ટીવી, મોબાઈલ, પ્રદૂષણ, જંકફુડ અને પીણા જેવી કેટલીક ચીજો છે, જે આજકાલ દરેકની આંખોને નબળી બનાવવા માટે જવાબદાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈપણ વસ્તુને સારી રીતે જોવા માટે ચશ્માનો આશરો લેવો પડે છે. જોકે ચશ્માથી મુક્તિ મેળવવા અને આંખોની રોશની વધારવા માટે લોકો ઘણાં ઉપાય કરે છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રમાં પણ કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયો અજમાવવાથી માત્ર આંખોની રોશની વધતી જ નથી, પરંતુ હૃદય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.
ખરેખર, તંદુરસ્ત આંખ અને હૃદય માટે જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્ય આંખનો કારક ગ્રહ પણ છે. તેથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમારી આંખોની દ્રષ્ટિ વધારવા માટે કુંડળીમાં સૂર્ય મજબૂત હોવો જોઈએ.
પ્રાચીન સમયમાં ઋષિઓ વૃદ્ધ થતા હતા પણ તેમની આંખો સ્વસ્થ રહેતી હતી. આજ કારણ છે કે તેઓ ચક્ષુશોપનિષદ (ચક્ષુશી વિદ્યા) નો પાઠ કરતા હતા. એવું માનવામાં આવે છે કે તેનો પાઠ કરવાથી આંખોને લગતા બધા વિકારો દૂર થઈ જાય છે. તે આંખનો પ્રકાશ વધારવાનું પણ કામ કરે છે. આ પાઠ સૂર્યદેવને જળ ચઢાવ્યા પછી કરવો જોઈએ.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ તાંબાના વાસણને માથાની નજીક રાખો. હવે સૂર્યદેવને પાણી ચઢાવો અને તે પડતા પાણીમાંથી સૂર્યપ્રકાશ જુઓ. આ કરવાથી, આંખોની રોશની વધે છે અને હ્રદયરોગ થતો નથી.
જ્યોતિષ શાસ્ત્રમાં રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે. આ પ્રમાણે રવિવારે મીઠો ખોરાક અથવા ફળ ખાવાથી આંખોની દ્રષ્ટિ અને હૃદયને લાભ થાય છે.
‘ओम ह्रां ह्रीं हौं स: सूर्याय नम:’ આ સૂર્યનો તાંત્રિક મંત્ર છે. તેનો દરરોજ 108 વખત જાપ કરવાથી આંખોની રોશની વધે છે. જણાવી દઈએ કે સૂર્યદેવને પાણી ચઢાવ્યા પછી તમારે આ જાપ કરવો જોઈએ.
રાત્રે તાંબાનાં વાસણમાં પાણી ભરીને રાખો અને સવારે તે પાણીથી આંખોમાં છંટકાવ કરો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઉપાય તમારી આંખોની રોશની વધારશે. આ સિવાય તમે આ પાણી પી પણ શકો છો.
આશા છે કે તમને આ બધા ઉપાય પસંદ આવ્યા હશે. તેની વિશેષ બાબત એ છે કે ચક્ષુશોપનિષદ પાઠ સિવાયના તમામ ઉપાયો આંખો તેમજ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.