આપણાં વડીલોના સમયથી કોઇપણ રોગને દૂર કરવા માટે ઘરેલૂ અને દેશી ઉપચારનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતાં હતા. આજની 21મી સદીમાં પણ આ પદ્ધતિ ઘણી ઉપયોગી છે. પરંતુ લોકો આધુનિકતાને કારણે તેને ભૂલી ગયા છે. અને અમુક લોકો કરે તો તેને સચોટ ઈલાજ અને વાપરવાની રીત ની પૂર્ણ માહિતી ન હોવાથી બરાબર અસર કરતી નથી. ત્વચાના રોગો એવા છે જે ઘણીવાર એલોપથી દવાથી કાયમી દૂર નથી કરી શકાતા, પણ જો આયુર્વેદ અને ઘરેલૂ દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો જડમૂળથી છૂટકારો મેળવી શકાય છે.
ખંજવાળ હાથ-પગ, માથુ,ચહેરો કે શરીરના કોઈપણ અંગ પર થઈ શકે છે. અને દાદરને ખરજવું પણ ઘણી જગ્યાએ થઈ શકે છે. અને કેટલાક અંગો પર જો એકસાથે થઈ જાય તો મટાડવું ખૂબ જ મુશ્કેલ થઈ પડે છે. મોટાભાગના લોકોને ગળે અને સાથળના ભાગમાં ધાધર અને ખરજવું થતું હોય છે અને દવા કરવા છતાં મટતું પણ નથી.
આજે અમે એક ઘરે બનાવેલ દેશી મલમ વિષે જાણવા જઈ રહ્યા છીએ જે કોઈપણ ખંજવાળ કે ધાધર અને ખરજવાથી પીડિત વ્યક્તિ ઘરે બનાવીને ઘરે રહીને જ તેનાથી છુટકારો મેળવી શકે છે. આ ઈલાજથી 100% કાયમી છુટકારો મળી જય છે અને તેમાં વપરાતી વાસ્તુ આસાનીથી ઘરે અને નજીકની આયુર્વેદિક સ્ટોર માંથી મળી રહે છે.
આયુર્વેદિક મલમ ઘરે બનાવવાની રીત:
આ દેશી મલમ બનાવવા માટે લીંબડાના સૂકા પાન-10 ગ્રામ, મેંદીના કુસ પાન -10 ગ્રામ, તુલસીના પાન- 10 ગ્રામ, હળદર-10 ગ્રામ, કપૂર-10 ગ્રામ, આમલાસાર ગંધક-10 ગ્રામ, લીબોળીનું તેલ -50 ગ્રામ, ખોપરેલ-50 ગ્રામ અને એલોવીર જેલ-100 ગ્રામ લેવું. લીંબોળીનું તેલ અને એલોવીર જેલ સિવાયની દરેક વસ્તુ બરાબર સૂકવી પાવડર બનાવી બધા પાવડર મિક્સ કરી દેવ. આ મિક્સ કરેલા પવાદરને લીંબોલીના તેલ, ખોપરેલ અને એલોવીર જેલમાં મિક્સ કરી એક ડબ્બી ભરી લેવી.
જ્યારે પણ ખંજવાળ આવે કે ખરજવું થયું હોય ત્યાં આ મલમ લગાવી 2 મિનિટ માલિશ કરવાથી ખંજવાળ તરત જ મટી જશે અને. માત્ર 2 દિવસમાં ગમેતેવી ધાધર અને ખરજવાથી પણ છુટકારો મળી જશે.