ઉનાળાની ઋતુમાં તરબૂચને વરદાન કહેવામાં આવે. તરબૂચ આપણને સ્વાસ્થ્ય અને ફાયદાની સાથે સાથે ગરમી અને તાપથી રાહત મળે છે. તરબૂચ માં બીટા કેરોટિન તેમજ એન્ટી ઓક્સિડેન્ટ્સ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
તરબૂચ શરીર માટે ખુબ જ ગુણકારી ફળ છે. પરંતુ તો પણ આપણે તેના ફાયદા વિશે જાણતા નથી. તો ચાલો આજે અમે તમને તરબૂચના ફાયદા વિશે જણાવીએ. તરબૂચ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશય તેમજ ફેફસા નું કેન્સર થવાની સંભાવના ઓછી થઇ જાય છે. તરબૂચ ખાવાથી શરીર ને પોટેશિયમ, વિટામીન બી, વિટામીન સી, બીટા કેરોટીન તેમજ મેગ્નેશિયમ ભરપુર માત્રા માં મળે છે જે તમારા શરીર માં ઉર્જા ના સ્તર ને બનાવી રાખે છે.
તરબૂચ માંથી મળી આવતા કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડીયમ શરીર અને ત્વચા બંને ને હાઈડ્રેટેડ રાખવામાં કામ કરે છે. તરબૂચમાં મળીઆવતું આવતું પોટેશિયમ, મેગ્નેશિયમ અને એમીનો એસીડ રક્ત વાહિકાઓને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને રક્તની ગતિને નિયંત્રિત કરે છે. જેનાથી રક્તચાપ સારું રહે છે.
હૃદય સંબધી બીમારીઓને રોકવામાં પણ તરબૂચ એક રામબાણ ઉપાય છે. તરબૂચ હૃદય સંબંધી બીમારીઓને દુર રાખે છે. હકીકતમાં તરબૂચ કોલેસ્ટ્રોલ ના લેવલ ને નિયંત્રિત કરે છે જેનાથી આ બીમારીઓ નો ખતરો ઓછો થઇ જાય છે.
તરબૂચ માં વિટામીન વધારે પ્રમાણમાં હોવાને કારણે આ શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ સારી રાખે છે. વિટામીન એ આંખ માટે પણ સારું છે. તરબૂચમાં એમિનો એસિડ સરટ્યુલીન હોય છે જે સ્નાયુના દુખાવામા રાહત આપવામાં મદદ કરે છે.
તરબૂચ ખાવાથી મગજ શાંત રહે છે અને ગુસ્સો ઓછો આવે છે. હકીકતમાં તરબૂચની તાસીર ઠંડી હોય છે તેથી તરબૂચ મગજ ને શાંત રાખે છે. તરબૂચ માં પાણીનું વધારે પ્રમાણ હોવાના કારણે, મેટાબોલિઝમની ઝડપમાં વધારો કરે છે અને ઝેર અને ચરબીનો નિકાલ કરે છે, જે આખરે વજન ઘટાડે છે.
તરબૂચમાં વધારે પ્રમાણમાં પાણી હોય છે . જેનાથી ઉનાળામાં તમારું શરીર ઠંડુ રહે છે. તરબૂચ ત્વચામાં કોલેજનના ઉત્પાદન ને વધારવામાં મદદ કરે છે. જેનાથી તમારી ત્વચાની ચમકમાં સુધારો આવે છે તરબૂચ ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીર માં પાણીની અછત રહેતી નથી.
તરબૂચના બીજ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે તેમને તમારા આહારમાં ચા તરીકે શામેલ કરી શકો છો. તેમાં હાજર રહેલ ડાયટ ફાઇબર પાચક પ્રક્રિયાને બરાબર રાખવામાં મદદ કરે છે અને પેટની સમસ્યામાં ફાયદાકારક છે.
તરબૂચના બીજ ખાવાથી વાળ મજબૂત બને છે અને વાળને લાંબા કરે છે. તેમ રહેલા લાઈકોપીન નામનું તત્વ વાળમાં ચમક લાવે છે અને ખોડાની સમસ્યાને પણ દૂર કરે છે. તરબૂચના બી ને ખાવાથી સ્કિન અંદરથી સાફ થાય છે. જેને લીધે સ્કિનમાં ચમક આવે છે અને ખીલ-મસા ઓછા થઇ જાય છે.
કમળામાં તરબૂચનાં બીજનું સેવન ફાયદાકારક છે. તે અન્ય પ્રકારના ચેપ સામે પણ રક્ષણ આપે છે. તેમાં ઘણાં એન્ટી ઑક્સિડેન્ટ્સ હોય છે, જે ત્વચાને ચમકતી અને સુંદર બનાવવા માટે ફાયદાકારક છે. તરબૂચના બીજ કરચલીની સમસ્યા રોકવા માટે ઉપયોગી છે.
તરબૂચના બીજ માંથી બનેલી ચાના સેવનથી કિડનીની સમસ્યાઓથી પણ બચી શકાય છે. કિડનીની પથરીમાં પણ તડબૂચના બીજ ફાયદાકારક છે. તરબૂચના બીજ વજન ઘટાડવામાં પણ ઘણા મદદગાર હોય છે. તેમાં ખુબ ઓછી કેલેરી હોય છે, માટે તરબૂચના સાથે તેના બીજને પણ જરૂર ખાવા જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓને 1 મુઠ્ઠી તરબૂચના બીજ 1 લીટર પાણીમાં નાખીને 15 મિનિટ સુધી ઉકાળવા જોઈએ. ડાયાબિટીસના ઉપચારમાં આ પાણીને રોજ ચા ની જેમ પીવાથી લાભ થાય છે. આ સિવાય શરીરમાં આવેલી બીમારી પછીની નબળાઈ કે કમજોરીને દૂર કરવામાં પણ ખુબ જ અસરકારક છે. તરબૂચના બીજ મગજને તેજ કરે છે અને યાદશક્તિને વધારે છે.