આજની આ ભાગદોડ ભરી જીંદગીમાં સૌ કોઈ લોકો ખુબ જ મહેનત કરતા હોય છે. અને હંમેશા તેઓ એવું જ ઇચ્છતા હોય છે કે તેઓ તેના પરિવારનું ભરણપોષણ ખુબ જ સારી રીતે કરી શકે. અને એ માટે આજના સમયની વાત કરીએ તો પૈસા એ ખુબ જ મહત્વના છે. સાથે સાથે ઘણી વખત એવું પણ બને કે ઘણી મહેનત કરવા છતાં પણ અપને સફળ થઇ શકતા નથી, અથવા તો બચત કરવા છતાં પણ પૈસા ટકતા નથી. અને આ બધી જ સમસ્યાઓ એ ઘણી વખત આપણે જાણતા અજાણતા કરેલી ભૂલ પણ હોઈ શકે છે.
આમ આજે આ લેખમાં ખાસ આ એક ભૂલ વિશે અમે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે, કરવી એ વાસ્તુ મુજબ અને સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખુબ જ ખરાબ ગણવામાં આવે છે, અને આ કરવાથી તમારા અને સાથે તમારા પરિવારમાં પણ નકારાત્મક ઉર્જા આવી શકે છે. અને આ ભૂલ એ ક્યારેય ન કરવી જોઈએ. તો ચાલો આજે જ જાણી લો આ એક ભૂલ વિશે..
આજે આપણે કાંડામાં પહેરેલી ઘડિયાળ વિશે વાત કરીશું, સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે લોકો તેમના હાથમાં પહેરેલી ઘડિયાળ પહેરે તો છે, પરંતુ ઘણા લોકોને એવી પણ ટેવ હોય છે કે તે તેઓ તેમના જ માથા નીચે રાખીને સુઈ જતા હોય છે, અને આ આ આદત એ ખુબ જ ખરાબ આદત કહી શકાય, આ તમને હેરાન પણ કરી શકે છે. અને કહેવાય છે કે આમ ઓશિકા નીચે ઘડિયાળ રાખવાથી તમારા મન પર પણ સારી અસર પડતી જોવા મળતી નથી. તેમાંથી નીકળતી ઇલેક્ટ્રો ચુંબકીય તરંગો આપણા મગજ અને હૃદયને પણ અસર કરે છે. અને સાથે સાથે આ તરંગો એ ઘરમાં પણ ખુબ જ નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે.
અને આ સિવાય ઊંઘ માટે જો પૂરી શાંતી હોય તો જ એ ઊંઘ સારી આવે. અને એવામાં જો આ ઘડિયાળ રાખવામાં આવે તો ઊંઘ તો સારી આવે છે પરંતુ ઘણી વખત મનને ખલેલ પહોચી શકે છે. દેખીતી રીતે, જો તમે એક દિવસની થાક પછી યોગ્ય રીતે સૂઈ જાઓ છો અને આ થાક માટે સારી રીતે ઊંઘ માટે આવી કોઈ પણ વસ્તુ પાસે રાખીને ન સુવું જોઈએ. આ સાથે સાથે એક ખાસ બાબત એ પણ છે કે, સુતા સમયે કોળી ધારદાર વસ્તુઓ, મોબાઈલ, લેપટોપ, વગેરે વસ્તુ પણ પાસે રાખીને ન સુવું જોઈએ.
કોઈ ભયાનક ફોટો કે શોપીસ સૂતી વખતે કોઈ ડરામણી ફોટો કે શોપીસ પણ માથા પાસે ન મુકવુ જોઈએ. આવુ કરવાથી તમે તનાવ અને નેગેટિવ થોટસના શિકાર થઈ શકો છો.જૂતા ચપ્પલ સૂતી વખતે ક્યારેય પણ ભૂલથી આપણા માથા પાસે કે બેડ નીચે જૂતા ચપ્પલ ન મુકવા જોઈએ. આવુ કરવાથી વ્યક્તિનુ આરોગ્ય અને ધન બંને પર જ નેગેટિવ અસર પડી શકે છે. પર્સ રાત્રે સૂતી વખતે પર્સ ક્યારેય માથા પાસે મુકીને ન સુવુ જોઈએ. આવુ કરવાથી મનુષ્ય દરેક સમયે પૈસા અંગે જ વિચારતો રહે છે. અને ચિંતાઓથી ઘેરાયેલો રહે છે.પુસ્તક કે છાપુ માણસ પોતાના તકિયા નીચે છાપુ કે મેગેઝીન જેવી કોઈપણ વાંચવાની વસ્તુઓ ન મુકવી જોઈએ. આ વસ્તુઓ સૂતી વખતે માથા પાસે મુકવાથી વ્યક્તિનુ જીવન પ્રભાવિત થાય છે.