ઉનાળો આવતાની સાથે જ આપણે અલગ અલગ પ્રકાર ના ઠંડા પીણા પીવાનું ચાલુ કરીએ છીએ. શરીરને ઠંડક મળે એવી વસ્તુઓનું સેવન કરવા લાગી જઈએ છીએ. આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે તકમરિયા અનેક રોગોને મટાડે છે. તકમરિયાએ જંગલી તુલસી જાતિનો જ એક છોડ છે.
તકમરીયામાં વિટામીન, કેલ્શિયમ, આયર્ન, એન્ટિ ઓક્સિડન્ટ વગરે ગુણો જોવા મળે છે. તેના રોજિંદા સેવન કરવાથી શરીરને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે. બીમારીઓથી બચીને રહેવા માટે શરીરમાં ઊર્જાનો સંચાર કરવો પડે છે, રોજિંદા જીવનમાં દૂધમાં તકમરીયાને પલાળીને પીવાથી તે લાભદાયક રહે છે. આવો જાણીએ તકમરીયાના સેવન દ્વારા શરીરને થતા અન્ય ફાયદાઓ વિશે.
જે લોકો પોતાના વજન વધવાની સમસ્યાથી ચિંતિત હોય તેમણે રોજ તકમરીયાનું સેવન કરવું જોઈએ, લાંબા સમય સુધી તકમરીયાનુ સેવન કરવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે, અને વજન વધવાની શક્યતા પણ ઓછી રહે છે. આ સાથે જ રોજિંદા સેવનથી ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો રહે છે.
શરદીની બીમારીમાં તકમરિયાના દાણાને શેકીને તેને કપડામાં લપેટીને સુંઘવાથી અને ઓલીવ તેલના ટીપા નાકમાં નાખવાથી શરદી મટી જાય છે. તકમરિયાના દાણા પાણીમાં ઉકાળીને તેનો રસ પીવાથી અસ્થમામાં ઘણી સારી અસર પડે છે.તકમરીયા નું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યામાં રાહત મળે છે, તેમાં ફાઈબરની માત્રા વધારે હોવાના કારણે પાચનક્રિયા સક્રિય ચલાવવા માટે મદદરૂપ નીવડે છે.
તકમરિયાના પાંદડાને વાટીને ધાધર પર લગાડતા ધાધર મટે છે. શરીરમાંના લોહીને તકમરિયાના બીજ શુદ્ધ કરે છે જેના લીધે તે શરીરમાં ચામડીના રોગો થતા નથી. સાથે તે શારીરિક ક્ષમતામાં પણ વધારો કરે છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે.
તકમરિયાને પીસીને રાત્રે સુતા પહેલા આખા ચહેરા પર લગાવવાથી અને બાદમાં થોડા સમય સુધી રહેવા દીધા બાદ તેને ધોઈ લેવાથી ખીલ મટે છે. પેટ સ્વસ્થ રહેવાથી પેટનો દુઃખાવો એસીડીટી કબજિયાત અલ્સર વગેરે સમસ્યાઓમાંથી રાહત મળે છે.
આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે તણાવ ઘટાડવા માટે પણ તકમરિયા ઉપયોગી છે. તે મૂડ એલીવેટરના રૂપમાં કાર્ય કરે છે. તકમરિયામાં ચિંતા અને તણાવ વિરોધી ગુણ હોય છે. જે શરીરમાં તણાવના હોર્મોન્સને ઘટાડે છે. જેના લીધે તકમરિયાથી મનો વિજ્ઞાનિક લાભ મળે છે.
તકમરિયાનું તેલ કાનમાં નાખવાથી કાનનો સોજો મટે છે. તેમજ બહેરાશ પણ દુર થાય છે. કાનમાં તેના પાનના ટીપા નાખતા દર્દ મટે છે. તેના પાણીને સરકા તેમજ કપૂર સાથે મેળવીને આંખમાં નાખવાથી નસકોરી બંધ થાય છે. સાથે તે યાદ શક્તિ વધારે છે અને ડીપ્રેશન પણ ઘટાડે છે, માનસિક રોગોથી શરીરને તંદુરસ્ત રાખે છે.
શરદીની બીમારીમાં તકમરિયાના દાણાને શેકીને તેને કપડામાં લપેટીને સુંઘવાથી અને ઓલીવ તેલના ટીપા નાકમાં નાખવાથી શરદી મટી જાય છે. તકમરિયાના દાણા પાણીમાં ઉકાળીને તેનો રસ પીવાથી અસ્થમામાં ઘણી સારી અસર પડે છે. તકમરિયા દાંત અને પેઢાની બીમારીને પણ ઠીક કરે છે. તકમરિયામાં એન્ટીફંગલ, એન્ટી બેક્ટેરીયલ, એન્ટીવાયરલ અને એન્ટીમાઈક્રોબીયલ ગુણ હોય છે. એટલા માટે જે દાંત અને મોઢાની સમસ્યા માટે ઉપયોગી છે.
તકમરિયાના બીજને પાણીમાં ભીંજવી રાખ્યા પછી તેમાં ખાંડ નાખીને પીવાથી મૂત્રમાર્ગની પીડા મટે છે. તેમજ પેશાબ સરળતાથી આવે છે. ઉનવા તેમજ બળતરા પણ તકમરિયાથી મટે છે. તકમરિયાનો ઉપયોગ કરવાથી પેશાબની બળતરા, દાહ, પિત્ત અને ચકરી તેમજ ફેર મટે છે.
વાળના તેલમાં તકમરિયાનું મિશ્રણ કરી તેને નિયમિતપણે લેવાથી માથા પરની ટાલ ઓછી થાય છે. તકમરિયામાં વિટામીન-કે, પ્રોટીન અને આયર્ન જેવા મિનરલ્સ હોય છે. જે વાળને લાંબા અને મજબુત બનાવે છે. વાળ ખરવાની સમસ્યામાં અને ખોડો અને ઊંદરી જેવી બીમારીઓ પણ તકમરિયાના સેવન દ્વારા મટે છે.
આંખોની સમસ્યામાં તકમરિયા ઉપયોગી છે. તકમરિયા વિટામીન એ અને બીટા કેરોટીનથી ભરપુર હોય છે. વિટામીન એ રેટીનામાં એન્ટીઓક્સીડેન્ટના રૂપમાં કાર્ય કરે છે. જેના લીધે મોતિયો અને આંખની દ્રષ્ટિમાં ખામી જેવી સમસ્યાને ઠીક કરે છે. આ સિવાય વિટામીન- કે જે લોકોને ઓછું દેખાય તેને ફાયદો કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.