ચીકુનો ઉપયોગ શરીરને ઘણા ગંભીર રોગોથી બચાવવામાં મદદ કરે છે. આવા ઘણા તત્વો ચીકુમાં જોવા મળે છે,જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. તેને લેવાથી સ્વાદુપિંડ મજબૂત બને છે અને શરીરની પ્રતિરક્ષા પણ મજબૂત બને છે.
ચિકુનું નિયમિત સેવન કરવાથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત રહે છે અને કેન્સર જેવા ગંભીર રોગથી મુક્તિ મળે છે. આજે અમે તમને ચિકુના ફાયદાઓ વિશે માહિતી આપી રહ્યા છીએ. ચીકુ એક એવું ફળ છે જે દરેક ઋતુમાં બઝાર માં મળી રહે છે. ઘણા લોકો ચીકુ નું નામ સાંભળી મોઢું સંકોડી લે છે તો ઘણા એવા પણ લોકો છે જે ચીકુ નું સેવન કરે છે. ચીકુ કોઈ જેવું તેવું ફળ નથી તેમાં ઘણા પ્રકારના ગુણ જોવા મળે છે.
ચીકુના ફળમાં ૭૧ ટકા પાણી,1.5 ટકા પ્રોટીન, 1.5 ટકા ચરબી અને ૨૫ ½ ટકા કાર્બોહાઈડ્રેટ હોઈ છે. તેના સિવાય તેમાં વિટામીન એ અને વિટામીન સી સારી માત્રામાં હોઈ છે. ચીકુ માં ૧૪ ટકા સાકર, ફોસ્ફરસ અને લોહ ની માત્રા પણ ભરપુર જોવા મળે છે. આ ફળમાં રહેલા આ બધા જ ગુણ સ્વાસ્થ્ય અને સોંદર્ય બંને માટે ફાયદાકારક સાબિત થાય છે.
ચિકુના ફાયદા કેન્સર જેવા ગંભીર રોગને રોકવામાં મદદગાર થાય છે. ચીકુમાં વિટામિન એ અને વિટામિન બી, આયર્ન, કેલ્શિયમ, ફાઇબર, એંટીઓક્સિડેંટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી કેન્સરના કોષોને શરીરમાં વધતા અટકાવી શકાય છે.
ચીકુ તમને શક્તિથી ભરપુર રાખે છે તેમાં પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ જોવા મળે છે જે શરીરને ઊર્જા આપવામાં મદદ કરે છે. તેથી ઉનાળામાં ચીકુ ખાવાની સલાહ આપવામાં આવે છે. તે શરીરને ત્વરિત ઊર્જા આપે છે. ચીકુને આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન એ હોવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે અને તેનાથી સંબંધિત રોગોથી પણ બચી શકાય છે. તેથી, બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોને ચિકુ ખાવાની સલાહ આપવામાં આવે છે.
આ ભાગદોડવાળા જીવનમાં મોટાભાગના લોકો તણાવમાં જીવે છે. આ સ્થિતિમાં ચીકુનું સેવન કરવાથી મનને શાંતિ મળે છે અને તેનું સેવન કરવાથી ઊંઘ પણ સારી આવે છે. ચીકુ એક સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ફળ છે. દરરોજ એક ચિકુ ખાવાથી સ્વાસ્થ્યની સાથે સુંદરતા પણ જળવાઈ રહે છે. તેમાં એંટીઓક્સિડેંટ, એન્ટિ-વાયરલ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે.
જો તમને કિડનીમાં પથરી છે તો પથરી માટે ચીકુ ખૂબ ફાયદાકારક છે. ચિકુના દાણા પીસીને તેને ખાવાથી પેશાબની વાટે પથરી બહાર નીકળી જાય છે. તે કિડનીના રોગોથી પણ રક્ષણ આપે છે. ચીકુમાં રહેલું લેટેક્ષ દાંતના પોલાણને ભરવામાં મદદ કરે છે.
શિયાળાની ઋતુમાં ચીકુ શરદી અને ખાંસી જેવી મુશ્કેલીઓથી રાહત આપે છે. ચીકુના સેવનથી નાકમાંથી કફ અને લાળ બહાર આવે છે. જેના થી શ્વાસ લેવામાં રાહત મળે છે. ચીકુનું સેવન કરીને તમે વજન ઓછું કરી શકો છો.ચીકુ નું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. તે ફાઇબરથી ભરપૂર છે અને તેમાં ડેટ્રિટસ ના ગુણધર્મો પણ હોય છે. આ ગુણોના કારણે ચીકુ કબજિયાત દૂર કરે છે અને પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે.
ચીકુ આપણા શરીરને બેક્ટેરિયા અને ચેપી રોગોથી બચાવવામાં મદદ કરે છે. તેના પોલિફેનોલ્સ એન્ટી ઓક્સિડેન્ટને લીધે, તેમાં ઘણા એન્ટિ-વાયરલ, એન્ટિ-પ્રેસ્ટિજ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. ઝાડા થવા પર ચીકુનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. ચીકુ નો ઉકાળો પણ ફાયદા કારક માનવામાં આવે છે.
ચીકુને પાણીમાં ઉમેરીને એક ઉકાળો બનાવવો જોઈએ. આ ઉકાળો પીવાથી ઝાડામાં રાહત મળે છે. ત્વચાને સ્વસ્થ બનાવવામાં વિટામિન ઇ ની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ચીકુમાં વિટામિન ઇ ભરપુર માત્રામાં છે. તે તમારા ચહેરા પર ભેજ જાળવવાનું કામ કરે છે. ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખવા માટે દરરોજ એક ચીકુનું સેવન કરવું જોઈએ.