તગરના નાના છોડ થાય છે. તગરના મૂળ પાતળા હોય છે. તેનો રંગ ભૂખરો હોય છે અને તે બે ઇંચ જેટલા લાંબા હોય છે. તે હિમાલય અને કાશ્મીરમાં વધારે થાય છે. તગર એ એક પ્રકારની ઔષધિ છે. તેના મૂળમાંથી દવા બનાવવામાં આવે છે.
તગરનો ઉપયોગ સામાન્ય રીતે ઊંઘની સમસ્યા અને માનસિક તણાવના ઇલાજ માટે થાય છે. તેના રસનો ઉપયોગ ખાવામાં પણ થાય છે. તગર અનેક રોગો મટાડે છે. તો ચાલો હવે આપણે જાણીએ તગરના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી.
આંખોના રોગથી પીડાતા દર્દીને તગરના પાંદડા પીસીને આંખોના બહારના ભાગમાં લગાવવાથી આંખના રોગોથી મુક્તિ મળે છે. હૃદય રોગમાં થોડી માત્રા તગર આપવાથી તે રક્ત પરિભ્રમણને ઉત્તેજિત કરે છે. તગરના ઉકાળાનો નિયમિત ઉપયોગ કરવાથી તે હૃદયની શક્તિ અને પલ્સની શક્તિમાં વધારો કરે છે.
હૃદયની શક્તિમાં તગરનો ઉકાળો કરીને તેને સવાર-સાંજ નિયમિત લેવાથી હૃદયની શક્તિમાં વધારો થાય છે. સંધિવા, લકવો વગેરે રોગમાં તગરનો ઉપયોગ કરવો જોઈએ. ગળાના રોગોથી પીડિત દર્દીએ તગરની રાખ બનાવી સવાર-સાંજ તેનો ઉપયોગ કરવાથી ગળાના રોગો મટે છે.
જો કોઈ સ્ત્રીને માસિક સ્રાવ નિયમિત ન હોય અથવા વધારે રક્તસ્રાવ થતો હોય તો પછી આ સમસ્યાથી બચવા માટે તગરનો ઉપયોગ પણ કરી શકાય છે. આ માટે 3 થી 5 ગ્રામ તગર પાઉડર લો અને તેમાં 100 મિલી પાણી લો. આ પાણીને થોડો સમય ઉકાળી એક ઉકાળો તૈયાર કરો. પછી, રાત્રે સૂતા પહેલા આ ઉકાળો પીવો તેનાથી ફાયદો થાય છે.
જો ભૂલવાની બીમારી હોય તો પણ તગરનો ઉપયોગ કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ભૂલી જવાની બિમારીથી પીડાતા હોય તો દરરોજ એક ગ્લાસ પાણીમાં તગર પાવડર ઓગાળી લો અને પીવો. તેનાથી યાદશક્તિ ઝડપીથી વધશે અને ધીમે ધીમે ભૂલવાની બીમારીથી છૂટકારો મળશે.
જો કોઈ વ્યક્તિ વધારે તણાવમાં હોય, જેના કારણે તેનું મન હંમેશાં અશાંત રહે છે અને શરીરમાં અશાંતિ અનુભવે છે, તો આ માટે થોડું મધ અને થોડો તગર પાવડર લો. આ બંનેને મિક્સ કરીને સવારે અને સાંજે ખાવાથી બેચેની અને ગભરાટ દૂર થાય છે અને માનસિક અશાંતિથી પણ રાહત મળે છે.
સ્નાયુના રોગમાં તગરના મૂળને વાટીને તેમાં 4 ભાગનું પાણી અને સમાન પ્રમાણમાં તલનું તેલ મિક્સ કરો અને તેને ધીમા ગેસ પર ઉકાળો. ત્યારબાદ તેને ગળી લો. તેનો નિયમિત ઉપયોગ કરવાથી સ્નાયુના રોગમાં ખૂબ જ ફાયદો થાય છે. ઘા પર તગરના પાંદડાંને વાટીને લગાવવાથી ઘા મટે છે.
પેશાબના રોગોમાં ખાંડ સાથે 1-2 ગ્રામ તગરનો પાઉડર મિક્સ કરો. તેનું સેવન કરવાથી પેશાબના રોગોમાં ફાયદો થાય છે. તગર, સિંધવ મીઠું અને દેવદારનો ઉકાળો બનાવો. તેમાં તલનું તેલ ઉમેરીને ઉકાળો. આ તેલમાં રૂ પલાળીને યોનિમાં રાખવાથી યોની માર્ગનો દુખાવો મટે છે.
ડાયાબિટીસના દર્દીઓ તગરના ઉપયોગથી મોટો ફાયદો કરી શકે છે. તગરના 1-3 ગ્રામ પાવડર અથવા તગરનો 30-40 મિલી ઉકાળો પીવાથી ડાયાબિટીઝમાં ફાયદો થાય છે. તગરનો ઉકાળો બનાવો અને તેને 15-20 મિલી માત્રામાં પીવો. તે હિસ્ટરીયા માં ફાયદાકારક છે.
તગરના મૂળને પીસી લો અને તેમાં 4 ભાગ પાણી અને સમાન પ્રમાણમાં તલનું તેલ મિક્સ કરો. તેને ધીમા તાપે ઉકાળો. પછી તેને ગળી લો. ન્યુરોલોજીકલ રોગ અને ન્યુરલિયા માટે તેનો ઉપયોગ ફાયદાકારક છે. તગરના પાવડરનું સેવન કરવાથી સંધિવા અને સાંધાના દુખાવા જેવા રોગોમાં ફાયદો થાય છે. તગરના 1 ગ્રામના મૂળની છાલને ગ્રાઇન્ડ કરો. તેને છાશ સાથે પીવાથી દુખવામાં ફાયદો થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.