વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ એ સર્વે નો પ્રશ્ન છે. સ્વસ્થ રહેવું હેલ્ધી રહેવું બધા ને ગમે છે. જીમ જવું, યોગા કરવા, ડાયટ પર ધ્યાન આપવું. હેલ્ધી ફૂડ ખાવું. જાડા દેખાવું કોઈ ને નથી ગમતું માટે આપણો વજન વધે એટલે સૌથી પહેલા તેની અસર આપણા પેટ પર જ દેખાય છે.
લીંબૂ માં અમ્લીય ગુણ હોય છે, જે શરીર માં રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢી ને શરીર ને સ્વસ્થ બનાવે છે. તે શરીર ના પી એચ સ્તર ને જાળવી રાખવામાં મદદ કરે છે. સવારે ઉઠી ને બ્રશ કરતા પહેલા ગરમ પાણી માં અડધા લીંબૂ ને નીચોવી ને પીવાથી વજન ઘટાડવામાં ખુબજ મદદ મળે છે. લીંબૂ પાણી માં પેક્ટીન હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
ગ્રીન ટી માં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણ માં હોય છે. જે મેટાબોલીઝમ ઠીક કરવામાં મદદ કરે છે. રોજ સવારે ગ્રીન ટી માં લીંબૂ નો રસ નાખી ને પીવાથી પેટ પર જમા થયેલી ચરબી ઓછી થઇ જાય છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરીર માં ઉર્જા કાયમ રહે છે.
અનાનસ અને આદું શરીર ના મેટાબોલીઝમ ને ઠીક રાખે છે. અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. અનાનસ માં વિટામીન-સી નું પ્રમાણ વધારે હોય છે. સીઝન પ્રમાણે આદું સાથે ખાટા ફળ નો ઉપયોગ કરી શકો છો. આના માટે થોડાક ટુકડા અનાનસ ના અને એક ટુકડો આદું નો લઇ ને મીક્ષર માં પીસી લો. લગભગ એક ગ્લાસ જેટલું જ્યુસ બનાવી લો.
સીઝન પ્રમાણે સંતરા સાથે પણ આદું નો જ્યુસ પણ પી શકો છો. મોસંબી પણ લઇ શકો છો. ટુકમાં કોઈ પણ ખાટા ફળ નો ઉપયોગ કરો. દરરોજ સવારે એક ગ્લાસ આ જ્યુસ પીવાથી જરૂર થી ફાયદો થાય છે. સાથે સાથે યોગા અને કસરત કરવાનું પણ રાખવું. જેથી વધારે અસર કરે.
મેથી ના પાણી માં ફેટ્સ બર્ન કરવાના ગુણ હોય છે. જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તે પાચન ક્રિયા ને પણ મજબૂત કરે છે.દરરોજ રાત્રે સુતા પહેલા મેથી નું પાણી પીવાથી ખોરાક પચાવવા માં સરળતા રહે છે. તેના માટે મેથી ના દાણા ને પાણી માં પલાળી નાખો અને સુવાના અડધા કલાક પહેલા આ પાણી પીવું. પેટ પર જામેલી ચરબી ના થર ઝડપ થી ઘટવા લાગશે.
એલોવેરા જ્યુસ પીવાથી પેટ ની ચરબી ઝડપ થી ઓછી થવા લાગે છે. તેમાં રહેલા તત્વો મેટાબોલીઝમ ને મજબૂત કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં સરળતા રહે છે, તેની સાથે સાથે એલોવેરા શરીર ને ડીટોકસ કરે છે. દરરોજ રાત્રે સુતા પહેલા એલોવેરા જ્યુસ ને એક ગ્લાસ પાણી માં નાખી ને પીવાથી ફાયદો અવશ્ય થાય છે.
જમ્યા પછી મુખવાસ તરીકે વરિયાળી ખાતા હોઈએ છીએ. ખાધા પછી કાચી વરિયાળી ખાવાથી ખાધેલો ખોરાક પચવામાં સરળતા રહે છે. પેટ ની ચરબી ઘટાડવા માટે પણ આપણે કાચી વરિયાળી નો ઉપયોગ કરી શકીએ છીએ. વરીયાળી નું પાણી ચયાપચય ની પ્રક્રિયા એટલે કે મેટાબોલીઝમ ને ઠીક કરે છે. વરીયાળી નું પાણી બનાંવા માટે એક ચમચી કાચી વરીયાળી ને રાત્રે એક ગ્લાસ પાણી માં પલાળી રાખો. સવારે એ પાણી પી જાઓ. થોડાક મહિના માં જ વજન ઓછુ થતું દેખાશે.
જીરું ના પાણી માં એન્ટી ઓક્સીડેન્ટ , વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. અને તે આપણી પાચન ક્રિયા માટે ફાયદેમંદ છે. જીરું નું પાણી પીવાથી શરીર મા જમા થયેલા કાર્બોહાઈડ્રેટ, ફેટ, અને ગ્લુકોઝ ને તોડી ને વધારા ની ચરબી દૂર થાય છે. જીરું પાણી બનવા માટે રાત્રે એક ચમચી જીરું ને એક ગ્લાસ પાણી માં પલાળી રાખો. સવારે આ પાણી પી જાઓ. નિયમિત આ પાણી પીવાથી અને અમુક કસરતો કરવાથી જરૂર થી પેટ પર જમા થયેલી ચરબી દૂર થઇ જશે.
ચોક્લેટ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઇ શકે છે. ડાર્ક ચોકલેટ ની એક બાર માં ૭૦% કોકોઆ હોય છે, જે એક પ્રકાર નું ફ્લેવોનોઈડ છે, જે વજન ઓછું કરવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. ખાધા પછી જો ડાર્ક ચોકલેટ ખાવામાં આવે તો તે બ્લડ શુગર ને કન્ટ્રોલ માં રાખે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી બોડી માસ ઇન્ડેક્સ અને બોડી ફેટ દ્વારા શરીર માં રહેલુ ફેટ્સ ઝડપ થી ઓછું થાય છે.