મિત્રો અમુક લોકો તાંબાના લોટામાં રાખેલું પાણી પીને સવારની શરૂઆત કરતા હોય છે અને તાંબાના લોટામાં રાખેલું પાણી આપણા માટે અમૃત સમાન હોય છે. જે સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જ્યારથી લોકોને તાંબાના ફાયદા વિશે જાણકારી મળી છે ત્યારથી દરેક વસ્તુ તાંબાના વાસણમાં રાખવા લાગ્યા છે.
તાંબુ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. કહેવાય છે આખી રાત એક તાંબાના વાસણ માં પાણી રાખી અને તેનું સેવન કરવામાં આવે તો તે આપણા માટે ખુબ જ ફાયદો કરે છે. તાંબા ના વાસણમાં પાણી રાખી અને તેનું સેવન કરવામાં આવે તો લોહી શુદ્ધ થાય છે સાથે સાથે ત્વચા પણ સુંદર થઇ જાય છે. મોઢા માંથી દાગ પણ દુર થાય છે સાથે તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓ દુર થાય છે.
પણ આજે અમે તમને તાંબા ના વાસણ માં કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તે વિષે વાત કરીશું એવા ધણા બધા લોકો છે જેમને તાંબા ના વાસણ માં પાણી પીવાના ફાયદા વિષે ખબર હશે પણ એવા બહુ ઓછા લોકો હશે જેમને એ ખબર હોય કે તાંબા ના વાસણ માં કઈ વસ્તુઓ ન રાખવી અને પછી તેનું સેવન તો બિલકુલ ન કરવું લોકો કોપર ના વાસણ ને ખરીદી લે છે સાથે તેમાં ઘણી વસ્તુઓ નાખી અને તેનું સેવન પણ કરે છે પણ અમુક વસ્તુઓ એમના માટે ઘાતક સાબિત થાય છે.
તાંબા ના વાસણું માં ફક્ત પાણી નું જ સેવન કરવું જોઈએ પાણી સિવાય કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જયારે આપણે કોઈ શાક ભાજી કે બીજી વસ્તુ ને તાંબાના વાસણ માં રાખીએ છીએ ત્યારે આ વસ્તુઓ સીધી તાંબા સાથે મળી અને પોતાની પ્રતિક્રિયા કરે છે. આ ફાયદાની લાલચમાં લોકો એ જાણતા નથી કે તાંબાના વાસણમાં અમુક વસ્તુઓ ન પણ રાખવી જોઇએ. આમ તાંબાના ફાયદાઓને વધુ ધ્યાનમાં રાખીને તાંબાના વાસણોમાં એવી વસ્તુઓ રાખવા લાગ્યા છે કે જે તેના સ્વાથ્યને ખુબ જ હાનિ પહોંચાડે છે.
જમવાનું શાક દૂધ, દહીં આ બધી વસ્તુઓ ને ક્યારેય તાંબા વાસણ માં ન રાખવી જોઈએ આ વસ્તુઓ તાંબા ના વાસણ માં રાખવામાં આવે તો ધીમે ધીમે તે ઝેર બની જાય છે અને તેનું સેવન કરવાથી શરીર માં ફૂડ પોઈઝનીંગ ડાયેરિયા અને પેટ સંબંધિત ઘણી બીમારીઓ થઇ શકે છે. ઘણી વાર તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. માટે ક્યારેય તેનું સેવન ન કરવું
મિત્રો તાબામાં કોપર ધાતુ મિશ્રિત કરેલી હોય છે. જે અમુક વસ્તુઓ સાથે ભળી જઈને બેકટેરિયા ઉત્પન્ન કરે છે. અને આ બેકટેરિયાના કારણે તમને ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુઃખાવો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું કે જેને તાંબાના વાસણમાં રાખવાથી સ્વાથ્યને નુકસાન થાય છે,
જો તમારા ઘરમાં પણ તાંબાના વાસણનો કોઈને કોઈ રીતે ઉપયોગ થતો હોય તો એ માહિતી ખાસ વાંચવી જોઈએ.
અથાણું :
સૌપ્રથમ તો તાંબાના વાસણમાં ક્યારેય પણ અથાણું રાખવું ન જોઇએ. સામાન્ય રીતે અથાણામાં વિનેગરનો ઉપયોગ થતો હોય છે. વિનેગર મેટલ સાથે ભળી જાય છે અને એ તમારા અથાણાને જેરી બનાવે છે અને જો તમે આ જેરી અથાણાને ગ્રહણ કરો છો તો તમને પેટમાં દુઃખાવો થાય છે. તે સિવાય પણ અથાણુંમાં રહેલ ખાટાશ તાંબાની સાથે મળીને તમારા આરોગ્ય માટે ઝેરનો કામ કરે છે.
