આજ કાલ છોકરીઓ કાનના ઝુમ્મર પહેરવાને બદલે મોટી સાઈઝના અને લટકણીયા વાળા ઇયરીંગ પહેરવાનું વધુ પસંદ કરે છે. આમતો આજ કાલ છોકરીઓ ઉપરાંત છોકરાઓ પણ કાનમાં કાઈ ને કાઈ પહેરવાનો શોખ ધરાવે છે. જો આપણે એમ કહીએ કે આવું કરવું આજકાલ ની ફેશન થઇ ગઈ છે, તો કાઈ જ ખોટું નહી ગણાય. ખરેખર મોટા ઇયરીંગ પહેરવાથી કાનમાં છિદ્ર વાળી જગ્યાએ જ્યાં ઇયરીંગ પહેરવામાં આવે છે, તે છિદ્ર ઘણા મોટા થઇ જાય છે. તે ઉપરાંત ત્યાં વધુ ખેંચાણ પડવાનો ભય પણ રહે છે.
એવામાં જો તેની તરફ વધુ ધ્યાન ન દેવામાં આવે તો ક્યારે ક્યારે કપાઈ પણ શકે છે. તેના લીધે જો તમારા કાન ના છિદ્ર મોટા થઇ ગયા છે. અને તમે પણ આ તકલીફથી છુટકારો મેળવવા માગો છો તો આજે અમે તમારા માટે એક સહેલો અને સરળ ઉપાય લાવ્યા છીએ. જેના ઉપયોગથી તમારા કાનના છિદ્ર મોટા થશે નહી.
સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે જો તમે ઝુમ્મર પહેરો છો તો તેના માટે કોઈ ને કોઈ આધાર જરૂર લો. કહેવામાં આવે છે કે કપડા પહેરતી વખતે લાંબા અને ભારે ઇયરીંગ ઉતારી દો.કેમ કે કપડાં સાથે તે ખેચાઈ નહિ.
તે ઉપરાંત ક્યારે પણ વધુ સમય સુધી ટીંગાતા ઇયરીંગ ન પહેરો, કેમ કે તેનાથી પણ કાનના છિદ્ર મોટા થઇ શકે છે. જો તમારા કાનની તે જગ્યાએ સર્જરી કરાવરાવી તો ઓછામાં ઓછા છ મહિના સુધી કાનમાં ફરી વાર છિદ્ર કે પીયર્સિંગ ન કરાવો.
બબુલનો ગુંદર નો ઉપયોગ કરવાથી પણ કાન ના છિદ્રો નાના થઈ શકે છે. કેમકે આના અંદર કઈક એવા તત્વ છે. જે કોશિકાઓને એકબીજા સાથે ચીપકાવી દે છે. તમે આ ગુંદર નો પાઉડર બનાવીને અને એક ચપટી પાઉડર અને થોડુ ટૂથપેસ્ટ આને ભેગું કરી દો.
હવે આ પેસ્ટ ને રાત્રે સુવા પેલા કાનના મોટા કાણાં માં ભરી દો. જયારે કાન નુ કાણું મોટું થઇ જાય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડોક્ટર ટેપ નો ઉપયોગ કરી શકાય છે. એક વાત ખાસ ધ્યાન મા રાખવાની કે આ ટુથ પેસ્ટ થી ચામડી રુખી-સુકી થઇ જાય છે. માટે કાન પર કોઈ લોશન અથવા તો ક્રીમ લગાવી લેવી. આના થી તમે આખી રાત લગાવી રાખો અને સવારે નહાવાના સમયે કાઢી નાખો. જો તમે આને લગાતાર 5 વખત વાપરો તો તમારા કાનનું મોટુ કાણું નાનું થઈ જશે.
સૌથી પહેલા કાનની નીચે ટેપ લગાવી દો, જેથી જો તમે કોઈ વસ્તુ લગાવો તો ખસી ન શકે. પછી છિદ્ર વાળી જગ્યામાં ટુથપેસ્ટ ભરી દો અને કાનને ચારે બાજુથી સારી રીતે સાફ કરી લો. તમારે આ ટુથપેસ્ટ ને આખી રાત આવીરીતે જ લગાવેલી રહેવા દેવાની છે અને પછી સવારે ઉઠીને તેને સાદા પાણીથી ધોઈ લો.
તેની સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે કાનમાં ત્યાં સુધી કોઈ ઇયરીંગ ન પહેરો જ્યાં સુધી તમારા કાનના છિદ્ર નો આકાર તમારી મુજબ ન થઇ જાય.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.