ભારત સહિત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોના વાઇરસનો ચેપ હવા દ્વારા ફેલાય છે તેના ઘણાં પ્રમાણ છે. આ સંક્રમણથી કેવી રીતે બચવું અને આહાર-વિહાર કેવો રાખવો તેના વિશે આજે અમે તમને વિગતવાર જણાવવા જાઈ રહ્યા છીએ.
બરાબર ફીટ થાય તેવો સારી ગુણાવત્તાવાળો માસ્ક પહેરવો. કોઈપણ વ્યક્તિથી ઓછામાં ઓછું એક મીટર, પરંતુ ઇચ્છનીય રીતે 2 મીટરનું અંતર રાખવું. વધુ વ્યક્તિઓ ભેગા થતા હોય તેવી જગ્યાઓએ અથવા મેળાવડામાં જવાનું ટાળવું. ઉધરસ છીંક ખાતી વખતે થોડી વાળેલી કોણી વાળો હાથનો ભાગ અથવા ટીશ્યુ પેપર મોં આગળ રાખવું. ટીશ્યુ પેપરનો યોગ્ય રીતે કચરા પેટીમાં નિકાલ કરવો. ટીશ્યુ પેપરની સગવડ ન હોય તો રૂમાલ વાપરવો, હાથ ધોયા વિના આંખ, નાક, મો ને ન અડવું.
આંખ, નાક અને હોઠને હાથથી અડવાનું ટાળો. હાથથી આપણે અનેક સપાટીને સ્પર્શ કરતા હોઈએ છીએ અને તેમાં વાઇરસ આવી ગયો તેવું બને. આવા હાથે તમે ચહેરાનાં આ અંગોને અડો તો તેનાથી શરીરમાં ચેપ પ્રવેશી શકે. હવે આપણે જાણીશું આ ચેપને અટકાવવા વસંતઋતુમાં કેવો આહાર-વિહાર રાખવો તેના વિશે.
વસંતઋતુમાં કફનો પ્રકોપ હોવાથી કફકારક આહાર ટાળવો ઉપયોગી થઈ શકે. ઋતુ પ્રમાણેનો યોગ્ય આહાર-વિહાર જે-તે ઋતુમાં આવતા રોગોને અટકાવવામાં ઉપયોગી થાય. પચવામાં ભારે વધુ ધી-તેલવાળો ખોરાક, તળેલો ખોરાક, મિષ્ટાન, માંસાહાર ન લેવા. ઠંડું પાણી, ઠંડા પીણા, ઠંડો આહાર બિલકુલ ન લેવો. દૂધ, દહીં, માખણ, ચીઝ ખાવાનું ટાળવું જોઈએ. દૂધ લેવાની જરૂર હોય તો તુલસી, હળદર, આદુ અથવા થોડી સૂંઠ અને પાણી ઉમેરીને ઉકાળો બનાવીને લેવું.
બાજરી, નાગલી, જુવાર, મકાઇ, જવ, કોદરી, જેવાં ધાન્યો, ધાણી, શેકેલા ચણાનો ઉપયોગ વધુ સારો છે. હાલમાં ગરમી શરૂ થઈ ગઈ હોવાથી ચોખા, ઘઉં-જવનું મિશ્રણ પણ લેવા યોગ્ય ગણાય છે. દાડમ, સફરજન, પાકું પપૈયું, પાકી કેરી, મોસંબી, આમળાં, સૂકી કાળી દ્રાક્ષ, ખજૂર જેવા ફળોનો ઉપયોગ વધુ સારો ગણાય છે.
શાકભાજીમાં કારેલાં, પરવળ, દૂધી, કોળુ, તરિયા, સરગવો વધુ સારા માનવામાં આવે છે. લસણ, ડુંગળી, લીંડી પીપર, અજમો, સૂંઠ, આદુ, હળદર જેવાં કફનાશક તથા જીરુ, ધાણા જેવાં મસાલા ઉપયોગી ગણાય છે. હાલમાં ગરમી શરૂ થઈ ગઈ હોવાથી મરી તથા ગરમ મસાલાનો ઉપયોગ વધુ ન કરવો.
કડવો, તીખો, તૂરો રસ ઉપયોગી ગણાય છે, પચવામાં હળવો, ઉષ્ણ, અને રૂક્ષ આહાર ઉપયોગી ગણાય છે. પીવા માટે સૂંઠ નાંખીને ઉકાળેલું પાણી પીવું. એક વ્યક્તિની દિવસની જરૂરિયાતના પાણીમાં પ્રકૃતિ અનુસાર અડધાથી એક ચમચી સૂંઠ અને એક ચમચી ધાણાનું ચૂર્ણ નાખીને ઉકાળેલું પાણી આખા દિવસ માટે વાપરવું હિતાવહ છે. બપોરે સૂવાનું ટાળવું જોઈએ.
આ સિવાય આદુ, હળદર, ગાજર, લસણ ફુદીનો, મેથી, બીટ અને હાથલા થોરના ફીંડલા વગેરે મિક્સ કરીને તેને મિક્સરમાં નાખીને તેનો રસ પી લેવાથી ફેફસાની સફાઈ બરાબર થાય છે. ફેફસામાં રહેલા કફને આ ઔષધિઓમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણો દુર કરે છે. જેનાથી અશુધ્ધિઓ દુર થાય છે. સાથે લોહી અને હિમેગ્લોબીન પણ વધે છે. જેથી શ્વાસ બરાબર અને પુરતો લઇ શકીએ છીએ જેનાથી ઓક્સીજન લેવલ વધે છે.
અજમો અને ગળો પાણીમાં નાખીને પાણી ગરમ કરીને તેના દ્વારા નાસ લેવામાં આવે છે ત્યારે શરીરમાં રહેલા ફેફસામાં કફ સહીત અનેક ધુમાડાનો કચરો વગેરે સાફ થતો રહે છે. જયારે વરાળ શ્વાસમાં લેવામ આવે ત્યારે હવાનો માર્ગ ખુલે છે અને લાળ બહાર આવે છે. આનાથી ઓક્સીજન લેવલ તરત જ વધે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.