા લાગે એટલે તેને ઉતારીને થોડાક ઠંડા કરી લો અને 20 ગ્રામ દળેલી મિશ્રી તેમાં ભેળવી દો. થોડુક ગરમ હોય તે વખતે જ કાળા મરીને ચાવીને ખાઈ લો.
બાળકોને ખાંસી હોય, તો પા વાટકા પાણીમાં પાનના 5 પાંદડા અને થોડો અજમો નાખીને ઉકાળવું. પાણી અડધુ રહે ત્યારે પાંદડા ફેંકી દો. પાણીમાં ચપટી ભરી કાળા મરી અને મધ ભેળવીને રાખી દો. તેમાંથી દિવસમાં બે-ત્રણ વાર પિવરાવો. સાંજના સમયે પા ચમચી હળદરને ગરમ કરીને તેમાં મધ નાખી લો. તેના પછી એક કલાક સુધી પાણી ન પીવો. આવું ત્રણ-ચાર દિવસ સુધી કરી શકો છો.
થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉઘરસ મટેછે દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. લસણની કળીઓને કચરી રોટલી બનાવી તેની વાત લેવાથી મોટી ઉધરસ મટે છે. લસણનો 20 થી 25 પારસ શરબતમાં મેળવી દિવસમાં ચાર ચાર કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ મટે છે.
એક નાની મુઠી તલ અને જરૂરી સાકર ૨૦૦ મી.લી. પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બેત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દિવસોમાં સૂકી ખાંસી મટે છે. ૧-૧ નાની ચમચી ઘી દરરોજ બે કલાકના અંતરે ચાટવાથી સૂકી ખાંસી અચુક મટે છે. મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી ખાંસીથી છુટકારો મળી શકે છે. પાકેલા સફરજનનો રસ કાઢી અને એમાં સાકર મિકસ કરી દરરોજ એને પીવાથી ખાંસીથી રાહત મળે છે.
10 ગ્રામ મેથીદાણા, 15 ગ્રામ કાળા મરી, 50 ગ્રામ ખાંડ બૂરા, 100 ગ્રામ બદામ લો. બધાને ગ્રાઇન્ડ અને મિક્સ કરો. રાત્રે એક ચમચી રાત્રે ગરમ દૂધ સાથે ખાવાથી ખાંસીમાં ફાયદાકારક છે. દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સૂકી ખાંસી મટે છે. નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીર્વાદરુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાશે અને ખાંસી મટી જશે.
સૂકી ઉધરસ માટે બે કપ પાણી લો. તેમાં લસણની ચારથી પાંચ કળીઓ નાખો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક કપ પાણી જ વધે. તેને ગાળી લો. તેને ઠંડુ પાડો અને પછી પી લો.રોજ મીઠાવાળા પાણીના કોગળા પણ ખૂબ જ કારગર ઉપાય છે. તેનાથી પણ ખાંસીમાં ખૂબ જ રાહત મળે છે. આંમળાને સુકાવીને ચૂરણ બનાવીને એમાં સમાન માત્રામાં ખાંડ મિક્સ કરી લો. દરરોજ સવારે એનું 6 ગ્રામ તાજા પાણી સાથે સેવન કરો. જૂનાથી જૂની ખાંસી પણ થોડા દિવસોમાં ઠીક થઈ જશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.