સ્વાસ્થ્ય માટે દૂધ ફાયદાકારક છે તે બાળપણથી જ સાંભળ્યું હશે. દૂધના સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં લેતા, તેને દૈનિક આહારમાં શામેલ કરવાની ભલામણ કરવામાં આવે છે. ગાય અને ભેંસ ને દૂધ નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તે સાચું નથી. ગાય-ભેંસ સિવાય ઊંટડી નું દૂધ પણ વિશ્વના ઘણા દેશોમાં પીવામાં આવે છે. તે જાણીને આશ્ચર્ય થશે કે શરીર માટે ઊંટડી ના દૂધ ના ફાયદા ઘણા છે.
ઊંટડી ના દૂધ ના ફાયદા વિશે તમને ભાગ્યે જ ખબર હશે. ઊંટડી ના દૂધના સેવનથી શરીરના ઘણા રોગોમાં ફાયદો થાય છે. આ ઉપરાંત તે શરીરની પ્રતિરક્ષા પણ વધારે છે. જો કોઈ વ્યક્તિને મગજને લગતી સમસ્યા હોય તો તે તેના માટે ફાયદાકારક રહેશે. એક સંશોધન દ્વારા એ સ્પષ્ટ પણ થયું છે કે ઊંટડીના દૂધનો ઉપયોગ માનસિક રોગી બાળકોને પણ લાભ આપે છે.
સંશોધનો દર્શાવે છે, કે ઉંટડીનું દૂધ માતાના ધાવણ જેવુ હોય છે, તે પચવામાં સરળ રહે છે. વળી તેમાં ગાયના દૂધ કરતા અનકે ગણા વધારે પોષકતત્વો રહેલા હોય છે. તેમાં ગાયના દૂધ કરતા વધુ માત્રા્માં આર્યન, ઝિંક, પોટેશિયમ, કોપર, સોડિયમ અને મેગ્નેશિયમ હોય છે.
ઊંટડીના દૂધમાં ગાયના દૂધ કરતા વિટામિન A અને B2 લેવલ વધારે હોય છે. તેમાં પ્રોટીન પણ વધુ માત્રામાં હોય છે. ગાયના દૂધ કરતા તેમાં ત્રણ વધુ વિટામિન C હોય છે. ઊંટડીના દૂધમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને શરીરમાં આવશ્યક વિટામિન-B હોય છે.
ઊંટડીનું દૂધ કેલ્શિયમથી ભરપુર હોય છે. તેના ઉપયોગથી હાડકાં મજબૂત બને છે. તેમાં જોવા મળતું લેક્ટોફેરીન નામનું તત્વ કેન્સર સામે લડવામાં પણ મદદગાર છે. આ પીવાથી લોહીમાંથી ઝેર પણ દૂર થાય છે અને તે લીવરને શુદ્ધ કરે છે. પેટને લગતી સમસ્યાઓથી રાહત મેળવવા માટે પણ આ દૂધનો ઉપયોગ કરી શકાય છે.
જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમને સામાન્ય રીતે દૂધ પીવાની ના પાડવામાં આવે છે. તેમને જાણીને નવાઈ થશે કે ઊંટડીના દૂધમાં કોલેસ્ટ્રોલ લેવલ નીચુ હોય છે. તેમાં રહેલા પ્રોટીન અને કાસેઈન્સને કારણે તે શરીરમાં હીલિંગ માટે જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે. તે એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ તત્વોથી ભરપૂર હોય છે.
ઊંટડીનું દૂધ એ ડાયાબિટીઝના દર્દીઓ માટે એક ઉત્તમ ઉપચાર છે. ઊંટડીના દૂધમાં એક લિટરમાં, ઇન્સ્યુલિનના 52 એકમો જોવા મળે છે. જે અન્ય પ્રાણીઓના દૂધમાં મળેલી ઇન્સ્યુલિન કરતા ઘણી વધારે છે. ઇન્સ્યુલિન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વર્ષોની ડાયાબિટીસ તેનું સેવન કરવાથી મહિનાઓમાં મટે છે.
આજના સમય માં ઘણા વૈજ્ઞાનિકો ઊંટડી ના દૂધ નો દવા બનાવવા માં ઉપયોગ કરે છે કારણ કે ઊંટડી ના દૂધ માંથી બનાવેલી દવા થી ઘણા પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. આવનારા સમય માં 70 ટકા દવાઓ માં ઊંટડીનું દૂધ વાપરવામાં આવશે.
ઊંટડીના દૂધના ફાયદા બેક્ટેરિયા અને ફંગલ એલર્જી થી રાહત મેળવવા માટે મદદ કરી શકે છે. ખરેખર, તેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિવાયરલ ગુણધર્મો છે, જે આ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. ઊંટડીનું દૂધ પીતા લોકો લાંબો સમય સુધી જવાન દેખાય છે. તેમાં આલ્ફા હાઇડ્રોક્સિલ એસિડ રહેલું હોય છે જે ત્વચા પરની કરચલી દૂર કરે છે.
ઊંટડી નું દૂધ કેન્સરથી બચાવી શકે છે. આ દૂધનું સેવન બાળકોના સ્વાસ્થ્ય તેમજ તેમના ગ્રોથ માટે વધુ લાભકારક છે. આ દૂધ બાળકોને કૂપોષણથી બચાવે છે કેમકે તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેના સેવનથી હાડકા વધુ મજબૂત બને છે. તેમાં જોવા મળતું લેક્ટોફેરિન નામનું તત્વ કેન્સર સામે પણ રક્ષણ આપે છે. આ દૂધ પીવાથી લોહીમાં રહેલ ટોક્સિન્સ ની ઉણપ દૂર થાય છે અને તે લીવરને સાફ કરે છે.
ઊંટડી ના દૂધ થી ચા અથવા કોફી બનાવી શકો છો. પરંપરાગત રીતે ઊંટડીના દૂધનો ઉપયોગ ચીઝ, દહીં અથવા માખણ બનાવવા માટે થતો નથી કારણ કે આવું કરવું મુશ્કેલ છે. પરંતુ આધુનિક તકનીક ની મદદથી વૈજ્ઞાનિકો આવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છે જે તેને શક્ય બનાવશે. કેટલીક કંપનીઓ ઊંટડી ના દૂધ ની ચોકલેટ પણ બનાવે છે. ઊંટડીના દૂધનો ઉપયોગ ઘણા દેશોમાં ઘણા વર્ષોથી ક્રીમ,સાબુ અને લોશન બનાવવા માટે પણ કરે છે.