કેટલાક ફળ એવા હોય છે જે ઋતુ અનુસાર આવે છે અને ફળમાં હાજર ગુણધર્મો શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તાડફલી એક એવું ફળ છે જે ઉનાળાના સમયમાં જ મળે છે, તે તાડફળીના ફળને તોડીને અંદરથી કાઢવામાં આવે છે. તે સફેદ રંગના બરફ જેવું લાગે છે. હવે ઉનાળાની શરૂઆત થતાં જ દરેક જગ્યા એ આ ફળ જોવા મળશે. પરંતુ શું તમે આ ફળ ખાવાથી થતાં દવા કરતાં પણ વધુ ફાયદા જાણો છો?
ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ, ગોવા અને ઉનાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. તાડફળી ખાવના ફાયદા જાણશો તમે દંગ રહી જશો તાડફળી તમને ઉનાળામાં સ્વસ્થ રાખે છે. ઉનાળાની ઋતુમાં આવા ઘણા બધાં ફળ જોવા મળે છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખે છે, તમને આ ઋતુમાં થતા રોગોથી બચાવે છે. તે પારદર્શક અને વ્હાઇટ જેલી જેવી લાગે છે. તાડફળી સ્વાદમાં થોડી મીઠી હોય છે.
તાડફળી ના ફાયદા:
તાડફળીમાં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે શરીર માટે ફાયદાકારક છે. તે શરીરમાં પાણીની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. પેટનો દુખાવો, એસીડીટી જેવી તકલીફોથી છુટકારો મળે છે. તાડફળી ખાવાથી શરીરમાં પાણી ઘટતું નથી. તાડફળીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
તાડફળીમાં ઘણું પાણી સમાયેલું છે. આ પાણી તમારા પેટને ભરેલું રાખે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. તાડફળી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઉનાળામાં ઓઈલી સ્કીનને લીધે ખીલ થવાની સંભાવના ઘણી હોય છે. આવી સ્થિતિમાં તાડફળીનો રસ અથવા ફળ ખાવાથી ગરમી સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે.
આંખ આવી જવી એ સામાન્ય સમસ્યા છે પણ આ સમસ્યા બહુ જ સંક્રમિત સમસ્યા છે, મતલબ કે ચેપી રોગ છે. તાજી તાડી થી સિધ્ધ કરેલ ઘી ના ૧-૨ ટીપાં આંખ માં નાખવાથી લાભ થાય છે. પેશાબ કરવામાં તકલીફ અને પીળો પેશાબ આવતો હોય ત્યારે તાડફળી નું તાજું દૂધ તથા ઘી નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
નાના બાળકોને પેટ માં કૃમિ થઇ જતા હોય છે અને તેને કારણે તેઓ બીજી ઘણી બીમારિયો નો ભોગ બનતા હોય છે. આવા સમયે તાડ ના મુળિયા નું ચૂર્ણ બનાવીને તેને કાનજી સાથે પીસીને થોડુક નવશેકો લેપ બનાવીને બાળકોની ડુંટી પર લગાવવાથી પેટના કૃમીઓ નાશ પામે છે.
તાડફળીના રસ સાથે ગોળ મિક્સ કરીને પીવાથી પેટના બધા રોગો દૂર થાય છે. તાડફળીનો રસ પીવાથી ઉબકા અથવા ઉલ્ટી જેવી તકલીફ દૂર થાય છે. દિવસમાં 2 થી 3 આ ફળ ખાવાથી અન્નનળીમાં થતી બળતરા દૂર થાય છે.જો તમને વારંવાર હળવો તાવ આવતો હોય, તો આ ફળ દિવસમાં 2 વાર ખાવાથી તાવની સમસ્યા દૂર થાય છે.
લીવર ની કોઈ પણ પ્રકાર ની બીમારીમાં તાડી નું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. ૧૦-૧૫ મિલી જેટલો તાડી નો રસ પીવાથી લીવર સબંધિત સમસ્યાઓમાં ફાયદો થાય છે. તાડફળીમાં એથોસાયનિક નામનું ફાયટોકેમિકલ છે જે ગાંઠ અને સ્તન કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે.