તમાલપત્રનું ભારતીય મસાલામાં એક ખાસ મહત્વ છે.તમાલપત્ર ભોજનનો સ્વાદ બમણો કરી દે છે.લોકો તેમના ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરે છે. જ્યારે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. પ્રાચીન કાળથી એનો ઉપયોગ લીવર, આંતરડા અને કિડનીની સારવારમાં થતો રહ્યો છે.
તમાલપત્રમા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇંફ્લામેટ્રી અને દુખાવાને દૂર કરવાના ગુણ રહેલા છે.જેના કારણથી તે દુખાવા માટે લાભાદાયી છે. તો ચાલો આપણે જાણીએ તમાલપત્રથી આપણાં શરીને થતાં ફાયદાઓ વિશે વિગતવાર..
તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.જો તમને અપચો કે પેટમાં ભારેપણું અને પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો 5 ગ્રામ તમાલપત્રનું ચૂર્ણ લેવું. કટકો આદુ વાટીને લેવું. અને 200 મિલિ. પાણીમાં અડધું રહે ત્યાં સુધી ઉકાળીને તેનું સેવન કરવું. તમે તેમાં થોડું મધ નાખીને પણ પી શકો છો. આ નુસખો દિવસમાં બે વાર કરવો.
જો તમારા દાંત પીળા થઇ ગયા હોય તો તમાલપત્ર અને પીસીને તેના પાઉડરમાં સંતરાની છાલનો પાવડર ભેળવી દો, હવે આ મિશ્રણથી અઠવાડિયામાં ત્રણ વખત પોતાના દાંત ઘસી લો આનાથી દાંત મા રહેલી પીળાશ ઓછી થાય છે.કિડનીની સમસ્યા હોય ત્યારે તમાલ પત્ર ખૂબ કામમાં આવી શકે છે. તમાલપત્ર અને પાણીમાં નાખી ઉકાળી લો ત્યારબાદ ઉકાળેલા પાણી ને ઠંડુ કરીને પીવાથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે.
તમાલપત્ર તમારે ચામડી માટે એક રામબાણ રૂપ છે તે તમારી ચામડીમાં કરચલીઓ પડવા દેતું નથી તેમજ તેને નુકશાન થતા બચાવે છે આના માટે તમારે 5 તમાલપત્રના પાંદડાને 2 કપ પાણી ની અંદર બે મિનિટ સુધી ઢાંકી અને ઉકાળો હવે તેને ઢાંકણું હટાવી ફરી બે મિનિટ ઉકાળો પછી આ પાણીને વરાળ તમારા ચહેરા ઉપર લો થોડી થોડી જેથી ચામડી સારી બનશે.
મચકોડ આવવા પર તમાલપત્ર, અજમો અને વરિયાળીથી બનેલો ઉકાળો રામબાણ ઇલાજ છે. મચકો઼ડ આવવા પર તેનુ સેવન કરી શકો છો. જે દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદરૂપ છે. તે સિવાય તમે તમાલપત્ર અને લવિંગને પાણીમાં પીસીને તેનો લેપ બનાવી શકો છો.
તમાલપત્ર અને લવિંગનો લેપ લગાવવાથી દુખાવામાં તમને આરામ મળશે.નસોમાં આવતા સોજામાં આરામ,નસોમાં સોજા આવવાના કારણે ઘણી તકલીફ થાય છે અને તેની અસર કામ પર પડે છે.
તમાલપત્રનો ધુમાડો વાતાવરણમાં રહેલા દુષિત કણોને પણ દૂર કરે છે.તમાલપત્રના ધુમાડાથી નર્વસ સિસ્ટમ સારી રહે છે અને માનસિક ગતિવિધિઓ પણ તેજ રહે છે.જો તમે વધારે પ્રમાણમાં તણાવમાં છો તો તમાલપત્રને સળગાવી તેની સુગંધ લો. તેનાથી તમને તરત રાહત મળશે. આનાથી થાક પણ દૂર થાય છે અને દિમાગની નસોને પણ આરામ મળે છે.
વ્યક્તિઓને ડાયાબિટીસની ટાઇપ ટુ ની સમસ્યા હોય તેઓ માટે તમાલ પત્ર ના પાંદડા ફાયદાકારક છે તે લોહીની અંદર કોલેસ્ટ્રોલ ગ્લુકોઝ અને ટ્રાઇગ્લાસિસરાઇડ નું સ્તર પણ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે તમાલ પત્ર ના પાંદડા નો પાવડર નું પણ સેવન કરી શકાય છે. સારી નિંદર નથી આવતી તો રાત્રે સૂતા સમયે તમાલપત્રના થોડાક પાવડરને પાણી અંદર મિક્સ કરી તેનું સેવન કરવાથી આજના સારી નીંદર આવે છે.
તમાલ પત્ર ના 3-ચાર પાંદડાને એક ક્લાસ પાણીમાં ઉકાળી લો. જ્યારે પાણી અડધા ગ્લાસ જેટલું બચે ત્યારે તેને ગળીને રોજ ત્રણ વાર પીવો. આનાથી પેશાબ વધુ આવે છે તેમ જ શરીર નો દુખાવો ઓછો થઈ જાય છે.માલપત્રના બે કે ત્રણ જેટલાં પાનને અડધો કપ પાણી કે ચામાં ઉકાળીને પીવાથી શરદી તેમજ ખાંસીમાં આરામ મળે છે.
વાળ ખરબચડા અને ખૂબ જ ખરી રહ્યા હોય તો તમે તમાલપત્રના તેલને માથામાં લગાડશો તો ખરબચડા વાળ તેમજ વાળ ખરવાની સમસ્યા મા રાહત મળશે. તમાલપત્રના પાનને સીધા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ પડે એટલે તેને છાતીના ભાગમાં લગાવી શકો છો. આમ કરવાથી શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ, એલર્જી અને અસ્થમામાં રાહત મળશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.