ઉનાળા માં લોકો ગરમીથી બચવા માટે લોકો કંઈક ને કંઈક ઠંડા પીણા નું સેવન કરતા હોય છે. જેના કારણે શરીરને ઠંડક મળી રહે અને ડીહાઈડ્રેશન નો શિકાર ના બનીએ. આજે અમે તમને કુદરતી રીતે ઠંડક આપતું એવા તકમરિયા વિષે જણાવવાના છીએ. કુદરતી રીતે ઠંડક આપતું તકમરીયા પણ ઘણા લોકો તેનું સેવન કરતા હોય છે. તકમરીયા મા આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ, ઓમેગા, ફેટી એસિડ જેવા તત્વો આવેલા હોય છે. એટલે જ તેને તકમરિયા તરીકે ઓળખાય છે. તકમરિયા શરીર માં ખુબ જ ઠંડક આપે છે. અને ગરમી પણ નથી લાગવા દેતું.
જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તે લોકો માટે તકમરિયા રામબાણ ઇલાજ છે. તકમરીયા નું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. આ ઉપરાંત પાચન ક્રિયા પણ મજબુત બને છે. પેટને લગતી દરેક સમસ્યા છે જેવી કે, પેટનો દુખાવો, એસીડીટી, ગેસ, કબજીયાત વગેરે સમસ્યાઓમાંથી રાહત મળે છે. તકમરીયા નું સેવન કરવાથી વાળ એકદમ મુલાયમ અને કાળા બને છે.
જે લોકો પોતાનું વજન ઘટાડવા માગતા હોય છે. તે લોકોએ રોજ તકમરીયા નું સેવન કરવું જોઈએ. લાંબા સમય સુધી તકમરીયા નું સેવન કરવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે, અને વજન ઘટે છે. તકમરીયા ના તેલનું ટીપું કાનમાં નાખવાથી કાન ના સોજો મટે છે. અને બહેરાશમાં પણ ફાયદાકારક છે. તકમરીયા મગજને લગતી બીમારીઓ જેવી કે, થાક, ડિપ્રેશન, ટેન્શન ને દૂર કરે છે. તકમરીયા માં એન્જોય નામનું તત્વ આવેલું છે, ને પાચનને લગતી દરેક સમસ્યામાં મદદરૂપ થાય છે.
તકમરીયા નું સેવન કરવાથી શરીરમાં મળતા હાનિકારક તત્વોને બહાર કાઢે છે. અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ સાથે તકમરિયાનું સેવન કરવાથી કિડની અને બ્લેડર ને લગતા ઇન્ફેક્શન દૂર થાય છે. તકમરીયા ના બીજ માં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જ્યારે તકમરીયા અને પાણી મિક્ષ કરવામાં આવે છે, ત્યારે એક જેલી જેવો પદાર્થ બને છે. જેનાથી કબજિયાતમાં ખૂબ જ રાહત મળે છે. જે લોકોને ખીલ, મસા જેવી બીમારી થી પીડાતા હોય તેમાં પણ ખૂબ જ રાહત મળે છે.
ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે પણ તકમરીયા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તકમરીયા નું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જે સ્ત્રીને માસિક દરમિયાન અતિશય દુખાવો થતો હોય અને વધારે પડતો રક્તસ્ત્રાવ થતો હોય તો તકમરીયા નુ શરબત પીવાથી તરત જ રાહત મળે છે. તકમરીયા ના બીજ મોઢાના અલ્સર અને મોં માંથી દુર્ગંધ દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી ગણાય છે. જે લોકો અનિદ્રાથી પીડાતા હોય તેણે તકમરીયા નુ સેવન કરવું જોઈએ. તકમરીયા ના સેવન કરવાથી સારી ઉંઘ આવે છે.
જો જલ્દી શરદી થી છુટકારો મેળવવા માંગતા હોય તો તકમરીયા ના દાણા ને શેકીને તેને સૂંઘવાથી અને ઓલિવ ઓઈલના ટીપા નાકમાં નાખવાથી શરદીમાં તરત જ રાહત થાય છે. તકમરીયા ના બીજ માં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ રહેલો છે. જે લોકોને યાદશક્તિ ઓછી હોવાની સમસ્યા હોય છે તેણે રોજ તકમરીયા ના શરબતનું સેવન અવશ્ય કરવું જોઈએ.
તકમરીયા ના ઝાડનાં પાંદડાંને વાટીને ધાધર પર લગાવવાથી તે તરત જ ધાધર માટે છે. અને લોહીને શુદ્ધ કરે છે. આ ઉપરાંત તકમરિયાના સેવનથી ચામડીના કોઈપણ રોગ થતા નથી. તકમરિયા ને દરરોજ બે ચમચી પલાળેલા તકમરીયા નું સેવન કરવું ફાયદાકારક ગણાય છે. ઘણા લોકો લીંબુ શરબત માં, આઈસક્રીમ, કુલફી માં ઉમેરીને પણ તેનું સેવન કરતા હોય છે.