તાંબાના વાસણમાં અથાણું રાખવાથી ખાટાશ ધાતુના સંપર્કમાં આવતા રિએક્શન આવે છે જેના કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. લીંબુમાં રસમાં રહેલું એસિડ તાંબા સાથે મળતાં રિએક્ટ કરે છે. જેથી એસિડિટી અને પેટમાં દુઃખાવા જેવી સમસ્યા થઈ શકે છે. આ સિવાય દહીંમાં રહેલા તત્વો તાંબાના સંપર્કમાં આવવાથી પણ ફૂડ પોઈઝનિંગનો ખતરો વધે છે.
લીંબુ :
આપણા શરીરમાં વિટામિન ‘C’ પૂરું પાડે છે. જે વસ્તુમાં વિટામીન C હોય તેમાં એસિડનું પ્રમાણ પણ વધુ માત્રામાં હોય છે અને આ જ એસીડ તાંબામાં ભળે તો શું થાય તમે જાણો છો !” તાંબામાં એસિડ મિશ્રિત થવાના કારણે શરીરમાં એસીડીટી અને ઊલટી-ઓપકા થાય છે. તેથી જ લીંબુનો રસ અથવા લીંબુથી બનાવેલ કોઈપણ વસ્તુને તાંબાના વાસણમાં ન રાખવી જોઇએ. લીંબૂનો રસ, લીંબૂ પાણી કે પછી લીંબૂને કોઈ પણ રૂપમાં જો તમે તાંબાના વાસનમાં રાખો છો, તો તેમાં રહેલ એસિડ તાંબાની સાથે ક્રિયા કરે છે, જે તમારા માટે હાનિકારક થઈ શકે છે.
દહીં કે છાશ :
દહીં કે છાશને ક્યારે પણ તાંબાના વાસણમાં ન તો રાખવા જોઇએ ન તો તાંબાના વાસણમાં લઈ ખાવા જોઈએ. દહીં અને છાશમાં રહેલા તત્વો તોબા સાથે ભળી જાય છે અને તેથી સ્વાધ્યને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. આ ઉપરાંત તેનાથી એસીડીટી થવાની શક્યતા રહે છે. દહીંને તાંબાના વાસણમાં રાખવું અને તેનો સેવન કરવું તમારા આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે. તેનાથી તમને ફૂડ પાઈજનિંગ થઈ શકે છે અને તેમનો કડવો સ્વાદ, ગભરાહટ અને જી મચલવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
કોઈપણ પ્રકારના ખાટા ફળો :
આમ તો ફળએ આપણા સ્વાથ્ય માટે ચાર ગણા ફાયદાકારક હોય છે. પરંતુ તેમાંના અમુક ફળો જે ખાટા હોય છે. તેને ક્યારેય પણ તાંબાના વાસણમાં રાખીને ખાવા જોઇએ નહીં. એમ કરવાથી ફળમાં રહેલા ફાયદાકારક તત્વો નાશ પામે છે અને તમારા જઠરમાં એસિડનું પ્રમાણ પણ વધારે છે. જે આપણને ખુબ જ નુકશાન કરે છે અને ઇન્ફ કાનું પણ લાગી શકે છે. સફરજન, જામફળ, દાડમ કે પાઈનેપલ જેવા ફળો પણ મૂકવાનું ટાળવું. તાંબાના વાસણમાં મૂકેલા આ ફળો ખાવાથી ઉલટી, ચક્કર કે ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે. ગરમ કે ઠંડું દૂધ તાંબાના વાસણમાં ન મૂકવું.
મિત્રો એક ખીજી વાત પણ જણાવીએ કે લાંબા સમય સુધી તાંબાના વાસણમાં કોઇપણ વસ્તુ રાખવામાં આવી હોય અને તેને ગ્રહણ કરવામાં આવે તો, શરીરમાં કમજોરી આવે છે અને લૂકોઝની માત્રા ઘટી જાય છે. તેથી કોઈ પણ ચીજ વસ્તુને તાંબાના વાસણમાં લાંબા સમય સુધી રાખવી નહીં.
સિરકા :
સિરકા એક પ્રકારનો અમ્લીય પદાર્થ છે, અને તમે તેને તાંબાના વાસણમાં કે તેની સાથે રાખો છો તો તેમના મેલથી થતી રાસાયનિક ક્રિયા તમારા આરોગ્ય પર ખૂબ હાનિકારક પ્રભાવ નાખી શકે છે.